ભુજ : મૂળ બેલા (રાપર)ના ધારશીભાઇ ખેતશીંભાઇ શાહ (ઉ.વ. 90) (નિવૃત્ત વિભાગીય હિસાબનીશ-એસ.ટી.
વિભાગ ભુજ) તે સ્વ. લાડુબેન ખેતશીં મહેતાના પુત્ર,
સ્વ. રાજપાર ન્યાલચંદ સંઘવી (માંડવી)ના જમાઇ, સ્વ.
તારામતીબેનના પતિ, સ્વ.
મણિલાલ ખેતશીં મહેતા (ભુજ) અને મંછીબેન શાંતિલાલ કુબડિયા (રાપર)ના ભાઇ, જિતેન્દ્ર (નિત્યાનંદ હોટેલ), સુરેશ (જિનદત્ત),
મહેશ અને પલ્લવીબેન કીર્તિકુમાર દોશીના પિતા, કુસુમબેન
જિતેન્દ્ર શાહ, મીનાબેન સુરેશ શાહ અને કીર્તિકુમાર શાંતિલાલ દોશીના
સસરા, અરવિંદભાઇ, સ્વ. ધીરજભાઇ,
પ્રફુલ્લભાઇ, સ્વ. ભરતભાઇ, પ્રભાબેન બાબરિયા (મુંબઇ), લીલાવંતીબેન મોરબિયા (મુંબઇ),
કમલબેન કોરડિયા (ભુજ), જ્યોતિબેન મહેતા (ભુજ),
સુશીલાબેન ખંડોર (મુંબઇ)ના કાકા, ભૂમિ લીનેશ બાબરિયા
(અમદાવાદ), વત્સલ, જૈનમ, પાર્થ, જીમી, નિધિ, નિશિના દાદા, હેતા વત્સલ શાહ, સ્નેહા
જૈનમ શાહ, પાર્થ સંઘવી (રાજકોટ) અને લીનેશ ભૂપેન્દ્ર બાબરિયા
(માધાપર)ના દાદાજી સસરા, માનસી રાજ દોશીના નાના, સંપદા લીનેશ બાબરિયાના પરનાના તા. 6-6-2026ના અવસાન પામ્યા છે. (પ્રાર્થનાસભા કે લૌકિક વ્યવહાર રાખેલ નથી.)
સંપર્ક જિતેન્દ્ર ધારશી શાહ-98790 80787, સુરેશ શાહ-92651 12559.
ભુજ : મૂળ મંજલ (તા. નખત્રાણા)ના બાયડ રાઘવજી માનસંગ (ઉ.વ. 77) (પીડબલ્યુડી રિટાયર્ડ કર્મચારી)
તે હરબાઇ રાઘવજીના પતિ, સ્વ. જમનાબેન
દાનસંગ, આમરભાઇ રાઠોડ, પાર્વતીબેન હીરજીના
જમાઇ, મોહન, પ્રતાપભાઇના પિતા, બીનાબેન, કલ્પનાબેનના સસરા, એન્જલ,
ભરત, શિવમના દાદા, જાગૃતિબેનના
દાદા સસરા, પરિક્ષિતના પરદાદા, અમેસંગ,
કલ્યાણભાઇ, ગજેન્દ્ર, ભાણજીભાઇ,
જેઠાલાલ અને પ્રવીણના કાકાઇ ભાઇ તા. 6-6-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
સોમવારે 5થી 6 ભુજ દશનામ ગોસ્વામી સમાજવાડી ખાતે.
ભુજ : કુંભાર હાજી આમદ હારૂન (ઉ.વ. 58) તે કુંભાર મ. હારૂન અયુબના
પુત્ર, મ. હુસૈન, મ. આદમ,
ફકીર મામદ અયુબના ભત્રીજા, નૂરમામદ, ઈબ્રાહીમ, રમજુ, ઇસ્માઇલ,
સિધિક, ગુલ મામદ, અઝીઝના
ભાઈ તા. 6-6-2026ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા.8-6-2026ના સોમવારે સવારે 10થી 11 આસાબા પીર
દરગાહ સરપટ ગેટ બહાર કુંભાર ફળિયા ભુજ મધ્યે.
