• શનિવાર, 06 જૂન, 2026

અવસાન નોંધ

ભુજ : વડનગરા નાગર મૃદુલાબેન (ઉ.વ. 86) (નિવૃત્ત શિક્ષિકા) તે સ્વ. જયંતભાઇ સુરેન્દ્રરાય અંતાણીના પત્ની, સુજાતા, આશુતોષ, અર્પણ, જ્વલંતના માતા, સ્વ. પુષ્કળબેન તથા પ્રેમિલાબેન સુરેન્દ્રરાય અંતાણીના પુત્રવધૂ, સ્વ. શારદાબેન (ગયણીબેન) વસંતરાય વૈષ્ણવના પુત્રી, સ્વ. પ્રતિભાબેન શશિકાન્ત ઠક્કર, સોહિણીબેન જયેશભાઇ હાથી, વર્ષાબેન યશેષભાઇ ધોળકિયા, ઇલાબેન હર્ષબિન્દુભાઇ વૈષ્ણવ, જયેશભાઇ, સ્વ. અવનીન્દ્રભાઇ, ભૂષણભાઇ, અસિતભાઇના ભાભી, નિશાબેન, અંજનાબેન, સ્વ. પૂર્ણિમાબેનના જેઠાણી, સ્વ. કનકમણિબેન, સ્વ. તરંગિણીબેન વૈષ્ણવના નણંદ, સ્વ. જિતેન્દ્રરાય (જુગલભાઇ), સ્વ. ઇન્દુમતિબેન (અનિલાબેન) મધુકાન્ત વોરા, સ્વ. ગુણસુંદરીબેન કેશવકાન્ત વોરા, ભાસ્કરરાય વૈષ્ણવના બહેન, મુકેશભાઇ સનતભાઇ માંકડ (જામનગર), કુંજલબેન, આનંદીબેન, પૂજાબેનના સાસુ, પ્રાપ્તિબેન ઝલકભાઇ છાયાના નાની, કૃપાબેન, ખુશીબેનના દાદી તા. 4-6-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 6-6-2026ના શનિવારે સાંજે 5.30થી 6.30 હાટકેશ કોમ્પ્લેક્સ, ભુજ ખાતે.

ભુજ : ખત્રી આફરીન અયુબ (વાયોરવાળા) (ઉ.વ. 18) તે ખત્રી હારૂન, ખત્રી ફારૂકના ભત્રીજી તા. 5-6-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 8-6-2026ના સોમવારે સવારે 11થી 12 ખત્રી જમાતખાના, ભુજ ખાતે.

ભુજ : મારૂ કંસારા સોની જ્ઞાતિના ગં.સ્વ. સુશીલાબેન ધીરજલાલ બુદ્ધભટ્ટી સોની (ઉ.વ. 83) તે શૈલેશ, ભારતી, સ્વ. હીના, દીપા, રીના, નિશા અને અવનીના માતા, સ્વ. ભચીબેન મનજી માધવજીના પુત્રવધૂ, સ્વ. વિજયાબેન મૂળજી બારમેડા (રાયપુર)ના પુત્રી, સ્વ. રસિકલાલ, પરસોત્તમભાઈ, સ્વ. ઝવેરબેન, સ્વ. કાંતાબેન, મંગળાબેન, સ્વ. વનિતાબેનના બહેન, તરુલતાબેન, સ્વ. તુષારભાઈ, દિનેશભાઈ, પ્રશાંતભાઈ અને રિતેશભાઇ ઠક્કરના સાસુ, સ્વ. દયારામ મનજીના નાના ભાઈના પત્ની, સ્વ. પ્રાણલાલ મનજી, સ્વ. સાવિત્રીબેન, સ્વ. વિમળાબેન, ઇન્દુબેન, લીલાવતીબેનના ભાભી, કિંજલના દાદીજી, શનવના પરદાદી, ચિરંજિત, માણેક, પિંકી, ઋત્વી, કુશલ, ક્રીષિ, હર્ષિવના નાની, સ્વ. ગુણવંતીબેનના દેરાણી, જનકબેનના જેઠાણી, વિજય, વિમલ, જતિન, સ્વ. સંજય, ઈલા, છાયા, ખ્યાતિ, અંજના, ભ્રાંતિ, ભાવિનીના કાકી, હર્ષલ, મિનલ, નિશિત, પરમ, દેવાંગી, ઉર્વાના દાદી તા. 4-5-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 6-6-2026ના શનિવારે સાંજે 5થી 6 બેપ્સ પ્રાર્થના હોલ, નિર્મલાસિંહની વાડી, ભુજ ખાતે.

