• શુક્રવાર, 10 એપ્રિલ, 2026

અવસાન નોંધ

ભુજ : ધીરજલાલ કરશનદાસ ઠક્કર (રવાણી) (ઉ.વ. 73) તે ગં.સ્વ. સરલાબેનના પતિ, સ્વ. કમળાબેન કરશનદાસના પુત્ર, સ્વ. મમીબેન દામજીભાઇ ઠક્કરના પૌત્ર, સ્વ. કેશરબેન નારાણજી સોમૈયાના જમાઇ, કપિલ, જય, ભક્તિના પિતા, પ્રિયંકાબેન, પૂજાબેનના સસરા, અક્ષ, જાન્યાના દાદા, સ્વ. મણિબેન મોહનભાઇ બુઢાણી (પૂના)ના દોહિત્ર, સ્વ. હરિલાલ, સ્વ. માધવજી, સ્વ. પોપટભાઇ, સ્વ. બચુબેન, સ્વ. મહાલક્ષ્મીબેનના ભત્રીજા, સ્વ. માધવજી, સ્વ. મોતીરામ, સ્વ. મંગલદાસ, સ્વ. લીલાવંતીબેન, સંતોકબેનના ભાણેજ, નિર્મળાબેન અમૃતલાલ તન્ના, કાન્તાબેન પદમશીભાઇ પોબારા, કુંદનબેન જમનાદાસ સોમૈયા, હિનાબેન હસમુખભાઇ ઠક્કર, સ્વ. અનિલભાઇ, દિલીપભાઇ, સ્વ. મહેશભાઇ, કૌશિકભાઇના ભાઇ, સ્વ. અનિતાબેન, ઉષાબેનના જેઠ, સ્વ. પ્રતાપભાઇ, સ્વ. જેન્તીભાઇ, ચંદુભાઇ, જયેશભાઇ, ગોદાવરીબેન, ભાનુબેન, સ્વ. દમયંતીબેન, ઇન્દિરોબેન, શાન્તાબેન, ચંદનબેનના બનેવી, ક્રિમાલી, લીના, હેમાલી, કોમલ, હેતલ, ઘનશ્યામના મોટાબાપા તા. 8-4-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 10-4-2026ના શુક્રવારે સાંજે 4થી 5 શેઠ નાનજી સુંદરજી સેજપાલ (ભીવંડીવાલા) લોહાણા વાડી, ભુજ ખાતે.

ભુજ : મેમણ રઉફભાઇ (બેકરીવાળા) (ઉ.વ. 53) તે અબ્દુલકાદર અહેમદભાઇ (બેકરીવાળા)ના પુત્ર, મ. અબ્દુલ સમદ ઇબ્રાહિમ રાવાલાના જમાઇ, હાજી સલીમભાઇ (ગાંધીનગર), મ. હાજી ઇકબાલભાઇના ભત્રીજા, અલ્તાફના ભાઇ, અકરમ અને અમનના પિતા, નાઝીરભાઇ (માંડવી)ના સસરા તા. 8-4-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 11-4-2026ના શનિવારે સવારે 9થી 10 ભાઇઓ માટે મસ્જિદે હસનૈન, મેમણ કોલોની, ભુજ ખાતે તથા બહેનો માટે નિવાસસ્થાન મકાન નં. 57, મેમણ કોલોની, ભુજ ખાતે.

ભુજ : રશ્મિકુમાર કનકલાલ ભુલાણી (શાહ) (ઉ.વ. 70) તે સ્વ. કુસુમબેન (ગોદાવરીબેન) કનકલાલ શાંતિદાસ શાહના પુત્ર, સ્વ. ચંદ્રસેનભાઈ, સ્વ. રોહિતભાઈ, સ્વ. વિરલભાઈ, પંકજના ભાઈ, સ્વ. દિવાળીબેન, સ્વ. પ્રાણકુંવરબેન, સ્વ. ચંપકબેન, સ્વ. પુષ્પાબેનના ભાણેજ, સ્વ. રમણીકભાઈ, સ્વ. કાંતિભાઈ , જયશ્રીબેન, રેણુકાબેન, ગુણવંતીબેનના કાકાઈ ભાણેજ, હર્ષા, સુષ્મા, નિશા, સ્વાતિ, હેતલ (ઉદય)ના કાકાઈ ફઈના દીકરા ભાઈ, મીનાબેનના જેઠ તા. 8-4-2026ના અવસાન પામ્યા છે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

ભુજ : મેમણ અબ્દુલરઝાક હાજી હારુન (મોતીપુરવાળા) (ઉ.વ. 84) તે સલીમ, મુસ્તાક, મહેતાબ, સાજીદ, સબા, રાહીલા, રુમાનાના પિતા, અબ્દુલગની, મહમંદ હનીફ, આદમ, સલમા અબ્દુલરઝાક કમલાણીના ભાઇ, અશરફ, ઓસમાણ, કરીમુદ્દીનના સસરા, દાનિશના દાદા તા. 7-4-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 11-4-2026ના શનિવારે સવારે 10થી 11 ભાઇઓ તથા બહેનો માટે મેમણ જમાતખાના, આઝાદ ચોક, ભુજ ખાતે.

