ગાંધીધામ, તા. 11 : અહીંની ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા
અન્ડર-19 વિશ્વકપ વિજેતા ભારતીય ટીમના
પ્રતિભાશાળી વિકેટકીપર અને બેટ્સમેન એવા ગાંધીધામના હરવંશ દમનદીપસિંહ પંગાલિયાનું વિશેષ
બહુમાન કરવામાં આવ્યું હતું. ચેમ્બર ભવન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ચેમ્બર દ્વારા ગાંધીધામના ખેલાડીનું રૂા. 2.51 લાખના ચેક સાથે યૂથ વિંગ દ્વારા એસ.જી. કંપનીના બેટ સાથે તેમજ
મહિલા વિંગ દ્વારા કચ્છ કોઈન અને હેન્ડિક્રાફ્ટના
સ્મૃતિચિહ્ન સાથે સન્માન કરવામાં આવ્યું હતું. - ચેમ્બર સમાજ નિર્માણની જવાબદાર શક્તિ : ચેમ્બર પ્રમુખ તેજાભાઈ કાનગડે કહ્યંy હતું કે,
ચેમ્બર ગર્વપૂર્વક કહી શકે છે કે અમે માત્ર ઉદ્યોગ અને વેપાર સંસ્થા નથી, પંરતુ સમાજનિર્માણની જવાબદાર શક્તિ છીએ. હરવંશે લોકલ ટેલેન્ટ વિથ ગ્લોબલ વિઝનનું જીવંત ઉદાહરણ પૂરું
પાડયું છે. - ગાંધીધામ
વૈશ્વિક પ્રતિભા ઘડવાનું કેન્દ્ર બન્યું : ચેમ્બરના મંત્રી મહેશ તીથાર્ણીએ જણાવ્યું
હતું કે, ચેમ્બરનું ધ્યેય માત્ર જીડીપી નહીં,
પરંતુ જીએચપી-ગ્રોથ, હેપીનેશ અને પ્રાઈડ વધારવાનું
છે. હરવંશનું સન્માન એ સંદેશ આપે છે કે, ગાંધીધામ વૈશ્વિક પ્રતિભાઓને
ઘડવાનું કેન્દ્ર બન્યું છે. - સારો કોચ શિલ્પકાર સમાન, શિષ્ય કાચી માટીનો : દિલ્હી પબ્લિક
સ્કૂલના આચાર્ય ડો. સુબોધ થપલિયાલે સંબોધનમાં
જણાવ્યું હતું કે, સારો કોચ શિલ્પકાર સમાન છે. શિષ્ય
કાચી માટી સમાન. નકુલ અચાયી અને હરવંશની જોડી એ આ બાબતનું જીવંત ઉદાહરણ છે. ડીપીએસના
ચેરમેન શેખર અયાચીનાં માર્ગદર્શન અને ચેમ્બર સાથેના સહયોગ બદલ તેમણે આભારની લાગણી વ્યકત
કરી હતી. - હરવંશની વિશેષતાઓ
: દબાણમાં શાંત રહેવાની ક્ષમતા, ચુસ્ત વિકેટકીપિંગ અને મેચ ફિનિશિંગની કુશળતાએ
હરવંશને આંતરરાષ્ટ્રીય ઓળખ અપાવી છે. કોચ નકુલ અયાચીનાં માર્ગદર્શન તળે કચ્છ રૂરલ ક્રિકેટમાં
આવેલાં પરિવર્તન અને નિ:શુલ્ક કોચિંગ, વીડિયો એનાલિસીસ અને વ્યાવસાયિક
ફિટનેશ સેન્ટર વિગેરે બાબતોનો આ વેળાએ ઉલ્લેખ થયો હતો. કાર્યક્રમમાં ચેમ્બરના મંત્રી જતિન અગ્રવાલ, ખજાનચી કૈલેસ ગોર, પૂર્વ
પ્રમુખ બચુભાઈ આહીર, પારસમલ નાહટા, કારોબારી
સભ્ય રાકેશકુમાર જૈન, નરેન્દ્ર રામાણી, અનિમેષ મોદી, હરીશ માહેશ્વરી, હેમચંદ્ર
યાદવ, રાજીવ ચાવલા, દીપક બજાજ, મહિલા વિંગના કન્વીનર રાખી નાહટા, કો-કન્વીનર મમતા આહુજા,
યૂથ વિંગના કન્વીનર અભિષેક પારેખ, કો-કન્વીનર નીલેશ
અગ્રવાલ વિગેરે હાજર રહ્યા હતા. - આ સન્માન મારા માટે વિશ્વકપ
ટ્રોફી જેટલું જ કિંમતી : ગાંધીધમ, તા. 11 : સન્માનિત ક્રિકેટર હરવંશ પંગાલિયાએ જણાવ્યું હતું કે, આ બહુમાન મારા માટે વર્લ્ડકપ ટ્રોફી જેટલું
જ કિંમતી છે. કચ્છની માટીએ મને ઓળખ આપી છે. હવે મારો ધર્મ છે આ પ્રેમને ભારતીય ટીમની
જર્સીમાં રૂપાંતરિત કરવાનો. તેમની માતા જસપ્રીત કૌરે જણાવ્યું હતું કે, દરેક સફળતા પાછળ પરિવારનો મૌન, ત્યાગ અને સંઘર્ષ હોય
છે. આજે મળતું માન પ્રત્યેક માતા-પિતાને વિશ્વાસ આપે છે કે, સપનાં
નાનાં ગામમાંથી પણ વૈશ્વિક બની શકે છે. કોચ નકુલ અયાચીએ કહ્યંy હતું કે,
હરવંશ માત્ર ખેલાડી નહીં, પણ શિસ્ત, સંસ્કારનું સંયોજન છે. - ગાંધીધામમાં સ્પોર્ટસ હોસ્ટેલ, આધુનિક ક્રિકેટ મેદાનની જરૂરિયાત : ગાંધીધામ, તા. 11 : મહાનગર ગાંધીધામમાં
આધુનિક ક્રિકેટ મેદાન, ટેઈનિંગ
સેન્ટર અને સ્પોર્ટસ હોસ્ટેલ વિકસાવવાની સમયની માંગ છે. ચેમ્બરે ઉદ્યોગોને અપીલ કરી
હતી કે, ખેલપ્રતિભાઓને રોજગાર અને પ્રાયોજન સાથે જોડવામાં આવે
છે. સ્પોટર્સ-ઈન્ડસ્ટ્રીઝ પાર્ટનરશિપ મોડેલ કચ્છમાં સ્થાપિત થવું જોઈએ.