ભુજ : અમીનાબાઇ ઇસ્માઇલ મેમણ (ઉ.વ. 70) તે મ. જુસબ ઇસ્માઇલ મેમણ, ઝકરિયા ઇસ્માઇલ મેમણ, સુલેમાન ઇબ્રાહિમ મેમણ, મેમણ રાભિયાબેન ઇસ્માઇલ, મેમણ જેનબબેન ગફુર, મેમણ સકીનાબેન અબ્દુલા પટેલ (મુંબઇ)ના બહેન, મોહમદરફીક સુલેમાન મેમણ (મનાળી), મેમણ મહેમૂદ સુલેમાન (જિંદાલ સો પાઇપવાળા), મેમણ ઝરીના અઝીઝ પટેલ, મેમણ મુમતાઝ સલીમ, મેમણ ફરીદા આરીફ, લોહાર હફીઝા ઇબ્રાહિમના ફઇ તા. 4-6-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 6-6-2026ના શનિવારે સવારે 10થી 11 (ભાઇઓ-બહેનોનું) કચ્છી મેમણ જમાતખાના, ભીડ, ભુજ ખાતે.

આદિપુર : ગં.સ્વ. જયાબેન પંચાલ (ઉમરાણિયા) (ઉ.વ. 72) તે સ્વ. કનૈયાલાલ અંબાલાલ ઉમરાણિયાના પત્ની, સ્વ. તારાબેન દેવકરણ પિત્રોડાના પુત્રી, સ્વ. ગૌરીબેન રમણીકભાઇ ઉમરાણિયાના દેરાણી, સ્વ. હિનાબેન, જિતેન્દ્રભાઈ, દિનાબેનના માતા, ક્રિષ્નાબેન અને ભરતભાઈ આથાના સાસુ, પ્રકાશભાઈ અને ગીતાબેનના કાકી, નંદુબેનના કાકીજી સાસુ, અનિશા, શ્રેષ્ઠ, રેયાંશ (રાધે)ના નાની, સાગર પિત્રોડાના નાનીજી સાસુ, તૃપ્તિ, જાનવી, હર્ષ, ભાવિન, અસ્મિતાના દાદી, કરણ પઢારિયા અને નેહલ સમેરવાલના દાદીજી સાસુ તા. 4-6-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 6-6-2026ના શનિવારે સાંજે 5થી 6 ઝૂલેલાલ મંદિર, 9 વાળી, આદિપુર ખાતે.

આદિપુર : વીનાબેન જયસિંઘાણી (ઉ.વ. 59) તે સુંદરદાસ લધારામના પત્ની, સંજય, કશિશ, રીચાના માતા, સંજય પમનાની (જતિન મોટર્સ-ગાંધીધામ), કુનાલ જ્ઞાનચંદાણી (સુરત)ના સાસુ તા. 5-6-2026ના અવસાન પામ્યા છે. અંતિમયાત્રા તા. 6-6-2026 ને શનિવારે સવારે 10.30 કલાકે નિવાસસ્થાન ટીઆરએસ-149, વોર્ડ 4/, આદિપુર ખાતેથી નીકળી આદિપુર સ્મશાનગૃહે જશે.

