• સોમવાર, 16 ફેબ્રુઆરી, 2026

મુંદરાથી હૈદરાબાદ જવા નીકળેલું 16 લાખનું ઓઈલ સગેવગે

ભુજ , તા. 15 : મુંદરાથી હૈદરાબાદ પહોંચાડવા. નીકળેલું 16 લાખનું ઓઈલ રસ્તામાં સગેવગે થતાં ત્રણ  સામે ફરિયાદ નોંધાવામાં આવી છે. આ અંગે મુંદરા પોલીસ મથકે ફરિયાદી પડાણાના દેવજીભાઈ સામતભાઈ ઝરૂ (આહીર)ના જણાવ્યા પ્રમાણે તા. 28/1થી 3/2 સુધી મુંદરાના રાધે શ્યામ વેરહાઉસથી હૈદરાબાદ વચ્ચે આ બનાવ બન્યો હતો. ફરિયાદીની રામદેવ કૃપા રોડ લાઈન ટ્રાન્સપોર્ટને મુંદરા રાધે શ્યામ વેરહાઉસથી હૈદરાબાદ સુધી ઈન્ડસ્ટ્રીયલ ઓઈલ સપ્લાય કરવા માટે ઓર્ડર મળ્યો હતો. 16,32,931 રૂપિયાનું 29.760 ટન ઓઈલ ટેન્કર નંબર જી.જે. 23 એટી 6950માં ભરવામાં આવ્યું હતું. આરોપી રાજસ્થાનના બાડમેરના  ગોગાસિંહ હેમારામ, સવાઈસિંગ જાલારામાસિંગ સારાન તેમજ ક્લિનર વિરમારામ સોનારામે નિયત જગ્યાએ માલ ન પહોંચાડી રસ્તામાં સગેવગે કરી નાખ્યો હતો. 

Panchang

dd