• શનિવાર, 07 ડિસેમ્બર, 2024

તુણામાં વિદેશી સિગારેટ પકડાઇ પણ...

ગાંધીધામ, તા. 12 : કચ્છના બંદરો ઉપર પ્રતિબંધિત વસ્તુઓ બહાર કાઢી લેવાના અગાઉ અનેક બનાવ બની ચૂક્યા છે તેવામાં તુણા બંદર ઉપર વિદેશી કસ્ટમ બોન્ડેડ સિગારેટનો જથ્થો ઝડપાયા બાદ તેને દાબી દેવામાં આવ્યો હોવાનું સપાટી ઉપર આવ્યું હતું. કચ્છમાં આવેલાં બંદરો ઉપર પ્રતિબંધિત વસ્તુઓની આપ-લેનો સિલસિલો જૂનો છે. અગાઉ કંડલા બંદર ઉપર ક્રૂ મેમ્બરોને સ્થાનિક સિમકાર્ડ વેચવાના કૌભાંડનો પોલીસે પર્દાફાશ કર્યો હતો. અગ્નિશમન દળના એક જવાનને વિદેશી દારૂ સાથે પકડી પાડવામાં આવ્યો હતો તેમજ બંદર ઉપર લાંગરતાં જહાજમાં ફૂડ સપ્લાય કે પેસ્ટ કંટ્રોલ કરવાના કે અન્ય કામથી જનારા અમુક ખાનગી કર્મચારીઓ જહાજના ક્રૂ મેમ્બરો કે કેપ્ટન પાસેથી વિદેશી સિગારેટ, દારૂ કે ડોલર લઇ આવતા હોવાની વાત જૂની છે. તેવામાં તુણા બંદર ઉપર ખાનગી સુરક્ષા કર્મીઓએ વિદેશી કસ્ટમ બોન્ડેડ સિગારેટનો જથ્થો પકડી પાડયો હતો. આ જથ્થો અને પકડાયેલા શખ્સોને કસ્ટમ કે પોલીસના હવાલે કરવાને બદલે મામલાને દબાવી દેવામાં આવ્યો હોવાનું અંતરંગ સૂત્રોએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું. બનાવ અંગે પોલીસનો સંપર્ક કરતાં તેમના ધ્યાને આવી કોઇ વાત ન આવી હોવાનું જણાવવામાં આવ્યું હતું. સૂત્રો કહે છે કે બનાવ અંગે સત્તાવાર નિવેદન લેવાના પ્રયત્ન કરાયા હતા પરંતુ તે નિષ્ફળ?રહ્યા હતા. બંદરે કોઇ બનાવ બન્યો હોવાથી જ ધુમાડા દેખાયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang