• રવિવાર, 07 જૂન, 2026

નોર્વેમાં પણ `પ્રજ્ઞા'નો પરચમ લહેરાયો

અમદાવાદ, તા. 6 : યુવા ભારતીય ચેસ પ્રતિભા પ્રજ્ઞાનાનંદે ઓસ્લોમાં શાનદાર પ્રદર્શન બાદ નોર્વે ચેસ સ્પર્ધામાં પ્રથમ ભારતીય ચેમ્પિયન બનીને ઇતિહાસ રચ્યો છે. પ્રજ્ઞાનાનંદને અદાણી સ્પોર્ટ્સલાઈન દ્વારા તેની  `ગર્વ હૈ' પહેલ દ્વારા પ્રેરક ટેકો આપવામાં આવ્યો છે. આ પહેલ મારફત નાણાકીય સહાય, આંતરરાષ્ટ્રીય એક્સપોઝર અને માળખાંગત માર્ગદર્શન દ્વારા ભારતની આગામી પેઢીના રમતગમત ચેમ્પિયનને પોષે છે. 20 વર્ષીય આ ગ્રાન્ડ માસ્ટરે વિશ્વના નંબર-1 મેગ્નસ કાર્લસન, વર્તમાન વિશ્વ ચેમ્પિયન ગુકેશ ડી., અલીરેઝા ફિરોઝા, વેસ્લી સો અને વિન્સેન્ટ કીમરની હરોળથી આગળ રહીને અંતિમ સ્થાન મેળવ્યું છે. આ દરમિયાન, તેણે કાર્લસનને બે વાર પરાજીત કર્યા છે અને ગુકેશ પર એક મહત્ત્વપૂર્ણ ક્લાસિકલ વિજય મેળવી ચેસની સૌથી પ્રખ્યાત ટ્રોફી જીતનાર પ્રથમ ભારતીય બન્યા છે.  ટાઇટલ માટેની દાવેદારીમાં અંતિમ રાઉન્ડમાં પ્રવેશતા પ્રજ્ઞાનાનંદે આર્માગેડન ટાઈબ્રેકમાં જીત મેળવતાં પહેલા સાથી ભારતીય ગ્રાન્ડ માસ્ટર અર્જુન એરિગાઈસીને ડ્રો પર અટકાવવાનાં કારણે અન્ય પરિણામો સાથે મળીને સ્ટેન્ડિંગમાં ટોચ પર પોતાનું સ્થાન સુરક્ષિત કરીને ભારતીય ચેસ માટે એક સીમાચિહ્નરૂપ વિજય હાંસલ કર્યો છે.  2013માં શરૂ થયેલી નોર્વે ચેસ ટૂર્નામેન્ટની ગણના આંતરરાષ્ટ્રીય ચેસ કેલેન્ડર પર સૌથી મજબૂત અને સૌથી પ્રતિષ્ઠિત ઇવેન્ટ્સમાંની એક તરીકે થાય છે. ભારતનો સમૃદ્ધ ચેસ વારસો અને વર્ષોથી અનેક અગ્રણી ભારતીય ગ્રાન્ડ માસ્ટરોની ભાગીદારી હોવા છતાં પાંચ વખતના વિશ્વ ચેમ્પિયન વિશ્વનાથન આનંદ કે વર્તમાન વિશ્વ ચેમ્પિયન ગુકેશ ડી. બંનેમાંથી કોઈએ અગાઉ આ ખિતાબ જીત્યો નથી તે સંદર્ભમાં પ્રજ્ઞાનાનંદની સિદ્ધિ નોંધપાત્ર બની રહી છે. ભારતીય ચેસના એક નોંધપાત્ર તબક્કા વચ્ચે તેમણે જ્વલંત વિજય મેળવ્યો છે. ગ્રાન્ડ માસ્ટર્સની એક નવી પેઢી વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીઓને સૌથી મોટા સ્ટેજ પર પડકાર ફેંકી રહી છે અને હરાવી રહી છે. ખાસ કરીને કાર્લસન સામેનો તેમનો વિજય નોંધપાત્ર હતો. આ સાથે પ્રજ્ઞાનાનંદ એક જ ટૂર્નામેન્ટમાં બે વાર નોર્વેજિયન ખેલાડીને હરાવનારા ખેલાડીઓના એક ઉચ્ચ જૂથમાં જોડાયો છે અને પાંચ વખતના વિશ્વ ચેમ્પિયન પર ત્રણ ક્લાસિકલ જીત નોંધાવનારા જૂજ ખેલાડીઓમાંનો એક બન્યો છે. 

Panchang

dd