• બુધવાર, 15 એપ્રિલ, 2026

અવસાન નોંધ

ભુજ : મૂળ કીડિયાનગરના જયંતીભાઈ મોહનભાઈ દરજી (ઉ.વ. 57) તે ગં.સ્વ. ગોદાવરીબેન મોહનભાઈના પુત્ર, ગં.સ્વ. ચંદ્રિકાબેનના પતિ, હિરેનભાઇ, જયભાઈના પિતા, દિપાલીના સસરા, ધીરૂભાઇ મોહનભાઈ દરજી, ગીતાબેન,નીરૂબેન, સરોજબેન, ગં.સ્વ. રેખાબેનના ભાઈ, મંજુલાબેનના દિયર, જાગૃતિબેન તથા કલ્પેશભાઈના કાકા, ઉર્મિલાબેનના કાકાજી, રણછોડભાઈ, દીપકભાઈ (સાણંદ)ના પિતરાઈ ભાઈ, રાજુભાઈના કાકા, ભાણજીભાઈ (રાપર)ના ભત્રીજા, વિઠ્ઠલભાઈ, બળદેવભાઈ, ચમનભાઈ (આડેસર)ના ભાણેજ, મગનભાઈ ભવનભાઈ લીંબડ (તલોદ)ના જમાઈ, પૃથ્વી, ખુશી, વિશ્વા, કીર્તનના દાદા તા. 10-4-2026ના અવસાન પામ્યા છે. સામાજિક લૌકિકક્રિયા અને મોરિયા તા. 20-4-2026ના સોમવારે ભાનુશાલી સમાજવાડી, જેષ્ઠાનગર, ભુજ ખાતે.

ભુજ : સુમરા મુહમ્મદ શફી (શકીલ) હારુન (ઉ.વ. 33) તે નાજુના ભાઇ, ઇશાભાઇ (નલિયા)ના સાળા, રાહિલ, શાહિલ, અસલમ, ઇમ્તિયાઝના મામા તા. 13-4-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 16-4-2026ના ગુરુવારે સવારે 10થી 11 મુસ્તફા મસ્જિદ ખાતે અને બહેનો માટે નિવાસસ્થાન મોટાપીર રોડ, એકતા કેબલ સામે, સંજોગનગર, ભુજ ખાતે.

ભુજ : મૂળ આશાપરના ખતુબાઈ હારૂન ખલીફા (ઉ.વ. 80) તે મ. અદ્રેમાન, દાઉદ, ઈબ્રાહીમના માતા, અહેમદ, ઈકબાલ, સમીરના દાદી, મ. અલીમામદ સુમાર, મ. અબ્દુલ સુમાર (બાયઠ), મ. ઈલિયાસ સુમાર (બાયઠ)ના બહેન, મામદ અબ્દુલ્લા (માંડવી), ફકીરમામદ (બાડા), હાસમ (મુંબઈ)ના ફઈ, હાજી હુસેન લધા, મ. હાજી ઈસાક જુસબ (શિરવા), અબ્દુલ સુલેમાન, અલીમામદ સિધિકના ફઈ સાસુ, ખલીફા હાજી મામદ (આશાપર)ના ભાભી તા. 13-4-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 16-4-2026ના ગુરુવારે સવારે 10થી 11 ગુલશને ઈબાદતગાહ, મેન્ટલ હોસ્પિટલ, ભુજ ખાતે.

