• રવિવાર, 07 જૂન, 2026

સેલારીનાં સરપંચને બીજી વખત હોદા ઉપરથી દૂર કરાયા

રાપર, તા. 6 : ભુતકાળમાં બહુચર્ચિત સેલારીના સરપંચને બીજી વખત સરપંચ પદે સસ્પેન્ડ કરયા  છે. સરપંચ  મહેશભાઈ ધનજીભાઈ ચૌધરીને સરપંચનાં હોદ્દા પરથી દૂર કરતો હુકમ જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ દ્વારા કરવામાં આવ્યો હતો.   સેલારીનાં સરપંચ વિરુદ્ધ રૂપિયા 3,47,00,000 લાખની છેતરપિંડીની ફરિયાદ કાંતિલાલ ભાનુશાલીએ તા.24-4-2022 નાં મુંબઈનાં કલ્યાણ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. જોકે બાદમાં ફરિયાદી દ્વારા ફરિયાદ પરત ખેંચી લીધી હતી. આ બાબત સેલારીનાં ભચુભાઈ ગાવિંદભાઈ રાવરીયાએ સરપંચને પદ પરથી દૂર કરવા અરજી કરી હતી  નાણાકીય છેતરાપિંડીનાં નૈતિક અધ:પતનનાં ગુનામાં આક્ષેપિત અને છેતરાપિંડીની ગુના અંતર્ગત જેલમાં જઈ આવેલા સરપંચને હોદ્દા પર ચાલુ રાખવાથી ગામલોકો અને સમાજમાં તથા ગ્રામ પંચાયતના વહીવટમાં વિપરીત અસર પડી શકે તેમ હોવાનું ડીડીઓએ જણાવ્યું હતું. સેશન્સ કોર્ટમાંથી કેસનો નિકાલ ન આવે ત્યાં સુધી અથવા સરપંચનાં હોદ્દાની મુદત પૂરી ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં. ઉલ્લેખનીય છે કે સરપંચનાં પત્ની હાલમાં જ સેલારી બેઠક પરથી તાલુકા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાયા હતા.  

Panchang

dd