• ગુરુવાર, 12 ફેબ્રુઆરી, 2026

ભચાઉમાં ક્રિકેટનો સટ્ટો રમતો શખ્સ ઝડપાયો

ગાંધીધામ, તા. 11 : ભચાઉના જય માતાજી ચોકમાં જાહેરમાં ક્રિકેટનો ઓનલાઇન સટ્ટો રમતા શખ્સને પોલીસે પકડી પાડી એક મોબાઇલ જપ્ત કર્યો હતો. ભચાઉના ભવાનીપુર વિસ્તારમાં રહેનાર જય દેવેન્દ્ર ઠક્કર નામનો શખ્સ આજે બપોરે જય માતાજી ચોકમાં હતો. આ શખ્સ પોતાના મોબાઇલમાં ઓનલાઇન સટ્ટો રમતો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસ અહીં પહોંચી હતી અને આ શખ્સને દબોચી લીધો હતો. આ શખ્સના મોબાઇલમાં લક્ષ્ય 247 ડોટ ક્લબ નામની સાઇટમાં આજે બપોરની સાઉથ આફ્રિકા અને અફઘાનિસ્તાનની ક્રિકેટની લાઇવ મેચ ઉપર આંકડા વધઘટ થતા હતા, પકડાયેલા આ શખ્સ પાસેથી રૂા. 50,000નો મોબાઇલ જપ્ત કરાયો હતો. તેણે આઇડી ક્યાંથી મેળવી તે સહિતના પ્રશ્નો અનુત્તર રહ્યા હતા. 

Panchang

dd