અંજાર : મૂળ ચિત્રોડ (તા. રાપર)ના વેજીબેન બિજલભાઈ ચોનાણી (પ્રજાપતિ) (ઉ.વ. 86) તે સ્વ. બિજલ ધરમશી પ્રજાપતિના પત્ની, સ્વ. રાધુભાઈ ડાયાભાઈ આડીસરા (અમરાપર)ના પુત્રી, રણછોડભાઈ, ગોમતીબેન, લીલાવંતીબેન, જમનાબેન, ગાવિંદભાઈના માતા, ભરતભાઈ પ્રજાપતિ (એડવોકેટ એન્ડ નોટરી-અંજાર), પ્રવીણભાઈ પ્રજાપતિ (એડવોકેટ એન્ડ નોટરી-અંજાર), રમીલા, હર્ષ, ખુશીના દાદી, સ્વ. જેરામ ધરમશી પ્રજાપતિ, પાંચાલાલ ધરમશી પ્રજાપતિના ભાભી, લીલાવંતીબેન, કંચનબેનના સાસુ, દીપાબેન, દક્ષાબેનના દાદીસાસુ તા. 13-4-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 16-4-2026ના સાંજે 5.30થી 6.30 પ્રજાપતિ છાત્રાલય, નવા અંજાર ખાતે.

અંજાર : ગં.સ્વ. કમળાબેન પલણ (ઉ.વ. 86) તે સ્વ. પરષોત્તમભાઈ હેમરાજ પલણના પત્ની, ચંદ્રેશ, ભાવનાબેન, નીકિતાબેન, ઉપાસનાબેનના માતા, રક્ષાબેન ચંદ્રેશના સાસુ, હેમરાજ ધરમશી પલણના પુત્રવધૂ, સ્વ. સાકરબેન અને સ્વ. મોહનલાલ ધનજીભાઈ જોબનપુત્રા (ફકીરાણી)ના પુત્રી, સ્વ. સુશીલાબેન ધનજીભાઈ, સ્વ. જેન્તીલાલ, સ્વ. ભાનુબેન હર્ષદરાય ચંદન, જિતેન્દ્રભાઈના બહેન, સ્વ. જયશ્રીબેન જનકરાય (ભુજ), સ્વ. મણિબેન કાંતિલાલ સોમેશ્વર, સ્વ. ઝવેરબેન કાંતિલાલ માનસતા, કાંતાબેન રમણીકલાલ માનસતા, સ્વ. અંગુરબાળા દિલીપ પરબિયાના નણંદ, સ્વ. નરશીભાઈ, સ્વ. રણછોડભાઈ, સ્વ. ધીરજભાઈ, સ્વ. અરાવિંદભાઈ (એપીએમસી), અશોકભાઈ (માજી નગરસેવક)ના ભાભી તા. 13-4-2026ના અવસાન પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. 15-4-2026ના બુધવારે સાંજે 5થી 6 લોહાણા મહાજનવાડી, સવાસર નાકા, અંજાર ખાતે.

કુકમા (તા. ભુજ) : શ્રીમાળી સોની ગં.સ્વ. વિજયાબેન હરજીવનભાઇ કોંઢિયા (ઉ.વ. 75) તે સ્વ. કોંઢિયા હરજીવન હાથીરામના પત્ની, સ્વ. પ્રભાબેન ગોરધનભાઇ પાટડિયા (ભચાઉ)ના પુત્રી, માલતીબેન (કુકમા), વિજયભાઇ, દક્ષાબેન (ભુજ), સ્વ. જયેશભાઇના માતા, અલ્પેશકુમાર પાટડિયા, અશોકકુમાર પાટડિયા, નિશાબેન, તૃપ્તિબેનના સાસુ, સ્વ. લીલાવંતીબેન હીરાલાલ કોંઢિયા, સ્વ. ઇન્દિરોબેન અમૃતલાલ કોંઢિયાના દેરાણી, સ્વ. રમણીકલાલ, સ્વ. ગુણવંતીબેન છગનલાલ ચાંપાનેરિયાના ભાભી, જીલ, હર્ષલ, ધ્રુવ, વિહારના દાદી, નિકુંજકુમાર તથા સાક્ષીબેનના દાદીસાસુ, પૂજા, બંસરી, મેહુલ, મિહિર, અંકિત, કેવલના નાની, રોનકકુમારના નાનીસાસુ, સ્વ. કનૈયાલાલ, દિનેશભાઇ, મનસુખલાલ, સ્વ. રમેશભાઇ, અશ્વિનભાઇના કાકી, સ્વ. પ્રવીણભાઇ, મહેશભાઇ, સ્વ. વિનોદભાઇ, કાન્તાબેન, ત્રવેણીબેન, ધનલક્ષ્મીબેન, પ્રફુલાબેન, હીરાબેનના બહેન, વેદાર્થના પરનાની તા. 13-4-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 16-4-2026ના સાંજે 5થી 6 આહીર સમાજવાડી, કુકમા ખાતે.

