• રવિવાર, 07 જૂન, 2026

દહીંસરાના પશુધનને દૈનિક નિરણની કરાય છે વ્યવસ્થા

દહીંસરા (તા. ભુજ), તા. 6 : આ ગામે ભગત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચલાવાતી અનાથ ગૌશાળામાં ગામમાં રખડતા પશુધનનું પાલન-પોષણ કરાય છે. હાલે 135 ગાય, 8 વાછરડી, 10 વાછરડા, 4 બળદ કુલ 157 પશુધન મૌજુદ છે. કાળઝાળ ગરીમાં પશુઓની લીલાચારા સાથે પાણીની સગવડથી આતંરડી ઠારે છે. દાતાઓના દાનથી રોજ રૂા. 15 હજારના લીલોચારાનું નિરણ નખાય છે. ગામ માતાનું દૂધ વાછરડાઓને પીવડાવી દેવાય છે. વેચાતું નથી. બિમાર, માંદા પશુઓને ચિકિત્સા સારવાર અપાય છે. ટ્રસ્ટી વિશ્રામભાઈ ભુડિયા શિવ ભગત સાથે ગૌપ્રેમી પણ છે. સવાર સાંજ ગૌશાળામાં હાજરી આપી દેખરેખ રાખે છે. વાલજીભાઈ રામજી, રવજી દેવજી, કેસરા ભગત, રબારી સમાજના લોકો સહકાર આપે છે. ગૌશાળાને ત્રિરંગા રંગ સાથે કૃષ્ણ ગાય-વાછરડાના ચિત્રોથી શોભાયમાન કરાઈ છે. વળી પશુધનને સંગીત પીરસાય છે. નાના નાના વાછરડા ખેલતા-કુદતા આનંદ માણે છે. અબોલા જીવોનું રક્ષણ કરાય છે. ગૌશાળાનું સંચાલન ભગત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરાય છે. ગૌશાળામાં લાઈન બંધ પશુ લીલોચારો આરોગે તેવી સગવડ સાથે પાણીના અવાડો બનાવાયો છે. છાંયડા માટે પતરાના સેડ તૈયાર છે. નાના પશુ માટે પાણીની સિમેન્ટ ટાંકીઓ રખાઈ છે. ગૌસેવા એ જ પશુ ઈશ્વર સેવાનો મંત્ર અપનાવી ભગત ચેરિટેબલ ટ્રસ્ટ નામ તેવા ગુણ સાર્થક કરે છે. 

Panchang

dd