• રવિવાર, 07 જૂન, 2026

ધબડામાં સામાન્ય બાબતે પાંચ જણે વાડી માલિક ઉપર લાકડી-ધોકા વડે હુમલો કર્યો

ગાંધીધામ, તા. 6 : અબડાસા તાલુકાનાં ધબડાના વાડી વિસ્તારમાં ગત રાત્રિના  પાંચ જણે  સામાન્ય બાબતે શખ્સ ઉપર હુમલો કર્યે હોવાનો બનાવ પોલીસ  ચોપડે નોંધાયો છે. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ આ બનાવ ગત શુક્રવારે રાત્રિના 10.30 વાગ્યાના અરસામાં બન્યો હતો. આરોપીઓ સમીર, મુસ્તફાસાજિદ, સરફરાજ અને મોહીન બાઈક ઉપર ફરિયાદી પ્રદીપ ભીમજી ડાયાણીની  વાડીએ ગયા હતા. ફરિયાદીએ વાડીમાં કેમ આવ્યા તે બાબતે પુછતાં  બન્ને પક્ષે બોલાચાલી થઈ હતી. આ દરમ્યાન ઉશ્કેરાયેલા આરોપીઓએ ફરિયાદી ઉપર લાકડી અને ધોકા વડે હુમલો કરતાં તેમને શરીરના ભાગે  ઈજાઓ પહોંચી હતી.. સામાન્ય બાબતે કરાયેલા હુમલાના બનાવમાં પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરાર આરોપીઓને ઝડપી  પાડવા માટે તપાસનાં ચક્રો ગતિમાન કરાયાં છે. 

Panchang

dd