• મંગળવાર, 02 જૂન, 2026

અવસાન નોંધ

અંજાર : મૂળ ભીમાસર ભુટકિયાના ગં.સ્વ. શાંતાબેન સચદે (ઉ.વ. 72) તે સ્વ. પ્રભુલાલ ઝવેરભાઇ સચદેના પત્ની, સ્વ. શાંતાબેન ઝવેરભાઇ સચદેના પુત્રવધૂ, સ્વ. સાકરબેન તલકશીભાઇ રામાણીના પુત્રી, ભાવનાબેન જિતેન્દ્રકુમાર ભીંડે, હંસાબેન રાજેશકુમાર મિરાણી, આરતીબેન હિતેષકુમાર અનમ, સંજયભાઇ, ધવલભાઇના માતા, રાજ, મીત, જિજ્ઞેશ, ભવ્ય, વિધિના નાની, જીતુબેન મણિલાલ હાલાણી, મધુબેન દિલીપભાઇ મિરાણી, જ્યોતિબેન ગિરીશભાઇ મિરાણી, રમીલાબેન શાંતિલાલ કાથરાણીના ભાભી, સ્વ. દયાળજીભાઇ, સ્વ. લાલજીભાઇના ભત્રીજી, સ્વ. જશોદાબેન નરભેરામ રાજદે (ભચાઉ), સ્વ. કાંતાબેન તુલસીદાસ સચદે, ગં.સ્વ. મણિબેન મગનલાલ સોમેશ્વર (અંજાર), સ્વ. હરિલાલ રામાણી, સ્વ. કાંતિલાલ રામાણી, સ્વ. જયંતીલાલ રામાણી, સ્વ. સાકરચંદ રામાણી, સ્વ. તુરષાબેન ખેતશીભાઇ સોમેશ્વર, કાશીબેન મંગલજી રાછના બહેન તા. 1-6-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 3-6-2026ના બુધવારે સાંજે 5થી 6 લોહાણા મહાજનવાડી, સવાસર નાકા, અંજાર ખાતે.

અંજાર : બાયડ સોનબાઇ હાજી રમજાન (ઉ.વ. 95) તે મ. બાયડ હાજી રમજાન અલીમામદના પત્ની, હાજી સુલેમાન, ઉમર, અબ્દુલ (અભુભાઇ), ગની, અનવર, હાજી કાસમના માતા, મ. બાયડ હુશેન અલીમામદ (પટેલ), બાયડ આમર (ભુજ)ના ભાભી તા. 31-5-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 3-6-2026ના સવારે 10થી 11 ભાઇઓ માટે હાજીપીર મસ્જિદ તથા બહેનો માટે નિવાસસ્થાને.

માંડવી : મૂળ બાંભડાઇના અમજીબા ચાંદુભા જાડેજા (ઉ.વ. 73) તે ચાંદુભા કારૂભાના પત્ની, ભીખુભા, જયેન્દ્રસિંહ, લીલાબા બાલુભા જેઠવા, જનકબા વિરમજી સોઢા (ગેલડા)ના માતા, પ્રવીણસિંહ વેલુભા, ભીખુભા કાનજી, રાજેન્દ્રસિંહ માલાજી, સતુભા નાનુભા, મહિપતસિંહ સંગ્રામજીના કાકી, યુવરાજસિંહ, મીતરાજસિંહ, સુરેન્દ્રસિંહના દાદી, રાજદીપસિંહ, ગુલાબસિંહના ફઇ, હમીરજી વેસલજી ચૂડાસમાના બહેન તા. 1-6-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 4-6-2026ના ગુરુવારે સાંજે 5થી 6 રામેશ્વર વાડી, ખારવા સમાજ, માંડવી ખાતે.

મુંદરા : મૂળ જાફરાબાદના ફાતમાબેન નાયાભાઇ ભરચ (ઉ.વ. 86) તે ઇલયાસ, હુશેનભાઇ, હનીફભાઇ, મ. મોહમદભાઇ, હમીદાબેન, બિલ્કીશબેન, સરીફાબેનના માતા, મ. નાયાભાઇના પત્ની, કાસમભાઇ, મ. સરીફાબાઇ, બસીરભાઇ, અખતરબેનના મોટીમા, જેતુનબેન, નજમાબેન, રૂબિનાબેન, હસીનાબેનના સાસુ તા. 1-6-2026ના અવસાન પામ્યાછે. વાયેઝ-જિયારત તા. 3-6-2026ના બુધવારે જાફરાબાદ ખાતે.

