• ગુરુવાર, 12 ફેબ્રુઆરી, 2026

આધોઇની પવનચક્કીઓમાંથી 70 હજારના વાયરની ચોરી

ગાંધીધામ, તા. 11 : ભચાઉના આધોઇમાં આવેલ ત્રણ પવનચક્કી તથા ગોદામમાં કન્ટેનરનાં તાળાં તોડી જુદી-જુદી તારીખે તસ્કરીએ તેમાંથી રૂા. 70,250ના સામાનની ચોરી કરી રૂા. 25,000નું નુકસાન કર્યું હતું. આધોઇમાં સુઝલોન કંપનીની પવનચક્કીઓ લાગી રહી છે, જેમાં  ઓટુ પાવર કંપની કામ કરી રહી છે. અમુકમાં વાયરિંગ વગેરે થઇ ગયું છે. આધોઇની એએનડીએચ-48માં 9/1ના 41માં 26/1ના તથા 31માં 26/1ના ચોરીનો બનાવ બન્યો હતો. તેમજ હલરા કંથકોટ રોડ પર ઓટુ પાવર કંપનીનું ગોદામ આવેલું છે, જેમાં તા. 29-1ના નિશાચરો ઘૂસ્યા હતા, અહીં કન્ટેનરનાં તાળાં તોડી ચોરી કરવામાં આવી હતી. આ જુદી-જુદી તારીખે તસ્કરોએ જુદા-જુદા વાયર, બેલ્ટ, રસ્સા વગેરે મળીને કુલ રૂા. 70,250ના સામાનની ચોરી કરી હતી તેમજ રૂા. 25,000નું નુકસાન કર્યું હતું. ચોરીના આ બનાવ અંગે ડવ સિક્યુરિટી કંપનીમાં કામ કરતા જગદીશપુરી રામપુરી ગોસ્વામીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. અગાઉ થયેલી ચોરીના આ બનાવમાં હવે પોલીસે તપાસ હાથ ધરી છે. 

Panchang

dd