• રવિવાર, 09 નવેમ્બર, 2025

ગાંધીધામ અને કોડકીમાં જુગાર રમતા પાંચ-પાંચ ખેલી ઝડપાયા

ગાંધીધામ / ભુજ, તા. 8 : ગાંધીધામમાં જુગાર રમતા પાંચ ખેલી અને ભુજ તાલુકાનાં કોડકી ગામે પણ ધાણીપાસા વડે જુગાર રમતા પાંચ ખેલીને પોલીસે પાંજરે પૂર્યા હતા. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ એ. ડિવિઝન પોલીસે પૂર્વ બાતમીના આધારે ગત તા. 7/12ના સાંજના અરસામાં  ભારત નગરમાં શિવ મંદિરની પાછળ કાર્યયાહી કરી હતી. શેરીમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા આરોપીઓ અરવિંદ વેલજી ઠક્કરઅરજણ નામોરી પ્રજાપતિહાર્દિક રસિકભાઈ ઠક્કરઅશોકકુમાર વિઠ્ઠલદાસ ઠક્કર અને રણછોડ પ્રેમજીભાઈ પ્રજાપતિને પોલીસે ઝડપી  પડમાંથી રોકડા રૂા. 13,500  અને રૂા. 40 હજારની કિંમતના પાંચ નંગ મોબાઈલ ફોન સહિતના મુદ્દામાલ કબજે કરાયો હતો. બીજી તરફ ભુજ તાલુકાનાં કોડકી ગામે સરકારી ચારાના ગોદામ પાસે ખુલ્લામાં આજે બપોરે ધાણીપાસા વડે જુગાર રમતા હાસમ હુસેન જત, કાસમ આદમ રાયમા, ગોવિંદ મૂળજી મહેશ્વરી, મોહનભાઇ હિરજીભાઇ મારાજ અને ગુલામ મુસા ખલીફા (રહે. તમામ કોડકી)ને રોકડા રૂા. 12,210ના મુદ્દામાલ સાથે માનકૂવા પોલીસે ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી હતી. 

Panchang

dd