• શુક્રવાર, 23 જાન્યુઆરી, 2026

જદુરામાં પત્નીને કુહાડીથી રહેંસનાર પતિને આજીવન કેદ; બે લાખનો દંડ

ભુજ, તા. 22 : એકાદ વર્ષ પૂર્વે ગત તા. 2/12/24ના જદુરાની સીમમાં પતિ સિધિક ઉમર થેબા અને તેની પત્ની મુમતાજ લાકડાં કાપવા-વીણવા સીમમાં ગયા હતા, જ્યાં સિધિકના ફોન પર અન્ય ત્રીનો ફોન આવ્યા બાદ બંને વચ્ચે ઝઘડો થતાં દીકરી મહેકની સામે જ સિધિકે ક્રૂરતાપૂર્વક કુહાડીના ઘા મારી મુમતાજની કરપીણ હત્યા કરી હતી. આ પ્રકરણમાં આરોપી સિધિકને અધિક સેશન્સ જજે આજીવન કેદ અને બે લાખનો દંડ ફટકારતો ધાક બેસાડતો ચુકાદો આપ્યો છે. જે-તે સમયે ચકચાર જગાવનારા આ બનાવમાં આરોપી સિધિકની માનકૂવા પોલીસે ધરપકડ કરી લીધી હતી અને હત્યાના આ બનાવની તપાસ બાદ ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરી હતી. છઠ્ઠા અધિક સેશન્સ જજ વી.એ. બુદ્ધાની અદાલતમાં આ કેસ ચાલી જતાં ફરિયાદ પક્ષે 27 દસ્તાવેજી પુરાવા તથા આઠ સાક્ષી તપાસાયા હતા. હત્યાની બીએનએસ કલમ 103 (1) મુજબ આરોપી સિધિકને તકસીરવાન ઠેરવી આજીવન સખત કેદની સજા અને રૂા. બે લાખનો દંડ અને જો આરોપી દંડ ભરવામાં કસૂર કરે તો વધુ ત્રણ વર્ષની સખત કેદનો હુકમ આપ્યો હતો. આ કેસમાં ફરિયાદ પક્ષ તરફે અધિક જિલ્લા સરકારી વકીલ સુરેશ એ. મહેશ્વરીએ હાજર રહી દલીલો કરી હતી. 

Panchang

dd