ગાંધીધામ, તા. 22 : કિડાણામાં એક મકાનમાંથી તથા
મીઠી રોહર મોડવદર પુલ પાસેથી મળીને કુલ રૂા. 29,575ના દારૂ સાથે બે શખ્સની અટક કરવામાં આવી હતી. કિડાણાના લક્ષ્યનગર ચારમાં મકાન નંબર 59માં છાપો મારી યુવરાજસિંહ રણજિતસિંહ રાણાની
પોલીસે ધરપકડ કરી હતી. તેનો સાથીદાર લક્ષ્મણગિરિ ગોકુળગિરિ ગોસ્વામી તથા દારૂ આપનાર
ગોવિંદ ડાયા ચંદે નામના શખ્સો હાથમાં ંઆવ્યા નહોતા. પકડાયેલા શખ્સ પાસેથી રૂા. 20,475ની 23 બોટલ શરાબ જપ્ત કરાયો હતો.
બીજી કાર્યવાહી મીઠી રોહર-મોડવદર પુલિયા પાસે કરવામાં આવી હતી. અહીંથી મીઠીરોહરના
હરેશ કરશન મરંડને પકડી પાડી રૂા. 9,100ની સાત બોટલ જપ્ત કરાઈ હતી. જો કે, આ શખ્સ કોના માટે કામ કરે છે? ક્યાંથી દારૂ લાવ્યો હતો તે સહિતની વિગતો પોલીસ ઓકાવી શકી નહોતી.