ગાંધીધામ,તા. 5 : અંજાર પંથકમાં આવેલા એક ઔદ્યોગિક એકમમાં પાઈપ પડવાથી ઈજાગ્રસ્ત કામદાર વિમલ બુધુ યાદવ (ઉ.વ. 43)નું મૃત્યુ થયું હતું. અકસ્માતનો આ બનાવ વેલસ્પન
કંપનીમાં ડિસ્પેચ યાર્ડમાં ગત તા. 4/11ના 3.30 વાગ્યાના અરસામાં બન્યો હતો. પોલીસ સૂત્રોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, કામદાર વિમલભાઈ કામ કરી રહ્યા હતા. તે દરમ્યાન અચાનક પાઈપ પડતાં તેમને ઈજા પહોંચી હતી. તેમને સારવાર
કારગત નીવડે તે પહેલાં તેમણે આંખો મીંચી લીધી
હતી. રામબાગ હોસ્પિટલના ડો. હિતેશ ધુવાએ તેમેને મૃત જાહેર કર્યા હતા. પોલીસે અકસ્માત નોંધના આધારે વધુ તપાસ આરંભી છે.