ભુજ, તા. 14 : ગઇકાલે રાતે મુંદરાની ભૂખી
નદીના ખાડામાં ટ્રેક્ટર પલટી જતાં નારાયણલાલ પ્રેમા માળીનું મોત નીપજ્યું હતું, જ્યારે ત્રણ ઘાયલ થયા હતા. આ અકસ્માત અંગે આજે
મુંદરા પોલીસ મથકે મૂળ રાજસ્થાનના પહેલાદસિંહ રાવતે નોંધાવેલી ફરિયાદ મુજબ અશોક દેવજી
પારિયાની વાડીમાં કામ કરતા શખ્સો શેઠ અશોકનું ટ્રેક્ટર નં. જીજે-12- એફબી-5063વાળું આરોપી સાવરસિંહ ગુલાબસિંહ
રાવતે ગઇકાલે રાતે 10.30 વાગ્યે પૂરઝડપે-બેદરકારીથી
ચલાવી ગુલામ સમેજાની વાડીની બાજુમાં ભૂખી નદીના વચ્ચે ખાડામાં પલટી મરાવી દેતાં ટ્રેક્ટર
ઉપર બેઠેલા નારાયણલાલને માથા તથા શરીરના ભાગે ગંભીર ઇજા પહોંચતાં તેનું મોત નીપજાવી
તેમજ સાથેના સાહેદ હેમરાજને શરીરમાં અને ટ્રોલીમાં બેઠેલા અર્જનને અસ્થિભંગ જેવી ગંભીર
ઇજા ફરિયાદી પહેલાદસિંહ રાવતને માથા અને શરીરે ઇજા પહોંચી હતી. ચાલક સાવરસિંહ વિરુદ્ધ
પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી આદરી છે.