અંજાર : ઔદિચ્ય ઝા.સ. બેનકુંવરબેન પંડયા (ઉ.વ. 84) તે સ્વ. કાંતિલાલ પ્રેમજી પંડ્યા
(ગામોટ)ના પત્ની, ક્રિષ્નાબેન
કાંતિલાલ પંડ્યા (વોંધ), સગુણાબેન નરેન્દ્રભાઈ વેદાંત (નાની ખાખર)ના
માતા, સ્વ. જેંતીલાલભાઈ (સિકંદરાબાદ), સ્વ.
ચંપકલાલભાઈ (માધાપર), સ્વ. સુશીલાબેનના ભાભી, સ્વ. કલ્યાણજી નરભેરામ વ્યાસ (દેવડિયા)ના પુત્રી, સ્વ.
રેવાશંકર, સ્વ. હરિશંકર, સ્વ. જેંતીલાલ,
સ્વ. મોહનલાલ, સ્વ. મુક્તાબેન, સ્વ. જયાબેન, સ્વ. રુક્ષ્મણિબેનના બહેન, સ્વ. ગિરીશભાઈ, સ્વ. યોગેશભાઈ, સ્વ. શૈલેષભાઈ, કનકબેન ભગવાનલાલ જોશી, રમાબેન, સુવર્ણલતાબેન, હેમલતાબેન,
ભારતીબેન, રાજકુમાર, કિશોર,
લક્ષ્મીબેનના કાકી, ભાવેશ, નિખિલ, જેનીશ, ફોરમના નાની તા.
6-6-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 8-6-2026ના સોમવારે સાંજે 5.30થી 6.30 ઔદિચ્ય બ્રહ્મસમાજની વાડી, ટીમ્બીકોઠા, લાયબ્રેરી
ચોક, અંજાર ખાતે.
ગાંધીધામ : ગં.સ્વ. પ્રભાબેન છત્રે (ઉ.વ. 81) તે સ્વ. અમૃતલાલ વેલજીભાઇના
પત્ની, સ્વ. માધવજી માવજી ભાનુના પુત્રી, સ્વ. મહેન્દ્રભાઇ, મુકેશભાઇ, વિનોદભાઇ,
કિરીટભાઇ, કુંદનબેન પ્રફુલકુમાર રાસ્તેના માતા,
ભારતીબેન, હર્ષિદાબેન, પ્રજ્ઞાબેન,
જયનાબેનના સાસુ, સ્વ. હાર્દિક, ગૌતમ, જય, અનુજ, પ્રીત, કિંજલના દાદી, વૈશાલી,
માનસી, હેમાંગના નાની, મીતા
હાર્દિક છત્રેના દાદીસાસુ, પરિક્ષિતના પરદાદી તા. 6-6-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 8-6-2026ના સોમવારે સાંજે 5થી 6 વિશ્વનાથ મહાદેવ મંદિર (ગણેશધામ), રાજહંસ સિનેમાની બાજુમાં, ગુરુકુળ, ગાંધીધામ ખાતે.
માધાપર (તા. ભુજ) : અશોક નાનાલાલ પરમાર (ઉ.વ. 65) (નિવૃત્ત કચ્છમિત્ર) તે સ્વ.
નાનાલાલ તથા ગં. સ્વ. જયાબેન પરમાર (નિવૃત્ત રેલવે)ના પુત્ર, ગૌરવ, સ્વ. તેજસ,
કાજલ અશોક ચૌહાણ, દીપાલી સંજય ચૌહાણના પિતા,
મીનાબેનના પતિ, જ્યોત્સનાબેન ડુડિયા, સ્વ. દીપક પરમારના ભાઈ, બંસરીબેનના જેઠ, સીમા, અશોક ચૌહાણ, સંજય ચૌહાણના
સસરા, રક્ષાના મોટા સસરા, રાઘવ,
રિદ્ધિ, પ્રાચીના દાદા, સ્વ.
