પાલારા (તા. ભુજ), તા. 14 : અહીં અખિલ
કચ્છ મારવાડા વણકર સમાજવાડી અને શૈક્ષણિક સંકુલ ખાતે અખિલ કચ્છ મારવાડા વણકર વિકાસ
સંઘની વાર્ષિક સામાન્ય સભા યોજાઇ હતી. બેઠકમાં સમાજનું સમાજ ભવન અને શૈક્ષણિક સંકુલ
સંપૂર્ણ તૈયાર થઇ ગયેલું હોતાં અખિલ કચ્છ મારવાડા વણકર સમાજના ગુનેરીથી ધોળાવીરાના
સમાજના લોકો માટે તા. 24/5ના અર્પણ
કરાશે. તેવું નક્કી કરાયું હતું. આ કાર્યક્રમના કન્વિનર તરીકે શિવજીભાઇ મંગરિયા રહેશે.
સંસ્થાનો વાર્ષિક અને તૈયાર થયેલા સમાજ ભવન અને શૈક્ષણિક સંકુલનો હિસાબ અને વાંચનને
સભ્યો દ્વારા સર્વાનુમતે બહાલી અપાઇ હતી. વર્તમાન રાજકીય પ્રવાહની ચર્ચા કરાઇ હતી.
વર્તમાન હોદ્દેદારોની મુદ્દત પૂરી થતાં હોદ્દેદારોની બોડીનું વિસર્જન કરી પાંચ વર્ષ
માટે નવી બોડીનું ગઠન કરાયું હતું. સતત ત્રીજા વખત પ્રમુખ તરીકે પચાણભાઇ સંજોટ, કાર્યકારી પ્રમુખ રમેશચંદ્ર સીજુ, ઉપપ્રમુખો શિવજીભાઇ મંગરિયા,દિનેશભાઇ સોલંકી,રવજીભાઇ સીજુ,ખુમાણભાઇ વણકર, મહામંત્રીઓ
લાલજીભાઇ બુચિયા, મેઘજીભાઇ
વણકર (સંજોટ), ખેંગારભાઇ નિંજાર અને વીરાભાઇ મારવાડા,
મંત્રીઓ કાનજીભાઇ બડિયા, મનજીભાઇ ખરેટ,
નારાણભાઇ સીજુ, કેશવજીભાઇ લોંચા અને સંગઠન મંત્રી
તરીકે શંકરભાઇ કુંવટ અને ખજાનચી વેલજી પાયણ, મીડિયા પ્રવકતા દેવજીભાઇ
સીજુ તથા વોટ્સએપ ગ્રુપના પ્રમુખ તરીકે બાબુભાઇ બુચિયાની વરણી કરાઇ હતી. કારોબારી સભ્યો
તરીકે દેવશી સીજુ, ખીમજી ખરેટ, કરમણ સંજોટ,
માવજીભાઇ સીજુ, હરિલાલ પુવાર, દામજીભાઇ ખોખર, સામતભાઇ ગોરડિયા, લાખાભાઇ કારિયાની સર્વાનુમતે નિમણૂક કરાઇ હતી. કાર્યક્રમમાં સામાજિક આગેવાન
ગોપાલભાઇ નિંજાર અને જિલ્લાના હોદ્દેદારો, તાલુકા શહેરના પ્રમુખ/મહામંત્રીઓ
અને જિલ્લા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન મહામંત્રી શ્રી બુચિયા અને આભારવિધિ
શ્રી સીજુએ કરી હતી.