• બુધવાર, 11 ફેબ્રુઆરી, 2026

પાકિસ્તાનનો 32 રને વિજય

કોલંબો તા.10 : ટી-20 વર્લ્ડ કપના ગ્રુપ એની મંગળવારની મેચમાં અમેરિકા સામે પાકિસ્તાન ટીમનો 32 રને સરળ વિજય થયો હતો. પાકિસ્તાનના 9 વિકેટે 190 રનના જવાબમાં અમેરિકી ટીમના 20 ઓવરમાં 8 વિકેટે 18 રન થયા હતા. સતત બીજી જીતથી ગ્રુપ એમાં પાક. ટીમ 4 અંક સાથે હાલ ટોચ પર છે. આ જીતથી પાકિસ્તાને ગત વર્લ્ડ કપની અમેરિકા સામેની હારનો હિસાબ પણ ચૂકતે કર્યો હતો. પાકિસ્તાન તરફી ફિરકી બોલર ઉસ્માન તારિકે 27 રનમાં 3 વિકેટ લીધી હતી. જયારે શાદાબ ખાનને 2 વિકેટ મળી હતી. જયારે યૂએસએ તરફથી શુભમ રંજન આક્રમક  અર્ધસદી કરીને 30 દડામાં 3 ચોગ્ગા-3 છગ્ગાથી પ1 રન કર્યાં હતા. આ સિવાય ઓપનર શયન જહાંગીરે ઝડપી શરૂઆત કરીને 34 દડામાં પ ચોગ્ગા-2 છગ્ગાથી 49 રનની ઇનિંગ રમી હતી. અમેરિકી સુકાની મોનાંક પટેલ ફકત 3 રન જ કરી શકયો હતો. મિલિંદ કુમારે 29 રનનું યોગદાન આપ્યું હતું. અગાઉ અમેરિકી ટીમના કેપ્ટન મોનાંક પટેલે ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી. પાકિસ્તાને ઓપનર શાહિબઝાદા ફરહાનના આક્રમક 73 રન અને અનુભવી બાબર આઝમની 46 રનની ઇનિંગ્સથી 20 ઓવરમાં 8 વિકેટે 190 રનનો સ્કોર બનાવ્યો હતો. અમેરિકા તરફથી શેડલી વાન શલ્કવિકે ફરી એકવાર ઘાતક બોલિંગ કરીને 2પ રનમાં 4 વિકેટ લીધી હતી. સાહિબઝાદા ફરહાને 41 દડામાં 6 ચોગ્ગા અને પ છગ્ગાથી 73 રનની આક્રમક ઇનિંગ્સ રમી હતી. તેના અને સઇમ અયૂબ (19) વચ્ચે પહેલી વિકેટમાં 31 દડામાં પ4 રનની ભાગીદારી થઇ હતી. જો કે કપ્તાન આગા સલમાન ફકત 1 રન જ કરી શકયો હતો. બાદમાં ફરહાન અને બાબર આઝમ વચ્ચે ત્રીજી વિકેટમાં પ3 દડામાં 81 રનની ભાગીદારી થઇ હતી. બાબરે 32 દડામાં 4 ચોગ્ગા-1 છગ્ગાથી 46 રન કર્યાં હતા. શાદાબ ખાન 12 દડામાં 30 રનની કેમિયો ઇનિંગ્સ રમી આઉટ થયો હતો. પાકિસ્તાને આખરી પ વિકેટ 9 દડામાં 13 રનમાં ગુમાવી હતી. આથી 20 ઓવરમાં 9 વિકેટે 190 રને અટકી ગયું હતું. 

Panchang

dd