ગાંધીધામ, તા. 22: ભચાઉના નંદગામ-નાની ચીરઈમાં
ટ્રકમાંથી લાકડાં ખાલી કરવા જતી વેળાએ લાકડાં માથે પડતાં ઉપેન્દ્ર શ્રીરામ ખેરીવાડ
(ઉ.વ. 27) નામના યુવાનનું મોત થયું હતું.
કંડલામાં રહેનાર ઉપેન્દ્ર નામનો યુવાન ગઈકાલે મોતને ભેટયો હતો. આ યુવાન ચાલક ટ્રક નંબર
જી.જે.-12-બીવી-1202માં લાકડાં ભરી કંડલાથી નંદગામ-નાની
ચીરઈ આવ્યો હતો. ત્યાં મદ્રાસ ટિમ્બર ઈડસ્ટ્રીઝમાં પહોંચી લાકડાં બાંધેલી રસ્સી ખોલવા
જતાં લાકડાં તેના ઉપર પડયાં હતાં. તોતિંગ લાકડાં નીચે દબાઈ જતાં તેને ગંભીર પ્રકારની
ઈજાઓ પહોંચી હતી, જેમાં તેને
સારવાર મળે તે પહેલાં તેણે અંતિમ શ્વાસ લીધા હતા.