• શુક્રવાર, 26 જુલાઈ, 2024

સામખિયાળી પાસેથી 3.77 લાખની વિદેશી સિગારેટનો જથ્થો જપ્ત

ગાંધીધામ, તા. 9 : સામખિયાળી ટોલપ્લાઝા પાસેથી પોલીસે એક બોલેરોમાંથી ચોરી કે છળકપટથી મેળવાયેલ રૂા. 3,77,000ની શંકાસ્પદ વિદેશી સિગારેટ સાથે શખ્સને પકડી પાડયો હતો. સામખિયાળી ટોલપ્લાઝા પાસે રહેલી પોલીસને કુરિયર સર્વિસના પિકઅપ વાહન નંબર જી.જે.-12-બી.એક્સ.-5567માં વિદેશી સિગારેટનો જથ્થો હોવાની પૂર્વ બાતમી મળી હતી, જેના આધારે પોલીસે વોચ ગોઠવી આ વાહન આવતાં તેને રોકી પાછળના ઠાંઠામાં તલાશી લેવામાં આવી હતી, જેમાં વિદેશી સિગારેટનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો. આ માલ અંગે આધાર-પુરાવા મગાતાં વાહનચાલક ગાંધીધામનો કનૈયાલાલ ઇશ્વરલાલ પ્રજાપતિ આધાર પુરાવા આપી શક્યો ન હતો. ચોરી કે છળકપટથી આ જથ્થો મેળવાયો હોવાનું જાણીને પોલીસે 41-1-ડી કરી હતી. આ વાહનમાંથી એલ. એન્ડ એમ. બ્લુ લેબલના 63, એલ એન્ડ એમ. રેડ લેબલના 10, એસોસના બે, માર્લબોરો પ્રો ફ્રેશના 82, માર્લબોરો ગોલ્ડના 30, ડેવિડોફના 18, કેમલ યેલ્લો 11, સ્ટેટ એક્સપ્રેસ 555ના 49 બોક્સ એમ કુલ રૂા. 3,77,000ની વિદેશી સિગારેટનો જથ્થો હસ્તગત કરવામાં આવ્યો હતો. આ શખ્સે ક્યાંથી જથ્થો મેળવ્યો હતો અને કોને આપવાનો હતો તેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang