નખત્રાણા, તા. 11 : અહીં રૂ.10 કરોડના ખર્ચે નિર્માણ પામતા
કસ્તુરબા ગાંધી કન્યા વિદ્યાલય સંકુલનું કામ પૂર્ણતાના અરારે છે. બે માસમા\ં કામ પુરૂં થતાં કન્યા વિદ્યાલય કાર્યરત
થશે.કન્યા કેળવણી માટેનું કેન્દ્ર કસ્તુરબા કન્યા છાત્રાલય હાલે હંગામમી ધોરણી મોટી
વિરાણીમાં બીઆરસી ભવનમાં કાર્યરત છે. ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા તંત્રના
શિક્ષણ વિભાગ સમક્ષ અબડાસા વિધાનસભા ક્ષેત્રના નખત્રાણા, નલિયા, દયાપરના તાલુકા
મથકે કસ્તુરબા ગાંધી વિદ્યાલય માટે સુવિધાપૂર્ણ અદ્યતન ઈમારતના નિર્માણ માટે કરાયેલી
દરખાસ્ત મંજૂર થતાં નખત્રાણા-વિરાણીની હદમાં નિર્માણ પામતું સંકુલનું કાર્ય પૂર્ણતાના
આરે છે. જ્યારે નલિયા, દયાપર કસ્તુરબા ગાંધી કન્યા છાત્રાલયના
નિર્માણ મરાટેની વહીવટી પ્રક્રિયા પ્રગતીમાં હોવાની માહિતી અપાઈ હતી. વિવિધ સમાજોના
આર્થિક રીતે જરૂરતમંદ પરિવારોની 300 જેટલી છાત્રાઓને વિનામૂલ્યે છાત્રાલયમાં વિવિધ સુવિધાઓ પુરી
પડાશે તથા છાત્રાઓના અભ્યાસ માટે સોનાનો સૂરજ ઉગશે,
`દીકરી પઢાવો, દીકરી બઢાવો'નું સૂત્ર
સાર્થક થશે તેવું ધારાસભ્ય શ્રી જાડેજાએ જણાવ્યું હતું.