ભુજ : મુજીબુર રેહમાન શફીફુર રેહમાન લાડલા  તે મોહમ્મદ હફીઝ ઉર રેહમાન અને અલ્તાફ ઉર રેહમાનના ભાઇ, અસલમભાઇ અને નાસિરભાઇના સાળા તા. 8-4-2026ના અવસાન પામ્યા છે. જિયારત તા. 11-4-2026ના સવારે 10.30 વાગ્યે સેજવાલા માતામ, લાલશાહ બુરહાનશા પીરની દરગાહ, ભુજ ખાતે.

અંજાર : કાંતિલાલ કાનજીભાઇ હડિયા (ઉ.વ. 79) તે સ્વ. કુંવરબેન કાનજીભાઈ હડિયાના પુત્ર, ચત્રભુજભાઇ, મોહનલાલ, ભીમજીભાઈ, નરશીભાઈ, અમૃતલાલ, મધુબેન મોહનલાલ બાંભણિયાના ભાઇ, જમનાબેન, શાંતિબેન, ધનગૌરીબેન, મંગળાબેન, રસીલાબેનના જેઠ, સ્વ. શાકરબેન વેલજીભાઈ કાતરિયાના જમાઇ, નરેન્દ્રભાઇ, સુરેશભાઈ, સચિનભાઈના પિતા, વૈશાલીબેન, ભારતીબેન, આરતીબેનના સસરા, મીત, સુમિત, પાર્થ, દીક્ષિતા, યાશિકા, મીરાં, આસ્થાના દાદા તા. 9-4-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 11-4-2026ના શનિવારે સાંજે 4થી 5 યદુવંશી સોરઠિયા સમાજવાડી, વોરાસર સોસાયટી પાસે, અંજાર ખાતે.

મુંદરા : શામજીભાઇ ગણેશભાઇ માનાણી (ઉ.વ. 81) તે તા. 9-4-2026ના અવસાન પામ્યા છે. અંતિમયાત્રા તા. 10-4- 2026ના શુક્રવારે સવારે 8 વાગ્યે નિવાસસ્થાન ઓસવાળ શેરી ખાતેથી.

વર્ધમાનનગર-ભુજોડી (તા. ભુજ) : મૂળ સાંધાણના અભય દિનેશ ધરમશી (ઉ.વ. 51) તે ડિમ્પલબેનના પતિ, હાર્દિક અને નમ્રતાના પિતા, હિતેષના ભાઇ, જીનય અને રીતિકાના મોટાબાપા, વિમળાબેન મણશીભાઇ ડાઘા (વરાડિયા)ના જમાઇ, ખમાબેન મહેન્દ્રભાઇ લોડાયા (કોઠારા), કલ્પનાબેન ચંદ્રકાન્તભાઇ લોડાયા (કોઠારા), ચેતનાબેન દિનેશભાઇ શાહ (મોટા અંગિયા), અલ્પાબેન ભાવેશભાઇ ધરમશી (સાંધાણ હાલે મુંબઇ), રોહિણીબેન મણશીભાઇ ડાઘા (વરાડિયા), સ્વ. આશાબેન બિપિનભાઇ સાયલા (મંજલ), પારસભાઇ મણશી ડાઘા (વરાડિયા)ના બનેવી, કીર્તિભાઇ વેલજીભાઇ ધરમશી (સાંધાણ), રતનબેન પ્રેમજીભાઇ લાલકા (વાડાપદ્ધર હાલે ઇન્દોર), પ્રેમિલાબેન સોમચંદ નાગડા (વાડાપદ્ધર), ખમાવતીબેન કુંવરજી મુનવર (જખૌ), વિજયાબેન પ્રતાપભાઇ ખોના (સાંધાણ)ના ભત્રીજા તા. 9-4-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 12-4-2026ના સાંજે 4થી 5 અચલગચ્છ જૈન ઉપાશ્રય, વર્ધમાનનગર દક્ષિણ ખાતે.

રતનાલ (તા. અંજાર) : કોલી ખમુભાઇ હમીર (ઉ.વ. 85) તે કરશનભાઇ, આલાભાઇ, અમીબેનના પિતા, હાજુબેનના પતિ, વલુભાઇના સસરા તા. 9-4-2026ના અવસાન પામ્યા છે. ઉઠમણું તા. 11-4-2026ના સવારે 8 વાગ્યે કંઢેરાઇ રોડ, તળાવ પાસે, મોટી ટાંકી, રતનાલ (અંજાર) ખાતે.

