અંજાર, તા. 6 : આદિપુર પોલીસે ચોરી અને દારૂના
જુદા-જુદા બે બનાવમાં નાસતા-ફરતા બે આરોપીની
ધરપકડ કરી હતી. પોલીસે આદિપુર પોલીસ મથકમાં નોંધાયેલા ગાડીચોરીના પ્રકરણમાં ગુનામાં
સામેલ આરોપી કપિલ ઉર્ફે મોહન રામલાલ બિશ્નોઈની રાજસ્થાનના ચિતલવા ખાતેથી ધરપકડ કરી
હતી. કાયદાના સકંજામાં આવેલો આરોપી છેલ્લાં 13 વર્ષથી નાસતો-ફરતો હોવાનું પોલીસે ઉમેર્યું હતું. આ ઉપરાંત પોલીસે
રાજસ્થાન ધોરીમન્નાથી આરોપી હેમારામ ઉર્ફે
હરિરામ સોનારામ બિશ્નોઈની ધરપકડ કરી હતી. તહોમતદાર આદિપુર પોલીસ ચોપડે નોંધાયેલા પ્રોહિબિશનના
ગુનામાં છેલ્લાં 19 વર્ષથી નાસતો-ફરતો
હતો. બંને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી
છે.