ભગવાનજીભાઈ ચૌહાણ (જામનગર) ના જમાઈ, રાજેશભાઈના બનેવી,
ક્રિષ્ના, હેતરાજ, શ્લોક,
માનસી, મનસ્વીના નાના, ધર્મેશ
દીપક પરમાર, આરતી મનોજ ડાભી, પૂજા સંદીપ
સોલંકી, ખુશ્બૂ હિરેન ઝાલાના મોટાબાપુ, વંદનાબેન રાજેશ રાઠોડ, ભદ્રેશ ડુડિયા, નિશા સુભાષ ગર્ગના મામા તા. 6-6-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 8-6-2026ના સોમવારે સાંજે 5થી 6 ઔદિચ્ય બ્રહ્મસમાજ નારાયણ વાડી યક્ષ મંદિર રોડ, કચ્છમિત્ર સર્કલ નજીક માધાપર ખાતે.
હરિપર (તા. ભુજ) : રમેશભાઇ ચનાભાઇ ભરવાડ (બાંભવા) (ઉ.વ. 62) તે કુંવરબેનના પતિ, રાજેશ, મનોજ, જગદીશ, રૂપેશ, નીતાબેનના પિતા,
સોનુબેન, રતીબેન તથા બાબુભાઇના સસરા, પાંચાભાઇ, ચોથાભાઇના મોટા ભાઇ, બિજલ, દિનેશ, તેજાભાઇના કાકા તા.
6-6-2026ના અવસાન પામ્યા છે. પાણીઢોળ
તા. 12-6-2026ના શુક્રવારે હરિપર (તા. ભુજ)
નિવાસસ્થાને.
નાગોર (તા. ભુજ) : મૂળ ઢોરીના વિરમ ભગુભાઇ ગાગલ (ઉ.વ. 35) તે પુનીબેન તથા ભગુભાઇના પુત્ર, રામજી જીવા ગાગલના પૌત્ર, કાનજીભાઇ, ધનજીભાઇ, ભરતભાઇના ભત્રીજા,
મંજુબેનના પતિ, ક્રિષાના પિતા, મહેશ, મોહન, હેતલના ભાઇ,
ગોપાલ ભાણા (નાગોર)ના દોહિત્ર તા. 5-6-2026ના અવસાન પામ્યા છે. બેસણું
નિવાસસ્થાન નાગોર ખાતે.
ભુજોડી (તા. ભુજ) : કરમશીભાઇ મેઘજીભાઇ રબારી (ઉ.વ.36) તે રબારી મેઘજીભાઇ દેવાભાઇ
ભાડકા (રિ. એરફોર્સ કર્મચારી)ના પુત્ર, ભચીબેન મેઘજીભાઇના પુત્ર, સ્વ. મમુભાઇ દેવાભાઇ (ભગત),
સ્વ. રવીભાઇ દેવાભાઇ, વજીબેન સોનાભાઇ (મસુણા)ના
ભત્રીજા, વંકાભાઇ મમુભાઇ, રાયમલભાઇ,
સુજાભાઇ, કાનાભાઇ, હરીભાઇ,
લાછુબેન પાલાભાઇ કાસેલા (વડવાભોપા), નભુબેન લખમીરભાઇ
ખટાણા (ઘોડાલખ), સોનુબેન વિરમભાઇ સાવઘરોયા (કોડકી), લાખુબેન વંકાભાઇ પશુવારા (સણોસરા), મોંઘીબેન ભરતભાઇ સાંબાગ
(મખણા), સીતાબેન કાંયાભાઇ આલ (અંગિયા), જસુબેન લાખાભાઇ ખટાણા (કોડકી), પાલુબેન વંકાભાઇ પશુવારા
(સણોસરા)ના ભાઇ, રોહિત, જય, કરણ, રૂદ્ર, રાઘવ, પાર્થના કાકા, કૃષ્ણ, આરાધ્યાના
પિતા, લીલાબેનના પતિ, રબારી સોનાભાઇ વેરશીભાઇ (મખણા)ના
જમાઇ તા. 5-6-2026ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા નિવાસસ્થાન રબારીવાસ ભુજોડી ખાતે.
