ભુજ, તા. 14 : દેશના બંધારણના ઘડવૈયા તેમજ
સમાનતન, ન્યાય, બંધુત્વ અને માનવતાના
મૂલ્યોના પ્રેરણાસ્રોત ડો. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતીએ તેમના સિદ્ધાંતોને
અનુસરવા સાથે કચ્છભરમાં અંજલિ અપાઈ હતી. - ભુજમાં ભાજપ પ્રદેશ મહામંત્રી
દ્વારા બાબાસાહેબને શ્રદ્ધાસુમન અર્પણ : બાબાસાહેબ આંબેડકરજીની જન્મ જયંતી નિમિત્તે કચ્છ આવેલા ભાજપના
પ્રદેશ મહામંત્રી રત્નાકરજીની ઉપસ્થિતિમાં ભુજ ખાતે બહુમાળી ભવન પાસે આવેલી બાબાસાહેબની
પ્રતિમા પર રત્નાકરજી સહિત જિલ્લા ભાજપના શીર્ષસ્થ નેતૃત્વએ હારારોપણ કરીને શ્રદ્ધાસુમન
અર્પણ કર્યા હતા. આ પ્રસંગે રત્નાકરજીએ સૌ ઉપસ્થિત કાર્યકરોને જણાવ્યું હતું કે બાબા
સાહેબની દુરંદેશી અને ક્રાંતિકારી અભિગમ થકી જ આજે ભારતમાં દુનિયાની શ્રેષ્ઠ લોકશાહી
ટકી રહી છે. આ અવસરે જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી ફલજીભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે બાબાસાહેબે
ભારતવર્ષને દશા અને દિશા આપવાનું કાર્ય બખૂબી કર્યું છે. આ પ્રસંગે જિલ્લા ભાજપ અધ્યક્ષ
દેવજીભાઈ વરચંદે જીવનના અગ્રસ્થાને રહેલા બાબાસાહેબના પાંચેય સ્થાનોને પંચતીર્થ સમા
ગણીને તમામ સ્થાનોને બેનમૂન રીતે વિકસાવવામાં આવ્યા છે જ્યારે સામાપક્ષે કોંગ્રેસે
હંમેશા બાબા સાહેબના ચરિત્રને અન્યાય જ કર્યો છે. સાંસદ વિનોદભાઈ ચાવડાએ ડો. આંબેડકરના
અમુલ્ય, અદભુત યોગદાનને વંદન કરીને આજીવન આપણા સ્મૃતિ,
સંભારણામાં રાખીએ તેમજ પ્રત્યેક કાર્યકર બાબા સાહેબના જીવનકવન માંથી
પ્રેરણા લઈને તેનું આચરણ અને અમલવારી કરવા શીખ આપી હતી. ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે
ડો. બી.આર.આંબેડકર દ્વારા ગઠિત બંધારણના મજબૂત પાયા થકી તેમજ સમાનતાના ક્રાંતિકારી
વિચારો થકી દેશ આઝાદી પછી અખંડ બની ટકી રહ્યો છે જે બદલ રાષ્ટ્ર એમનો સદાય ઋણી રહેશે.
આ શ્રદ્ધા સુમન કાર્યક્રમમાં જિલ્લા ભાજપ મંત્રી ધવલભાઇ આચાર્ય, પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત પ્રવચન ભુજ
શહેર ભાજપ અધ્યક્ષ મીતભાઈ ઠક્કરે કર્યું હતું, સમગ્ર કાર્યક્રમનું
સંચાલન જિલ્લા ભાજપ અનુસૂચિત મોરચા અધ્યક્ષ રવિભાઈ ગરવાએ કર્યું હતું જ્યારે આભાર વિધિ
મોરચાના મહામંત્રી પુરુષોત્તમભાઈ મારવાડાએ કરી હતી. આ અગાઉ ડો. બાબાસાહેબ જન્મજયંતીની પૂર્વસંધ્યાએ
જિલ્લા ભાજપ અનુસૂચિત મોરચા અને ભુજ શહેર ભાજપ દ્વારા ટાઉનહોલ પાસે આવેલી તેમની પ્રતિમાને