અંજાર : મૂળ સંઘડના રૂપારેલ મંગળાબેન (ઉ.વ. 73) તે સ્વ. દમયંતીબેન (ડાઈબેન) નરશીભાઈ રૂપારેલના પુત્રવધૂ, મોહનલાલભાઈના પત્ની, વિશાલભાઈના માતા, વસુમતીબેન, વનિતાબેન, દક્ષાબેન, હરીશભાઈ, સ્વ. અશ્વિનભાઈના ભાભી, સ્વ. મણિલાલભાઈ મકનજીભાઈના ભત્રીજા વહુ, સ્વ. કંકુબેન તુલસીદાસ માણેક (દુધઈવાળા)ના પુત્રી, સ્વ. હરિલાલભાઈ (માધાપર), રામજીભાઈ (અંજાર), સ્વ. અમૃતબેન (નડિયાદ), ગં.સ્વ. ધનગૌરી (કુકમા)ના બહેન, સ્વ. કરસનદાસ ઉમરશી, સ્વ. કરમશી ઉમરશી, સ્વ. ગાવિંદજી રતનશીના ભત્રીજી તા. 3-6-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 7-6-2026ના રવિવારે સાંજે 5થી 6 ભાટિયા મહાજનવાડી, ટાઉનહોલ પાસે, અંજાર ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

અંજાર : હાલે અમદાવાદ અશોકભાઈ પરમાર (ઉ.વ. 73) તે સ્વ. મુકતાબેનના પતિ, સ્વ. દમયંતીબેન નારાયણભાઇના પુત્ર, સ્વ. દયાબેન નાનાલાલ પીઠડિયાના જમાઇ, શિરીષભાઇ, રાજેશભાઇ, સ્વ. હંસાબેન, સ્વ. કોકીલાબેન, સ્વ. ભારતીબેન, નીતાબેનના ભાઇ, મધુબેન, કામિનીબેનના જેઠ, સ્વ. શરદકુમાર, સ્વ. હિમ્મતલાલ, કાંતિલાલના સાળા, કમલેશ, ગૌરાંગના પિતા, પ્રીતિબેન, મયૂરીબેનના સસરા, દેવાંશી, દેવશ્રી, વિદિતા, કામેશ, ધ્રુવલના મોટાબાપા, નીલેશ, નીરવ, પંકજના મોટા સસરા, પાર્થ, નિમિત્તના દાદા તા. 3-6-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 7-6-2026ના રવિવારે સાંજે 4.30થી 5.30 મચ્છુ કઠિયા સઇ સુતાર જ્ઞાતિ, જન્મોત્રી સોસાયટી, અંજાર ખાતે.

માંડવી : મહેતા અનિલકુમાર (ઉ.વ. 67) (ખીમજી રામદાસ ટ્રસ્ટ) તે સ્વ. રંજનબેન રસિકલાલ મહેતા (માંડલીઆ જ્ઞાતિ)ના પુત્ર, આશાબેનના પતિ, ઉત્સવ, ખુશ્બૂના પિતા, ચિંતન ગુલાબભાઈ માલવિયાના સસરા, સ્વયમ, ધ્યાનીના નાના, કિરીટભાઈ, સ્વ. કિશોરભાઈ, પ્રેમિલાબેન, ગ.સ્વ. કોકિલાબેન, સ્વ. ધીરજબેન, સ્વ. રમીલાબેનના ભાઈ, રાહુલ, ડોલી, મેહુલ, ચિરાગના કાકા, કિરણબેન, ગં.સ્વ. ગીતાબેનના દિયર, નગિનદાસ મોહનલાલ કલ્યાણી (રાજકોટ)ના જમાઈ, મનીષ નગિનદાસ કલ્યાણી (રાજકોટ)ના બનેવી તા. 4-6-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 6-6-2026ના શનિવારે સાંજે 5થી 6 સાગરવાડી, માંડલીઆ શેરી પાસે, માંડવી ખાતે.

