નવી દિલ્હી, તા. 6 : દેશના દિગ્ગજ
ઉદ્યોગપતિ અને અદાણી જૂથના અધ્યક્ષ ગૌતમ અદાણી ફરી એકવાર એશિયાના સૌથી અમીર વ્યક્તિ
બની ગયા છે. સંપત્તિના મામલામાં અદાણીએ ટિકટોકના સ્થાપક આંગ યિ-મિંગ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના
અધ્યક્ષ મુકેશ અંબાણીને ઘણા પાછળ રાખી દીધા છે.
બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઇન્ડેક્સના આંકડા અનુસાર ગૌતમ અદાણી પાસે સંપત્તિ 120 અબજ ડોલર થઇ ગઇ છે. દુનિયાના
ધનકુબેરોની યાદીમાં અદાણી 17મા સ્થાને
છે. દેશના અન્ય દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી 85.8 અબજ ડોલરની સંપત્તિ સાથે વિશ્વમાં 23મા સ્થાન પર છે. એશિયાના ટોચના ત્રણ ઉદ્યોગપતિની
યાદીમાં અદાણી પહેલા, 92.8 અબજ ડોલરની સંપત્તિ સાથે ટિકટોકના
મિંગ બીજાં અને અંબાણી ત્રીજાં સ્થાને છે.
અદાણી જૂથના શેરોમાં આવેલા જબરદસ્ત ઉછાળાનાં પગલે ગૌતમ અદાણીની સંપત્તિમાં વધારો થયો
હતો. વીતેલા મહિને અમેરિકી ન્યાય વિભાગ દ્વારા આરોપો રદ કરાયા પછી અદાણીમાં રોકાણકારોનો
ભરોસો વધુ મજબૂત થયો હતો.