સ્વચ્છ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી અને તેમની પ્રતિમા સન્મુખ દીપોત્સવ કાર્યક્રમ
યોજવામાં આવ્યો હતો જેમાં જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ ઉપસ્થિત રહ્યા હતા એવું
કચ્છ જિલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું. - કચ્છ જિલ્લા કોંગ્રેસ : ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતી નિમિત્તે કચ્છ
જિલ્લા કોંગ્રેસ દ્વારા ભુજ ખાતે બાબા સાહેબની પ્રતિમાને હારારોપણ કરી અંજલિ અપાઈ હતી, આ તકે પક્ષના મહામંત્રી રામદેવસિંહ જાડેજા,
અનુ. જાતિ જિલ્લા પ્રમુખ નરેશ મહેશ્વરી, શહેર પ્રમુખ
કિશોરદાન ગઢવી, ગનીભાઈ કુંભાર, જિલ્લા,
તાલુકાના હોદ્દેદારો વગેરે જોડાયા હોવાનું પ્રવક્તા અંજલિ ગોરે યાદીમાં
જણાવ્યું હતું. - અખિલ કચ્છ
મારવાડા વણકર વિકાસ સંઘ : ભારત રત્ન ડો.બાબા સાહેબ આંબેડકરજીની 135મી જન્મ જયંતી નિમિત્તે હારારોપણ
કરી ઉજવણી કરવામાં આવી, જેમાં સંઘના
પ્રમુખ પચાણભાઇ સંજોટ, ઉપપ્રમુખ રવજીભાઇ સીજુ, મહામંત્રીઓ મેઘજીભાઇ વણકર, એડવોકેટ લાલજી બુચિયા,
મંત્રી, એડવોકેટ નોટરી કેશવજીભાઇ લોંચા,
ખજાનચી વેલજીભાઇ પાયણ, મીડીયા પ્રવકતા દેવજીભાઇ
સીજુ, ભુજ શહેરના પ્રભારી એડવોકેટ કમલેશભાઇ કારિયા, ભુજ શહેર મારવાડા વણકર વિકાસ સંઘના પ્રમુખ બાબુભાઇ બુચિયા તેમજ મારવાડા સમાજના
અગ્રણીઓ નાનજીભાઇ ભાટી, હર્ષદ સંજોટ, ચંદ્રપાલ
ભાનાણી, નાનબાઇ હર્ષદ સંજોટ, કમલેશભાઇ હીંગણા,
રાજાભાઇ પરમાર, ઉમરશીભાઇ જેપાર વિગેરે હાજર રહ્યા
હોવાનું મીડિયા પ્રવકતા દેવજીભાઇ સીજુની યાદીમાં જણાવાયું હતું. - અંજાર શહેર તથા તાલુકા અનુસૂચિત
જાતિ વકીલ મંડળ : અંજાર શહેર તથા તાલુકા અનુસૂચિત જાતિ વકીલ મંડળ દ્વારા ડો. ભીમરાવ
આંબેડકરજીની જન્મજયંતી નિમિત્તે દેવળિયાનાકા પાસે પાલિકાના બગીચામાં આવેલી ડો. બાબાસાહેબની
પ્રતિમા ઉપર મંડળના સભ્યો દ્વારા હારારોપણ કરાયું હતું. આ વેળાએ મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેશ્વરી, ખજાનચી પ્રેમજી મહેશ્વરી, વિજય ફફલ, વિજય દાફડા, લક્ષ્મણ
મહેશ્વરી, જખુભાઈ ફફલ, વિનોદ મહેશ્વરી,
શાંતાબેન બારોટ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. - અંજાર નગરપાલિકા : પાલિકાના મુખ્ય વહીવટદાર અને પ્રાંત અધિકારી સુરેશ ચૌધરી દ્વારા બાબાસાહેબની પ્રતિમા પાસે
હારારોપણ કરાયું હતું. આ વેળાએ શ્રી ચૌધરીએ પ્રાસંગિક ઉદ્બોધન આપ્યું હતું.
