• ગુરુવાર, 03 જુલાઈ, 2025

અંજારમાં અગમ્ય કારણે યુવાને ફાંસો ખાઈ જીવ દીધો

ગાંધીધામ, તા. 2 : અંજારના નવાનગર જીઆઈડીસીમાં રહેનાર રાહુલ પ્રભુરામ રાજગોર (ઉ.વ. 23) નામના યુવાને ગળેફાંસો ખાઈ પોતાનો જીવ દીધો હતો. અંજારમાં ગુલાબમિલ પાસે રહેનાર આ યુવાન રાહુલ રાજગોર ગઈકાલે સવારે પોતાના ઘરે હતો દરમ્યાન તેણે કોઈ કારણોસર રસ્સી વડે ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટુંકાવી લીધું હતું. પોલીસે બનાવ અંગે નોંધ કરી તેણે કેવા કારણોસર અંતિમ પગલું ભરી લીધું હશે તે સહિતની દિશામાં આગળની તપાસ હાથ ધરી છે. 

Panchang

dd