નવી દિલ્હી, તા. 11 : દેશભરમાં
આવતીકાલે ગુરુવારે તમામ બેન્ક કર્મચારી હડતાળ પર ઊતરીને નવી શ્રમસંહિતા સામે વિરોધ
પ્રદર્શન કરશે. દેશની સૌથી મોટી ભારતીય સ્ટેટ બેન્ક (એસબીઆઇ)એ પણ તેના ગ્રાહકોને આ
અંગે જાણ કરી હતી. જો કે, ભારતીય રિઝર્વ
બેન્ક (આરબીઆઇ) તરફથી કાલના દિવસે કોઇ રજાની ઘોષણા કરાઇ નથી, પરંતુ કર્મચારીઓ હડતાળમાં સામેલ થવાથી બેન્ક શાખાઓની કામગીરીને અસર થશે. કેન્દ્ર
સરકારના ચાર નવા લેબર કોડ આ હડતાળનું મુખ્ય કારણ છે. યુનિયનોનું કહેવું છે કે,
આ નવી શ્રમસંહિતા 29 જૂના શ્રમ કાયદાનું સ્થાન લેશે, જેનાથી કર્મચારીઓના અધિકારો પર કાપ આવશે. એ
સિવાય, કામનાં વધતાં ભારતનાં કારણે ફરજ અને અંગત જીવન વચ્ચે સમતુલન
કરવા `ફાઇવ ડેઝ વીક' એટલે કે એક અઠવાડિયામાં પાંચ દિવસ કામનો નિયમ
લાવવાની માંગ પણ બેન્ક કર્મીઓ કરી રહ્યા છે.