માધાપર (તા. ભુજ) : ભગવતીબેન વેલજીભાઈ રાયકુંડલ (ઉ.વ. 88) તે સ્વ. વેલજીભાઈ કેશવજીભાઈ રાયકુંડલના પત્ની, સ્વ. કેશવજી ધનજી રાયકુંડલના પુત્રવધૂ, સ્વ. વલમજીભાઈ હેમરાજભાઈના પુત્રી, સ્વ. મૂલજીભાઈના બહેન, સ્વ. ભાણાબેનના નણંદ, પ્રદીપભાઈ, પ્રતાપભાઈ, દમયંતીબેન શંભુલલાલ ભગદે, કસ્તૂરબેન કલ્યાણજીભાઈ દાવડા, હેમાબેન ચંદ્રકાંતભાઈ દાવડાના માતા, સ્વ. શંભુલાલ ભગદે, કલ્યાણજીભાઈ દાવડા, ચંદ્રકાંતભાઈ દાવડા, સ્વ. જશવંતીબેન, જિજ્ઞાબેનના સાસુસ્વ. મણિલાલ, સ્વ. ચંદુલાલ, સ્વ. કાંતિલાલ, ગં.સ્વ. કંકુબેન ખટાઉભાઈ, ગં.સ્વ. બાલાબેન શાંતિલાલભાઈના ભાભી, સ્વ. ભાચીબેન, ગં.સ્વ. મંજુલાબેન, ગં.સ્વ. ભાગેરતીબેનના જેઠાણી, હેતલ, જીત, યશના દાદી, ઉદયભાઈ ઠક્કર, પૂજાબેન, વૈશાલીબેનના દાદીસાસુ, રેખા, કપિલ, કૌશિક, કરૂણા, હિતેશ, રીટા, નીલમ, હિરેન, કરિશ્મા, કૌશલ્યા, કીર્તનના નાની, ક્રિષ્નવી, નીતિ, શિવાંશ, દર્શન, જયના પરદાદી તા. 1-6-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 3-6-2026ના બુધવારે સાંજે 5થી 6 યક્ષ મંદિર હોલ, માધાપર ખાતે.

દહીંસરા (તા. ભુજ) : અનસૂયાબેન અરવિંદભાઇ વ્યાસ (ઉ.વ. 78) તે હિનાબેન રાજેન્દ્ર જોષી, હિતેષ, નીરજના માતા, જાગૃતિબેન વ્યાસના સાસુ, વેદાંશીના દાદી, પાર્થ જોષી, દેવાંશીના નાની, ધનજી કુંવરજી પંડયા (ચાઇબાસા)ના પુત્રી તા. 1-6-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 3-6-2026ના બુધવારે સાંજે 5થી 6 ભૂતેશ્વર મહાદેવ મંદિર, બસ સ્ટેશન, દહીંસરા ખાતે.

માનકૂવા (તા. ભુજ) : ગં.સ્વ. જનકબા જટુભા જાડેજા (ઉ.વ. 80) તે સ્વ. જટુભા સુમરાજી જાડેજાના પત્ની, વિપુલસિંહ, મીનાબા, ગાયત્રીબા, પદમાબાના માતા, સ્વ. દાદુભા જાડેજા, સ્વ. ગોપાલજી જાડેજાના નાનાભાઈના પત્ની, બહાદુરસિંહ જાડેજાના ભાભી, સ્વ. છત્રસિંહ જાડેજા, સ્વ. બટુકસિંહ (કિરીટસિંહ), સ્વ. રાજેન્દ્રસિંહના કાકી, હરપાલસિંહ, નરેન્દ્રસિંહના ભાભુમા, દિલીપસિંહ, વિક્રમસિંહ, મયૂરસિંહ, અશ્વિનસિંહ, પ્રહલાદસિંહ, દેવર્ષિબા, ભૃગુર્ષિબાના દાદી, સ્વ. વેસુભા સોઢા, સ્વ. મહોબતસિંહ સોઢા, સ્વ. કિરીટસિંહ સોઢાના બહેન તા. 1-6-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 12-6-2026 સુધી નિવાસસ્થાન માનકૂવા હોસ્પિટલ પાછળ, બાવર વાડી, બાલાજી હનુમાન મંદિર ચોક, નવાવાસ, માનકૂવા ખાતે.