બાયઠ (તા. માંડવી) : ગં.સ્વ. કાન્તાબેન સુરૈયા (ઉ.વ.94) તે સ્વ. કેશવજી હંસરાજ સુરૈયાના
પત્ની, સ્વ. દેવજી જેઠાભાઇ સંપટના પુત્રી, ગં.સ્વ. ઉર્મિલાબેન, દિનાબેન, સુશીલાબેન,
જયસિંહ, ભૂપેન્દ્ર, વિજય,
પ્રવીણ, કાજલના માતા, સ્વ.
રમેશભાઇ (લઠેડી), કાંતિભાઇ (દેવીસર), સુનિલભાઇ
(અંજાર), નિલેક્ષભાઇ (માંડવી), મમતા,
અમિતા, કિલ્પા, દક્ષાના સાસુ,
સ્વ. પ્રેમજી, સ્વ. અરુણાબેન ગોકલદાસ, અ.સૌ. ગોદાવરીબેન વિશનજી, સ્વ. વિરમતી (બેબીબેન)ના ભાભી,
સ્વ. ખેતશીભાઇ (મુંબઇ), સ્વ. તારામતીના બેન,
શિવાની મુકુલ, દિપકા, અભય,
સિદ્ધિ, પ્રિયલ, ભાવિકા,
અશ્વિની, હેત, વિધિ,
પવનના દાદી તા. 5-6-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 8-6-2026ના સોમવારે સાંજે 4.30થી 5.30 કલાકે વિષ્ણુ સમાજવાડી બાયઠ
ખાતે.
કરશનપુર/ગઢશીશા (તા. માંડવી) : વિક્રમ નટ (ઉ.વ.23) તે રાજેશ તથા સવિતાબેનના પુત્ર, કાલીદાસ, શૈલેષ,
જ્યોત્સના, સારીખા, ગવરીન
ભાઇ તા. 5-6-2026ના
અવસાન પામ્યા છે.
ગઢશીશા (તા. માંડવી) : આંઠુ રાજબાઇ (ઉ.વ.65) તે ઝવેરભાઇ કચરાના પત્ની, મીનાબેન કાંતિલાલ લોંચા (નથ્થરકુઇ),
પરેશ, મહેશની માતા, ભચીબેન,
રાજબાઇ, મણીબેન, રામજીભાઇ,
હીરજીભાઇના ભાભી, બાબુલાલ, હીરબાઇ (વિથોણ)ના બહેન તા. 5-6-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિક સત્સંગ તા. 10-6-2026ના બુધવારે તેમજ વિધિ તા. 11-6-2026ના ગુરુવારે નિવાસસ્થાને જૂનાવાસ
ગઢશીશા ખાતે.
નાની ભાડઇ (તા. માંડવી) : જાડેજા મનુભા (ભચુભા) ભીમાજી (ઉ.વ.70) તે મહાવીરસિંહના પિતા, છત્રપાલસિંહના દાદા, ઘનશ્યામસિંહ
આસુભાના કાકા, રણજિતસિંહ, બળવંતસિંહ,
કિશોરસિંહ અને હિતેન્દ્રસિંહના પિતરાઇ કાકા તા. 5-6-2026ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા
નિવાસસ્થાને અને સાદડી સમાજવાડી ખાતે.