માનકૂવા (તા. ભુજ) : ગં.સ્વ. ત્રિવેણીબેન પ્રભુલાલ વ્યાસ (ઉ.વ. 85) તા. 14-4-2026ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 15-4-2026ના સવારે 8.30 વાગ્યે નિવાસસ્થાન જૂનાવાસ, માનકૂવાથી.

ધોકડા (તા. માંડવી) : રામદેવસિંહ જીતુભા જાડેજા (ઉ.વ. 36) તે જીતુભા ટપુભાના પુત્ર, દશરથસિંહના નાના ભાઇ, મેગુભા, ભીખુભા, હઠુભાના ભત્રીજા, અરવિંદસિંહ, પતુભા, મહેન્દ્રસિંહ, બલભદ્રસિંહ, શક્તિસિંહ, વિરમદેવસિંહ, ખેતુભા, અનુભા, હરીશચંદ્રસિંહ, ઉમેદસિંહ, કનૈયાસિંહના કાકાઇ ભાઇ, રાજદીપસિંહ તથા મનદીપસિંહના પિતા, મયૂરસિંહ, વીરપાલસિંહ, સતીશસિંહ, હર્ષદસિંહ, જયપાલસિંહ, અમિતસિંહ, વિશાલસિંહ, વિજયસિંહ, સંદીપસિંહના કાકા તા. 13-4-2026ના અવસાન પામ્યા છે. સાદડી બેસણું ક્ષત્રિય સમાજવાડી, ધોકડા ખાતે.

થરાવડા (તા. નખત્રાણા) : કુંવરબેન પરબતભાઇ આહીર (છાંગા) તે સ્વ. પરબતભાઇ રામાભાઇ આહીર (માજી સરપંચ)ના પત્ની, સ્વ. કરશનભાઇ, સ્વ. ભૂરાભાઇ, હમીરભાઇ, રામાભાઇ, લખીબાઇ નારાણભાઇના ભાભી, શામજી, કરશન, રણછોડ, સ્વ. મેજરભાઇ, પરમાબેન, જીવીબેન, રાજીબેનના માતા, ગોપાલ, મોહન, દિનેશ, શંકર, રાજેશ, મિતેષ, રાધા, ગીતા, મમતા, સુમિત્રા, શાન્તા, ભાવનાના દાદી તા. 14-4-2026ના અવસાન પામમ્યા છે. સાદડી નિવાસસ્થાન થરાવડા ખાતે.

વમોટી નાની (તા. અબડાસા) : જોષનાબા કાનજી સોઢા (ઉ.વ. 55) તે સોઢા કાનજી ગોગાજીના પત્ની, સોઢા ગાભુભાના નાના ભાઈના પત્ની, સોઢા કેણજી, રણજિતાસિંહના ભાભી, સોઢા જિતેન્દ્રાસિંહ, સોઢા હિમંતાસિંહના માતા, સોઢા ખાનજી, સોઢા ગુલાબાસિંહ, સોઢા રાજેન્દ્રાસિંહના કાકી, દિલીપાસિંહ, જયપાલાસિંહ, દીપકાસિંહ, હિંમતાસિંહ, હિતેન્દ્રાસિંહ, હરદેવાસિંહ, રવિરાજાસિંહના મોટા ભાભુ, પૃથ્વીરાજાસિંહ, ક્રિપાલાસિંહ, મહારુદ્રાસિંહ, દિગ્વિજયાસિંહ, હરપાલાસિંહના દાદી તા. 13-4-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 16-4-2026ના ગુરુવારે નિવાસસ્થાન વમોટી નાની ખાતે.

