• રવિવાર, 07 જૂન, 2026

અબડાસામાં કંપનીની પવનચક્કીના 1.24 લાખના કેબલની ચોરી

ગાંધીધામ, તા. 6 : અબડાસા તાલુકાનાં ગામડાંઓની સીમમાં તસ્કરોએ પવનચક્કીના કેબલની  ચોરી કરી હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ આ બનાવ  ગત તા. 20 એપ્રિલથી 8 મેના અરસામાં કોઈ પણ સમયે બન્યો હતો. અજાણ્યા તસ્કરોએ  સુથરી, ખુઅડા અને લઠેડી સીમ વિસ્તારમાં આવેલી સુઝલોન કંપનીની પવનચક્કીઓને નિશાન બનાવાઈ હતી. તસ્કરોએ પવનચક્કીની  કેબિનો અને કંટ્રોલરૂમનાં તાળાં તોડી અંદર પ્રવેશ્યા હતા.   ટાવરમાં લાગેલા 240 સ્કવેર એમ.એમ.ના 1920 કોપર કેબલ, 300 સ્કવેર એમ.એમ.ના 330 મીટર કેબલ, 185-150 સ્કવેર એમ.એમ.ના 640 મીટર કોપર કેબલ અને 10,5,25 સ્કવેર એમ.એમ.ના 345 મીટર કોપર  કેબલ ચોરી જવાયો હતો.સુરક્ષા કર્મીઓના પેટ્રોલિંગ દરમિયાન તસ્કરોએ કોઈ ધારદાર  સાધન વડે કોપર કેબલ કાપીને ચોરીના બનાવને અંજામ આપ્યો હતો. ચોરાઉ મતાની કિંમત રૂા. 1.24 લાખ આંકવામાં આવી છે. 

Panchang

dd