• ગુરુવાર, 12 ફેબ્રુઆરી, 2026

તલવાણામાં ટીપીએલ-6 સ્મૃતિ કપમાં ગૌ સેવાના લાભાર્થે ચાર લાખનું દાન એકત્ર

કોડાય, તા. 11 : ગૌસેવા લાભાર્થે તલવાણા મહારાણા પ્રતાપ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી સ્વ. મહેન્દ્રસિંહ લાખુભા જાડેજા સ્મૃતિ કપ ટીપીએલ-6 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ચાર લાખથી વધુનું દાન એકત્ર થયું હતું. ગૌસેવા પ્રત્યેની ભાવના, સમાજ વચ્ચેની એકતા તથા સર્વ સમુદાયોની સમર્પિત ભાગીદારીનું દૃશ્ય સર્જતા રામનગર સનાતન પાટીદાર સમાજ તરફથી રૂા. એક લાખનું સહયોગી દાન મળ્યું હતું તથા અન્ય દાતાઓનો સહયોગ મળ્યો હતો. ફાઇનલ મેચ આર્મી વોરિયર ટીમ તથા ઇસીસી ટીમ વચ્ચે રમાઇ હતી, જેમાં આર્મી વોરિયર ટીમે વિજય મેળવ્યો હતો. આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ ગજેન્દ્રસિંહ જાડેજાએ આયોજનને બિરદાવ્યું હતું. સરપંચ કનુભા જાડેજા, રૂપસિંહ જાડેજા, જયેન્દ્રસિંહ જાડેજા સહિતના અગ્રણીઓએ દાતાઓને બિરદાવતાં આવનારા સમયમાં ગૌસેવા આધારિત કાર્યક્રમો થાય તેવી ભાવના વ્યક્ત કરી હતી. કાર્યક્રમમાં અરવિંદસિંહ જાડેજા, વલ્લભભાઇ વેલાણી, સુરેશભાઇ જોશી, તલવાણા ક્રિકેટ ક્લબના ચેરમેન નરેન્દ્રસિંહનું સન્માન કરાયું હતું. માંડવી તા.પં. કા. ચેરમેન વિક્રમસિંહ જાડેજા, પૂર્વ સરપંચ હરિસિંહ જાડેજા, ઇશ્વરેશ્વર ગૌશાળા મે. ટ્રસ્ટી હરિસિંહ ભીખભા જાડેજા, વનુભા જાડેજા, ઉપસરપંચ શાંતિલાલ ચૌધરી, રામસંગજી જાડેજા, તેજસ પોકાર, વસંતભાઇ પોલડિયા, ગનીભાઇ હાલા, રામજીભાઇ મહેશ્વરી, તા. યુવા ભાજપ મંત્રી હેતુભા જાડેજા, હરપાલસિંહ જાડેજા, વિનુ માકાણી સહિત અગ્રણીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન પૂર્વ સરપંચ કારુભા જાડેજા તથા આભારવિધિ કુલદીપસિંહ જાડેજાએ કરી હતી. 

Panchang

dd