મુંબઈ, તા.13 : આરસીબીના
સ્પિન ઓલરાઉન્ડર કુણાલ પંડયાએ કહ્યું છે કે તે બાઉન્સર બોલ ફેંકવાની યોજના પહેલાથી
બનાવતો નથી. બેટધર પર દબાણ સર્જવા અને હાવી થવા માટે સહજતાથી આ પ્રકારના દડા ફેંકે
છે. કુણાલે ગઇકાલની હાઇ સ્કોરિંગ મેચમાં 4 ઓવરમાં ફક્ત 26 રન આપી
1 વિકેટ
લીધી હતી. આ મેચમાં એમઆઇ સામે આરસીબીનો 18 રને વિજય થયો હતો. મેચ પછીની પત્રકાર પરિષદમાં કુણાલ પંડયાએ
કહ્યું મેં ક્યારે પણ અલગ અલગ પ્રકારના બોલ ફેંકવાનું બંધ કર્યું નથી. પ્રયોગ કરતો
રહું છું. પહેલા ઇમ્પેક્ટ પ્લેયરનો નિયમ ન હતો. એટલે પાંચમા કે છઠ્ઠા નંબર પર ઓલરાઉન્ડર
આવતો, પણ હવે
આઠમા ક્રમે પણ વિશુદ્ધ બેટધર આવે છે. મને ખુશી છે કે હું મારી રણનીતિ પર સારો અમલ
કરી રહ્યો છું. સપાટ પીચો અને આઠ બેટધરો હરીફ ટીમમાં હોવાથી ફિંગર સ્પિનર માટે
ટીમમાં જગ્યા બનાવવી ઘણી મુશ્કેલ બની છે. આથી બોલિંગમાં વિવિધતા જરૂરી બની છે.
પહેલેથી યોજના બનાવતો નથી. વિરાટ કોહલીની ઇજા વિશે તેણે કહ્યું ગંભીર નથી. તે હવે
પછીના મેચ પહેલા ફિટ થઈ જશે.