નલિયા (તા. અબડાસા) : વેલજીભાઈ માલશીભાઈ ચંદે (ઉ.વ. 62) તે લક્ષ્મીબેનના પતિ, સ્વ. માલશી આચાર ચંદે અને સ્વ. મેઘબાઈ થાવર કટુઆના પુત્ર, ગાવિંદ, પ્રવીણ, પૂનમબેન, મધુબેન, વર્ષાબેનના પિતા, લાલજીભાઈ, દાદુભાઈ, જમનાદાસભાઈના ભત્રીજા, સ્વ. દેવજીભાઈ, ગાંગજીભાઇ, ખીમજીભાઇ, સ્વ. સોમચંદભાઈ, ભાણજીભાઈ, મનજીભાઈ, રવજીભાઈ, હાસબાઈ, નેણબાઈ, કેસરબાઈ, વીરબાઈ, ગાગબાઈ, દેવલબાઈ, સ્વ. લક્ષ્મીબાઈના ભાઇ, પ્રેમજીભાઈ, લધાભાઈ, માલશીભાઈના બનેવી, વેદ, દેવના દાદા તા. 11-4-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ પૂર્ણ થયેલ છે. બેસણું નિવાસસ્થાન દક્ષિણ મહેશ્વરીવાસ, ગ્રામ પંચાયત કચેરી પાછળ, નલિયા ખાતે.

રાજકોટ : મૂળ મુંદરાના દમયંતીબેન અશ્વિનકુમાર બાવા (રાજગોર) (ઉ.વ. 86) તે સ્વ. કેતનકુમારના માતા, યોગીતાબેનના સાસુ, ઓમિકા અને ઋત્યાંકના દાદી, તા. 14-4-2026ના રાજકોટ ખાતે અવસાન પામ્યા છે. તા. 16-4-2026, ગુરુવારના ટેલિફોનિક બેસણું, સમય : 4થી 6. મોબાઈલ : 7878787873.

મુંબઇ : મૂળ ગોધરાના ગોસ્વામી ચંદ્રકાન્તભારતી પ્રતાપભારતી (ઉ.વ. 54) તે પુષ્પાબેન પ્રતાપભારતીના પુત્ર, દમયંતીબેનના પતિ, મયંક, હિતના પિતા, પ્રવીણભારતી, ધીરજભારતી, ત્રિભુવનભારતી, મુકેશભારતી, જયંતભારતી, હસમુખભારતી, મહેન્દ્રભારતી, ખુશાલભારતી, યોગેશભારતી, ભરતભારતી, ભરતભારતી, યશોધનભારતીના ભાઇ, સ્વ. શીતલબેન ભરતભારતી, સ્વ. નયનાબેન ભરતભારતી, મુક્તાબેન યશોધનભારતીના જેઠ, તનીષ, પ્રાચી, દિવ્ય, પ્રિયલના મોટાબાપા, પુષ્પાબેન ઉમરગિરિ (મોટા રતડિયા)ના જમાઇ, જયંતીગિરિ, હિમ્મતગિરિ, નીતાબેન ભાવેશગિરિ (મઉં)ના બનેવી, જવેરબેન હરિગિરિ, સાવિત્રીબેન શ્મયાગિરિ, કાન્તાબેન કાકુગિરિ (ગુંદિયાળી), કસ્તૂરબેન ઉમેદપુરી (નખત્રાણા)ના ભાણેજ તા. 13-4-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 16-4-2026ના ગુરુવારે સાંજે 4થી 5 સ્વામિનારાયણ મંદિર, રાજાજી રોડ, ડોમ્બીવલી (ઇસ્ટ) મુંબઇ ખાતે. કચ્છમાં પ્રાર્થનાસભા રાખેલ નથી. 

Panchang

dd