ગવરીપર (તા. રાપર) : ઝવેરબેન (ઉ.વ. 83) તે સ્વ. કેસરબેન પ્રેમજીભાઈ
પીઠડિયા (ભાભર)ના પુત્રવધૂ, અમરશીભાઈના
પત્ની, અમુલખભાઈ, ગણપતભાઈ, દમુબેનના માતા, સ્વ. સવિતાબેન અમુલખભાઈ, સવિતાબેન ગણપતભાઈ, જગદીશભાઈ સોલંકી (બાવળા)ના સાસુ,
સ્વ. વેલજીભાઈ, હંસરાજભાઈ, લવજીભાઈ, સ્વ. ડાયાલાલભાઈ, ભગવાનજીભાઈ,
ભગવતીબેનના ભાભી, સ્વ. જમનાબેન, દિવાળીબેન, નર્મદાબેન, નિમુબેન, હંસાબેનના
જેઠાણી, સ્વ. ગોકળભાઈ વિભાભાઈ પરમાર (આધોઈ)ના પુત્રી,
સ્વ. જડીબેન, સ્વ. પ્રાગજીભાઈના બહેન, પાર્વતીબેનના નણંદ, દક્ષાબેન, હરેશભાઈ,
સ્વ. મનોજ, દિલીપ, ધારા,
અલ્પા, ચંદ્રિકા, દશરથ,
રોનક ભરતના દાદી, ખુશી, હિતના
પરદાદી, છાયા, ક્રિષ્ના, શાંતિલાલ, અશોકકુમાર, હિરેન,
જિગરના દાદીસાસુ, જિગર, ભૂમિ,
રાહુલના નાની તા. 6-6-2026ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર (મોરિયા) તા. 12-6-2026ના શુક્રવારે નિવાસસ્થાન ગવરીપર
ખાતે.
મુંબઇ (મુલુંડ) : મૂળ કચ્છ-મોથાળાના ગં.સ્વ. રમાબેન (ઉ.વ. 89) તે સ્વ. અમૃતલાલ કાશીરામ રાયમંગ્યાના
પત્ની, સ્વ. રુક્ષ્મણિબેન કાશીરામ વાલજી રાયમંગ્યાના
પુત્રવધૂ, શૈલેશભાઇ, ચંદ્રકાંત,
જાગૃતિબેનના માતા, પૂર્ણિમાબેન, ક્રિષ્ના, રાજેન્દ્રભાઇ કતિરાના સાસુ, સ્વ. ગોવિંદજીભાઇ, સ્વ. દયાલભાઇ, સ્વ. કાંતાબેન, સ્વ. શારદાબેન, સ્વ. મણિબેનના ભાભી, દર્શન, તન્વી
અનુજભાઇ દૈયા, રિદ્ધિ ગિરીશભાઇ પંચાલ, હનિશા
કરણભાઇ કેસરિયાના દાદી, જેસલના દાદીસાસુ, વિનિત, દીપ, પૂજાના નાની,
ગં.સ્વ. મોંગીબેન મૂલજી ગોપાલજી પોપટ (લોડાઇ)ના પુત્રી, સ્વ. ઓધવજીભાઇ, સ્વ. મોહનભાઇ, સ્વ.
મણિબેન, સ્વ. વિજયાબેનના બહેન તા. 5-6-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 7-6-2026ના રવિવારે સાંજે 5.30થી 7 કચ્છી લોહાણા મહાજનવાડી આરઆરટી રોડ મુલુંડ
(વેસ્ટ) ખાતે.
મુલુન્ડ (મુંબઇ) : મૂળ કોટડા રોહાના કલ્યાણજી કોઠારી (ઉ.વ. 83) તે સ્વ. વેલબાઇ હીરજી મોનજી
કોઠારીના પુત્ર, સ્વ. ઇન્દુમતીબેનના પતિ,
જયશ્રી હરેશભાઇ ચંદન, સ્વ. તુષારના પિતા,
સ્વ. દયાલજી (કાકુભા), સ્વ. જેઠમલ (વિઠ્ઠલદાસ),
સ્વ. શામજીભાઇ, સ્વ. રૂક્ષ્મણીબેન પુરુષોતમ ચોથાણી,
સ્વ. ગોદાવરીબેન હંસરાજ ચોથાણીના ભાઇ, સ્વ. શાંતાબેન
(માંડવી)ના જમાઇ તા. 3-6-2026ના
અવસાન પામ્યા છે.