• રવિવાર, 07 જૂન, 2026

ગર્વ હૈ...અદાણી સ્પોર્ટસલાઈનની પહેલ પ્રજ્ઞાનાનંદ માટે મહત્ત્વપૂર્ણ બની

અમદાવાદ, તા. 6 : અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ પ્રજ્ઞાનાનંદને નોર્વે ચેસ જીતનાર પ્રથમ ભારતીય બનવા બદલ અભિનંદન પાઠવતા તેમણે પ્રજ્ઞાનાનંદની આ સિદ્ધિને ચેસની દુનિયામાં સહનશીલતા, બુદ્ધિ અને સ્વભાવની અંતિમ કસોટીઓમાંની એક ગણાવી હતી. પ્રજ્ઞાનાનંદની ચેસની કારકિર્દીની યાત્રા અને તેના અસાધારણ કમિટમેન્ટને શરૂઆતમાં જ પારખનારા શ્રી અદાણીએ અદાણી સ્પોર્ટ્સલાઇનના `ગર્વ હૈ`ની પહેલ દ્વારા તેમને સહાયકની ભૂમિકાના રુપમાં સમર્થન આપતા નોંધ્યું હતું કે રમતના સૌથી ભવ્ય તબક્કામાંના એક પર વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીઓને પરાજીત કરવા એ એક નોંધપાત્ર સિદ્ધિ છે. તેમણે યુવાન ગ્રાન્ડમાસ્ટરના નિર્ભય, રમત કેન્દ્રીય અભિગમની પ્રશંસા કરી હતી. અદાણી એન્ટરપ્રાઇઝ લિ.ના ના ડિરેક્ટર પ્રણવ અદાણીએ જણાવ્યું હતું કે: વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાંની એક, નોર્વે ચેસ જીતનાર પ્રથમ ભારતીય બનવાની પ્રજ્ઞાનંદની સિદ્ધિ ભારતીય ચેસ અને ભારતીય રમત માટે ગર્વની ક્ષણ છે. ઓસ્લોમાં તેમણે જે કંઈ સિદ્ધિ હાંસલ કરી છે તેનું અમને ખૂબ ગૌરવ છે. પ્રણવ અદાણીએ વધુમાં કહ્યું કે તેઓ ભારતીય ચેસ અને ભારતીય રમતગમતના ક્ષેત્રમાં મોટી છલાંગ ભરવાની દીશામાં આગળ વધશે અને તેમની યાત્રા દેશભરના અસંખ્ય યુવા-યુવતીઓને ચેસ રમવા અને આત્મવિશ્વાસ સાથે તેમના સપનાઓને આગળ વધારવા માટે પ્રેરણા આપશે. તેમણે પ્રજ્ઞાનાનંદ આવનારા વર્ષોમાં સતત પ્રાપ્ત કરે તેવી શુભેચ્છા પાઠવી છે.  

Panchang

dd