કેરા (તા. ભુજ) : હાલે નૈરોબી (કેન્યા) જેઠાલાલ વેલજી નાથા હાલાઈ (ઉ.વ. 80) તે સ્વ. જશુબેનના પતિ, માવજીભાઈ, લખુભાઈ, પ્રેમબાઈ, રતનબેનના ભાઈ, હરીશ શિવજી હીરાણીના માસા તા. 4-6-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 8-6-2026ના સોમવારે સવારે 7થી 8 ભાઇઓ માટે સ્વામિનારાયણ મંદિર (ભાઇઓનું) અને બહેનો માટે સ્વામિનારાયણ મંદિર (બહેનોનું), કેરા ખાતે.

નાગોર (તા. ભુજ) : આરતીબેન પ્રભુલાલ હડિયા (ઉ.વ. 36) તે મણિબેન સામજીભાઇ હડિયાના પુત્રવધૂ, જમનાબેન મનસુખભાઇ ચોટારાના પુત્રી, રેખાબેન તથા નવીનભાઇ હડિયાના ભાભી, શિવમ, યશના માતા તા. 5-6-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 8-6-2026ના સોમવારે સવારે 10થી 11 ગુર્જર ક્ષત્રિય સમાજવાડી, બસ સ્ટેશન પાસે, નાગોર ખાતે.

કોટડા આથમણા (તા. ભુજ) : ચુઇયા વિનય હરશી મહેશ્વરી (ઉ.વ. 27) તે નિખિલ, વર્ધમાન, હેતલ દિનેશ લાખિયા (કોડાય), નિશાબેનના ભાઇ, પુરબાઇ શિવજીના પૌત્ર, દેવજી બાપુ (મહંત લહેરી હનુમાનજી), લધુભા, ગાંગજીભાઇના ભત્રીજા, ક્રિષ્ના, સરસ્વતી, પ્રેમ અને ભક્તિના કાકા તા. 2-6-2026ના અવસાન પામ્યા છે. સાદડી કૈલાશનગર હનુમાન મંદિર પાસે.

નાના રેહા (તા. ભુજ) : મહેશ્વરી પચાણ કેશા (ઉ.વ. 74) તે કાનબાઇબેનના પતિ, મગનભાઇ, નરશીભાઇ, માલશીભાઇ, મંજુલાબેનના પિતા તા. 31-5-2026ના અવસાન પામ્યા છે.

ગળપાદર (ગાંધીધામ) : મૂળ ચંદિયાના ધીરજલાલ વેલજીભાઇ ચાવડા તે સ્વ. વેલજીભાઇ રત્નાભાઇ ચાવડા અને સ્વ. પ્રેમુબેનના પુત્રભારતીબેનના પતિ, શિવલાલભાઇ, સ્વ. બલરામભાઇ, સ્વ. લીલાધરભાઇ, ગં.સ્વ. દમયંતીબેનના ભાઇ, મધુબેન, ગં.સ્વ. કરુણાબેનના દિયર, ગં.સ્વ. પારૂલબેનના જેઠ, સ્વ. વીરજીભાઇ ચૌહાણના સાળા, કેતન અને જીનલના પિતા, રિદ્ધિબેન અને અંકિતભાઈ ટાંકના સસરા, સાર્થકના નાના, પ્રકાશ, મનોજ, નિખિલ, ડિમ્પલ, ગુંજન, નયના, મીના, બંસરી, માધવીના કાકા, પ્રિન્સ, અશ્વિનના મોટાબાપા, ગં.સ્વ. ત્રિવેણીબેન પરસોત્તમભાઇ ટાંકના જમાઈ, પંકજભાઈ ટાંક, અજયભાઈ ટાંક, વિપુલભાઈ ટાંક, સ્વ. મનીષાબેનના બનેવીરમણીકભાઈ પોપટભાઈ ટાંક અને હરિભાઈ મંડાણભાઈ રાઠોડના વેવાઈ તા. 5-6-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 8-6-2026ના સોમવારે સાંજે 5.30થી 6.30 ક.ગુ.ક્ષ. નૂતન સમાજ, ગળપાદર ખાતે.