કિડાણા (તા. ગાંધીધામ) : મૂળ લાલપુર-જામનગરના નિશાબેન પવનકુમાર પિંગલસુર (ઉ.વ. 44) તે ધનીબેન, સ્વ. પરબતભાઇ પિંગલસુરના પુત્રવધૂ, ગં.સ્વ. જયશ્રીબેન અજિતભાઇ ચાવડાના પુત્રી, જ્યોતિબેન હરેશ ધેડા (સલાયા માંડવી), મનીષ ચાવડા (ધારાશાત્રી), અમિત ચાવડા (ધારાશાત્રી, કોર્પોરેટર ગાંધીધામ મહાપાલિકા)ના બહેન, હેતલબેનના નણંદ, રુદ્રવીરના ફઇ તા. 30-5-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા પૂર્ણ થયેલ છે. માવતર પક્ષનું બેસણું-પ્રાર્થનાસભા તા. 2-6-2026ના સવારે 10થી સાંજે 6 સ્વ. અજિતભાઇ ચાવડાના નિવાસસ્થાન પ્લોટ નંબર 477-બી, નવજીવન સોસાયટી, સેક્ટર-7, ગાંધીધામ ખાતે.

નાગલપુર (તા. માંડવી) : વીરજી કરશન રાબડિયા (ઉ.વ. 71) તે સ્વ. રાધાબેન કરસન નાનજી રાબડિયાના પુત્ર, રાધાબેનના પતિ, મનસુખ, નીતિન, વિલાસના પિતા, લાલજી કરશન રાબડિયા, સ્વ. વાલજી કરશન રાબડિયા, સ્વ. મૂરજી કરશન રાબડિયા, સ્વ. પ્રેમજી કરશન રાબડિયા, ગં.સ્વ. રામબાઈ મેઘજી વેકરિયા, સ્વ. મેઘબાઈ કાનજી, સ્વ. ધનબાઈ હરજી ભુડિયા, ગં.સ્વ. વિરબાઈ રામજી વેકરિયાના ભાઈ, ગં.સ્વ. લાલબાઈ લાલજી હીરાણીના જમાઈ તા. 31-5-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 3-6-2026ના સવારે 7થી 8 ભાઈઓ માટે સામજીભાઈ શ્રીજી મંડપની વાડીએ અને બહેનો માટે નિવાસસ્થાને નાગલપુર (તા. માંડવી) ખાતે.

મુંબઇ (મુલુંડ) : મૂળ મોટા આસંબિયાના ગં.સ્વ. લતા કોટક (ઉ.વ. 70) તે સ્વ. વિજય મોહનલાલ કોટકના પત્ની, સ્વ. પુષ્પાબેન પોપટલાલ રાજલના પુત્રી, સ્વ. મોહનલાલ વલ્લભજી કોટકના પુત્રવધૂ, દિપાલી કુનાલ ઠક્કર, ચારૂ સમીર ઠક્કરના માતા, કુનાલ અને સમીરના સાસુ, નાયેશા, શાર્વીના નાની, હરીશભાઇ મોહનલાલ કોટક, સ્વ. પ્રકાશભાઈ મોહનલાલ કોટકના ભાભી, તરૂલતાબેન હરીશ કોટકના જેઠાણી, દીપકભાઈ પોપટલાલ રાજલના બહેન, દીનાબેન દીપક રાજલના નણંદ તા. 29-5-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા રાખેલ નથી. (લૌકિક વ્યવહાર બંધ છે.)

નાગલપુરના દિનેશ છેડા (ઉં. 67) તે લક્ષ્મીબેન ભવાનજીના પુત્ર, મીનાના પતિ, કૌશલ, દર્શનના પિતા, ભુપેન્દ્રના ભાઇ, સાકરબેન કાનજી વોરાના જમાઈ અવસાન પામ્યા છે.

મોટી રાયણના અમૃતબેન ગડા (ઉં. 87)  તે રતનબેન શામજી નાનજી ગડાનાં પુત્રવધૂ, નવીનચંદ્રનાં પત્ની, મઠાબાઈ રામજીભાઈ ચનાભાઈ છેડાનાં પુત્રી, રેખા, હર્ષા, કાનન, રીનાનાં માતા અવસાન પામ્યા છે.

Panchang

dd