દેવળિયા નાકા પાસે યોજાયેલા કાર્યક્રમનું સંચાલન ખીમજીભાઈએ અને આભારવિધિ કચેરી અધીક્ષક
રશ્મીનભાઈ ભીંડેએ કરી હતી. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે મુખ્ય અધિકારી તુષાર ઝાલરિયાનાં
માર્ગદર્શન તળે સ્ટાફગણે સહકાર આપ્યો હતો.- જાયન્ટ્સ ગ્રુપ ઓફ માંડવી : માંડવી ખાતે સોનાવાલા નાકા પાસે જાયન્ટ્સ
ગ્રુપના તમામ પદાધિકારીઓ, સભ્યો તથા
સમાજના અગ્રણીઓએ બાબાસાહેબ આંબેડકરને ભાવભીની અંજલિ અર્પણ કરી હતી. કાર્યક્રમમાં યોગેશભાઈ
ત્રિવેદી, કલ્પનાબેન જોશી, રાજેશભાઈ સોની,
ડો. મલ્લી, પરેશભાઈ સોની, હિંમતાસિંહ જાડેજા, યોગેશભાઈ ભટ્ટ, પરિનભાઈ વાજા, પરેશભાઈ અગેરા, ચંપકભાઈ
મામતોરા, જીતુભાઈ સચદે વગેરે ઉપસ્થિત રહ્યા હતા. - માંડવી શહેર મહેશ્વરી મેઘવાળ
સમાજ ટ્રસ્ટ : માંડવી મહેશ્વરી
સમાજવાડીથી રેલી સ્વરૂપે નીકળી માંડવી શહેરના સોનાવાલા નાકા પાસે આવેલી ડો.બાબા સાહેબની
પ્રતિમાને હારારોપણ હરેશભાઈ ફુફલ (પ્રમુખ માંડવી શહેર મહેશ્વરી સમાજ) દ્વારા કરાયું
હતું જેમાં સમાજના હોદેદારો, ટ્રસ્ટીઓ,
કારોબારી સભ્યો તેમજ ઉપસ્થિત સમાજના તમામ શહેર તથા ગ્રામ્ય વિસ્તારના
જ્ઞાતિજનો, ભાઈ-બહેનો જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા
માંડવી શહેર મહેશ્વરી સમાજના મહામંત્રી દિનેશ મુછડિયા, હિરજી
લાંભા (ખજાનચી), દિનેશ ડુંગરખિયા (ઉપપ્રમુખ), લક્ષ્મીચંદ ફુફલ (ટ્રસ્ટી), દીપક ફુફલ (ટ્રસ્ટી),
મહાત્મા ગાંધી કુમાર છાત્રાલયના વિદ્યાર્થીઓ સાથે પરેશ મહેશ્વરી (ગૃહપતિ)
તેમજ વી. કે. સોલંકી (નિવૃત્ત મામલતદાર) કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. - મુંદરામાં ઉજવણી : ભારતીય સંવિધાન નિર્માતા ડો. બાબાસાહેબ
આંબેડકરની 135મી જન્મ જયંતિ નિમિતે મુંદરા
જેરામસર તળાવ પાસે આવેલા આંબેડકર સર્કલ મધ્યે પ્રતિમાને વિવિધ રાજકીય પક્ષો, મહેશ્વરી સમાજ તેમજ વિવિધ સંસ્થાઓના ઉપક્રમે
આયોજન દ્વારા પુષ્પાંજાલિ અર્પણ કરી ડો. બાબા સાહેબના કાર્યોને યાદ કરવા સાથે ઉજવણી
કરાઈ હતી. - મુંદરા શહેર
ભાજપ : મુંદરા શહેર ભાજપ તથા શહેર અનુસૂચિત જાતિ
મોરચા દ્વારા કરાયેલી ઉજવણીમાં સંગઠનના હોદ્દેદારો મુન્દ્રા નગરપાલિકા પૂર્વ કાઉન્સિલરો
અનુસૂચિત જાતિ મોરચાના હોદ્દેદારો વિ. ઉપસ્થિત રહ્યા હતા. - જયભીમ ગ્રુપ ગુંદાલા : મુંદરા તાલુકાના ગુંદાલા ગામે જયભીમ ગ્રુપ
દ્વારા બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતીની ઉજવણી કરાઈ હતી, આ પ્રસંગે ગ્રુપના સંસ્થાપક શિવજીભાઈ સોંધરા,
ભાવેશભાઈ, કલ્પેશભાઈ, કરણભાઈ,
અમન, નીરવ, સુરેશ,
અનમ દાફડા, જયેશ ફફલ, કાનજી
સુંઢા, અક્ષ્રાય રોશિયા, હિતેશ સોંધરા,
પ્રજ્જવલ ફફલ, ડેનિશ સોંધરા વગેરે હાજર રહ્યા હતા.
- નખત્રાણામાં ધારાસભ્ય દ્વારા
ભાવાંજલિ : નખત્રાણાના આંબેડકર ચોક ખાતે બાબાસાહેબ ડો. આંબેડકરની પ્રતિમાને
ભાવાંજલિ અપાઈ હતી, આ પ્રસંગે
ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, તાલુકા ભાજપ પ્રમુખ ધર્મેશ કેસરાણી
સહિત મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વ હિન્દુ પરિષદ માતાનામઢ જિલ્લા
એકમ અને વિશ્વ હિન્દુ પરિષદ નખત્રાણા નગર એકમ સંગઠન દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકરજીની
પ્રતિમાનું પૂજન કરાયું હતું, આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ
કચ્છ વિભાગ મંત્રી ચંદુભાઈ રૈયાણી, વિશ્વ હિન્દુ પરિષદ માતાનામઢ
જિલ્લા અધ્યક્ષ લક્ષ્મણાસિંહ સોઢા, ઉપાધ્યક્ષ ભરતભાઈ રૈયાણી,
પ્રચાર પ્રસારક હિરેનભાઈ ભાનુશાલી, વિશ્વ હિન્દુ
પરિષદ નખત્રાણા પ્રખંડ ઉપાધ્યક્ષ કલ્પેશભાઈ લુહાર તેમજ નખત્રાણાના અગ્રણી વસંતભાઈ વાઘેલા,
પ્રિતેશભાઈ વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત હતા. - ભીમ આર્મી કોટડા (જ) : નખત્રાણા તાલુકાના કોટડા (જ) ગામે ઉગમણાવાસ
રામદેવપીર મંદિરે બાબાસાહેબની પ્રતિમાને હારારોપણ કરાયા બાદ શોભાયાત્રા નીકળી હતી.