ખંભરા (તા.અંજાર) : લાછુબેન ખોખર (ઉ વ. 85) તે સ્વ. ખેતાભાઈ વેરશી ખોખરના પત્ની, ખીમજીભાઈ, બાલાભાઈ, જીવરાજભાઈ, ભચીબેન ઉમર સંજોટ (ધ્રંગ), જખીબેન રવજી ભદ્રુ (ભુજ)ના માતા, કેશાભાઈ વેરશી, આશાભાઈ નથુ, વેલજીભાઈ હમીર, ખીમજીભાઈ વરજાંગ, હરજીભાઈ કાંયા, બાબુલાલ જખુ ખોખર, ધનીબેન ખેંગાર બુચિયાના ભાભી, સ્વ. દેવજીભાઈ જખુભાઇ મંગરિયા (ભુજોડી)ના બહેન, નરેશભાઈ દેવજી, ગોપાલભાઈ દેવજી (ભુજોડી), જશોદાબેન, કમીબેન, પ્રેમિલાબેનના ફઈ, જમુબેન કરશન, ધનજી, પાલીબેન શિવજી મણોઢિયા (કંઢેરાઈ), રામુબેન રાજેશ બુચિયા (અંજાર)ના મોટીમા, લક્ષ્મીબેન રાજેશ ગુડાર (જાંબુડી), રેખાબેન રમેશ લોંચા (અંજાર), મુકેશ કરસન, લાલજી કરસન, રીનાબેન નાનજી બુચિયા (વડવા કાંયા), અશોક ખીમજી, હેતલ ખીમજી, વિવેક જીવરાજ, ભાવિન જીવરાજ, સ્વ. રોહિતના દાદીમા, રમીલાબેન આલા જેપાર (ખંભરા)પ્રેમજી, નિરેન, હિતેશ, મિત્તલ, સંગીતા, કંચન, કોમલ, અંકિતના નાની, ભાનુબેન, કાનુબેન, લતાબેનના સાસુ તા. 05-06-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિક ક્રિયા તા. 12-06-2026 શુક્રવારે સાંજે આગરી અને તા. 13-06-2026 શનિવારે સવારે ઘડાઢોળ પાણી નિવાસસ્થાને ખંભરા ખાતે.

વડવા કાંયાજી (તા. નખત્રાણા) : પ્રાગજી હમીરજી રાઠોડ (ઉ.વ. 81) તે સ્વ. રાઠોડ જીલુભા હમીરજી, રાઠોડ રાસુભા હમીરજી, સ્વ. વખતુબા જીતુભા જાડેજા (ગઢશીશા), જીકુબા સુજાજી જાડેજા (ગઢશીશા), સ્વ. ચતુરબા ભગવાનજી જાડેજા (નાની મઉં), સ્વ. નાનાબા રવાજી જાડેજા (નાની મઉં), સ્વ. લાડુબા ભગુભા જાડેજા (ગુનેરી), દોલતબા દીપસંગજી જાડેજા (વડવા કાંયાજી), સ્વ. સૂરજબા ગોવિંદજી જાડેજા (માનકૂવા)ના ભાઇ, સ્વ. મુરુભા કેશરીસિંહ રાઠોડ, જોરાવરસિંહ કેશરીસિંહ રાઠોડ, સ્વ. ધીરુભા કેશરીસિંહ, સ્વ. કલ્યાણસિંહ મદારસિંહ રાઠોડ, સ્વ. પ્રતાપસિંહ મદારસિંહ રાઠોડ, પ્રેમસિંહ મદારસિંહ રાઠોડ, દિલાવરસિંહ મદારસિંહ, ભગવતસિંહ મદારસિંહ રાઠોડના ભત્રીજા, વાઘેલા રતનજી ગેલાજી (ચખલા-સાણંદ)ના જમાઇ, વાઘેલા મોહનસિંહ રતનજીના બનેવી, સ્વ. નરસિંહ નારાણજી જાડેજા, ભોજરાજજી નારાણજી જાડેજા (હિંગરિયા)ના ભાણેજ, વાઘેલા પ્રવીણસિંહ ખાનજી (જમણપુર)ના સસરા, સ્વ. અમ્રતબા લક્ષ્મણસિંહ સોઢાના કાકા, ધરમબા, ધ્રુપતબા, હર્ષાબા, અંજુબા, દશરથસિંહ, અજયસિંહના મોટાબાપુ, દિલીપસિંહ, મયાબાના પિતા તા. 4-6-2026ના અવસાન પામ્યા છે. બેસણું રાજપૂત ક્ષત્રિય સમાજવાડી, વડવા કાંયાજી ખાતે. પ્રાર્થનાસભા તા. 9-6-2026ના મંગળવારે સાંજે 4થી 6.

લક્ષ્મીપર-તરા (તા. નખત્રાણા) : નાકરાણી નાનજીભાઈ (નરેન્દ્ર) મનજીભાઇ (ઉ.વ. 54) તે કમળાબેનના પતિ, હેમંગભાઈ, મીરલબેનના પિતા, ધનસુખભાઈ, નરશીભાઈ (બેંગ્લોર), સ્વ. હંસાબેન (જિયાપર), ગંગાબેન (આણંદપર), પાર્વતીબેન (વિથોણ)ના ભાઈ, બાબુભાઇ પ્રેમજીભાઈ માવાણી (દેશલપર-વાંઢાય)ના જમાઈ તા. 5-6-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 6-6-2026ના શનિવારે સવારે 8થી 11 અને બપોરે 3થી 5 લક્ષ્મીનારાયણ પાટીદાર સમાજવાડી, લક્ષ્મીપર (તરા) ખાતે.

નલિયા  (તા. અબડાસા) : ધીરજબા મુરુભા જાડેજા (ઉ.વ. 90) તે સ્વ. મુરુભા જગતાજી જાડેજાના પત્ની, ગજેન્દ્રાસિંહ મુરુભા (પી.એસ.આઇ. જામનગર), જગદીશાસિંહ મુરુભા જાડેજા (ભારત ઈલેક્ટ્રોનિક- ભારત ગ્રુપ)ના માતા, સ્વ. જીવણજી જીબાવા જાડેજા (વી.એલ. હાઈસ્કૂલ)ના કાકી, દિલીપાસિંહ કેસરજી, મહિપતાસિંહ કેસરજી જાડેજાના ભાભી, હકુમતાસિંહ ડી. જાડેજા (કે.ડી.સી.સી. બેંક), ચેતનાસિંહ (ચેતન ઈલેટ્રિકલ)ના ભાભુ, સૂર્યજિતાસિંહ, ચન્દ્રદીપાસિંહ, હરવિજયાસિંહ, જયદીપાસિંહ, દેવદીપાસિંહ, ઉદયરાજાસિંહના દાદી તા. 4-6-2026ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 15-6-2026ના સોમવારે અને બેસણું મહેરવાણી દરબાર ગઢ, નલિયા ખાતે.

ડોમ્બવલી (મુંબઇ) : મૂળ જખૌ (કચ્છ)ના ભાવેશભાઈ રવિશંકર જોષી (લચ્છા) (ઉ.વ. 58)  તે સ્વ. શકુંતલાબેન તથા સ્વ. રવિશંકર મૂલજી લચ્છાના પુત્ર, પૂનમબેનના પતિ, જયેશ રવિશંકર જોષી (કાર્યાધ્યક્ષ, ભાજપ-વેપારી સેલ, મુંબઈ), સ્વ. રાજેશ રવિશંકર લચ્છાના મોટા ભાઈ, સ્વ. જોષી શંભુલાલ માધવજી રત્નેશ્વર (કચ્છ-મંજલ-મગવાણા)ના જમાઈ, પંકજ શંભુલાલ, જયેશ શંભુલાલ, પરેશ શંભુલાલના બનેવી તા. 3-6-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા રાખી નથી. (લૌકિક વ્યવહાર બંધ છે.) 

Panchang

dd