બપોરે રાસ, સન્માન અને મહાપ્રસાદ સહિતના
કાર્યક્રમ યોજાયા હતા. સંચાલન ભીમ આર્મીના સભ્યો દ્વારા કરાયું હતું. - કલ્યાણપરમાં ઉજવણી : નખત્રાણા તાલુકાના કલ્યાણપર ગામે વિશ્વ
હિન્દુ પરિષદ દ્વારા ડો સુધીરભાઈ પાલેજાના માર્ગદર્શન હેઠળ ડો. ભીમરાવ આંબેડકરજીની વંદના કરાઈ હતી. - ભચાઉમાં ડો. આંબેડકરની જન્મ
જયંતીની ઉજવણી : ભચાઉમાં બંધારણના
ઘડવૈયા ભારતરત્ન ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતીની ઉજવણીએ સવારે સમૂહ લગ્નમાં 22 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા
હતા. અને વોંધનાકા નજીક ત્રિકમ સાહેબની જગ્યાએથી શોભાયાત્રા માં જોડાયા હતા.રાપરના
ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા તથા નગરપાલિકાના પ્રમુખ પેથાભાઇ રાઠોડ પણ વોંધનાકાથી
મુખ્ય બજાર સુધી શોભાયાત્રામાં જોડાયા હતા. ઘંટી ચોક નજીક ધારાસભ્યના કાર્યાલય પાસે
નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કુલદીપાસિંહ જાડેજાના સહયોગથી ઠંડાપીણા અને નગરપાલિકાના ચેરમેન
વિજયાસિંહ મેઘુભા ઝાલા દ્વારા આઈક્રીમની વ્યવસ્થા કરાઈ હતી વિશ્વ હિન્દુ પરિષદ તથા
દરજી સમાજ દ્વારા સંચાલક સંસ્થાઓનું સન્માન કરાયું હતું. ઘોડે સવારો સાથે નીકળેલી શોભાયાત્રા
મુખ્ય બજારમાં વીર સાવરકર ચોક બસ સ્ટેશન પર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર પહેરાવવામાં
આવ્યા હતા. આ ઉજવણી ભીમા કોરેગાંવ સેના, નવનિર્માણ સેવા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હતી ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ
કાર્યને બિરદાવીને આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા વ્યવસ્થા ધારાશાસ્ત્રી હરેશભાઈ કાંઠેચા,
ભરતભાઈ દાફડા, સુરેશભાઈ કાઠેચા, વિરજીભાઈ દાફડા, કિશનભાઇ ચૌહાણ, મનોજભાઈ દાફડા, નીતિન બગડા સહયોગી બન્યા હતા. - રાપરમાં રેલી-સભા યોજાઈ : ડો. આંબેડકર યુવા ગ્રુપ તેમજ સમસ્ત રાપર તાલુકા મેઘવાળ સમાજનાં
સંયુક્ત ઉપક્રમે સંગઠિત સમાજ શક્તિશાળી સમાજનાં સુત્ર સાથે રેલી અને સામાજિક શક્તિ
પ્રદર્શન યોજાયું હતું. ન્યાય કોર્ટ પાસે આવેલી બાબાસાહેબની પ્રતિમાને હારારોપણ કરી
રેલી યોજાઈ હતી જે શહેરના વિવિધ માર્ગે ફરી મેઘવાળ સમાજવાડી ખાતે સભામાં ફેરવાઈ હતી.
ડો. આંબેડકર યુવા ગ્રુપના સંયોજક અશોકભાઈ રાઠોડ,
તાલુકાનાં પ્રમુખ દિલીપભાઈ ગોહિલ, સુંદરભાઈ ચૌહાણ,
હસમુખભાઈ ગોહિલ, કે ડી વાઘેલા, સંજય પરમાર, કાન્તિભાઈ રાઠોડ. દીલીપભાઇ ગોહિલ,
ખાનચદભાઈ ભાટી, બાબુભાઈ ભટ્ટી, રણછોડભાઈ મેરિયા, લાલજીભાઈ બોખાણી, નરેન્દ્રભાઈ મેરિયા, પ્રેમજીભાઈ સમિયા, હસમુખ ગોહિલ, અમરત કારિયા, સંજય રાઠોડ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.