બિદડા (તા. માંડવી) : મૂળ નાના અંગિયાના લક્ષ્મીબેન ગાવિંદભાઈ ગરવા (મુછડિયા) (ઉ.વ. 75) તે મોહનભાઈ, ભારતીબેન, ઉષાબેન, હિતેષભાઈના માતા, જિતેન્દ્ર, ભરત, નીકિતા, ઉર્વી, વંશિકા, કિંજલ, લકી, વંશના દાદી, સ્વ. બાબુભાઈ, ભીમજીભાઈ, તુલસીભાઈ, હરિભાઈના કાકી, અમૃતભાઈ (બળદિયા), રાજેશભાઈ (વાલ્કા મોટા)ના સાસુ, સ્વ. ભીમજીભાઈ આશાભાઇ (વિરાણી, તા. લખપત)ના પુત્રી, ખીમજીભાઇ (ઘડાણી), સ્વ. વાલજીભાઈ (દોલતપર), સ્વ. ધનજીભાઈ, સ્વ. મણિલાલભાઈ, હીરાલાલભાઈ (વિરાણી)ના બહેન તા. 9-4-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 12-4-2026ના રાત્રે આગરી અને તા. 13-4-2026ના સવારે ઘડાઢોળ નિવાસસ્થાન બિદડા ખાતે.

નાની ખાખર (તા. મુંદરા) : સોની સામજી હરિરામ ચલ્લા (ઉ.વ. 88) તે સ્વ. નેણબાઈ હરિરામ ચલ્લાના પુત્ર, સ્વ. હેમલતાબેનના પતિ, સ્વ. વાલજી રામજી સાગરના જમાઈ, સ્વ. ડાહીબેન મૂળજી છટપોખ્યા, સ્વ. રામજીભાઈ, ઠાકરશીના ભાઈ, ગવરીબેનના દિયર, યસવંતીબેનના જેઠ, જગદીશ, ઈશ્વર, દક્ષા, સંજય, રોહિત, તુષારના પિતા, સરસ્વતીબેન, આનંદીબેન, રાખીબેન, ધરતીબેન, જયેશકુમાર ઘેલાભાઈ જખિયાના સસરા, પુષ્પાબેન, નવીન, રીટાબેનના કાકા, હેતલબેન, કૃપાબેન, અંકિતાબેન, જયના મોટાબાપા, ભક્તિબેન જતિનકુમાર છટપોખ્યા, રાજન, મેહુલ, કોમલબેન, પૂજન, કરણના દાદા, ધૈર્ય, હર્ષના નાના, મિતેષ, સમિત, નિહાન, પ્રથવિના મોટા દાદા તા. 8-4-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 10-4-2026ના શુક્રવારે સાંજે 4થી 5 પીપળેશ્વર મહાદેવ મંદિરના સત્સંગ હોલ, નાની ખાખર ખાતે.

ટુંડા (તા. મુંદરા) : જાડેજા કુલદીપસિંહ ભરતસિંહ (ઉ.વ. 43) તે સ્વ. ભરતસિંહ અભેસિંહના પુત્ર, સ્વ. ગુલાબસિંહ જાડેજા, અનિરુદ્ધસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ જાડેજાના ભત્રીજા, જાડેજા પરાક્રમસિંહના મોટા ભાઇ, સંજયસિંહ, ભગીરથસિંહ, પ્રતિપાલસિંહ, હરદીપસિંહના કાકાઇ ભાઇ, ભવ્યરાજસિંહના પિતા, જયરાજસિંહ, મોહિતરાજસિંહના કાકા, તીર્થરાજસિંહના મોટાબાપુ તા. 8-4-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 13-4-2026ના સોમવારે સવારે 9થી સાંજે 5 ટુંડા ખાતે.

સુખપર (તા. મુંદરા) : જુણેજા આદમ ઓસમાણ (ઉ.વ. 52) તે હુશેન, મ. દાઉદ, અમીન, અમીનાબાઇ સિધિક, સમેજા જેનાબાઇ, સમેજા રુકિયાબાઇના ભાઇ, મ. રુકસાનાબેન, યુનુસ, સુગરાબેનના પિતા, ફિરોઝ, જુનુસ અબુબકરના સસરા, જુણેજા સુલેમાન, અયુબ, સમેજા સિધિક ઉમર, ઓસમાણ જુસબના બનેવી તા. 9-4-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 12-4-2026ના સવારે 9 વાગ્યે મુસ્લિમ જમાતખાના, સુખપર (મુંદરા) ખાતે.

કોટડા-જ. (તા. નખત્રાણા) : ગંગાબેન મૂળજીભાઇ નાયાણી (ઉ.વ. 78) તે સ્વ. મૂળજી નાનજી નાયાણીના પત્ની, બાબુલાલ, સ્વ. રવિલાલ, મંગળાબેન (નખત્રાણા), ધનગૌરીબેન (કોટડા-જ.), પાર્વતીબેન (નખત્રાણા)ના માતા, હિતેન, નીલેશ, કિશન, સુમનના દાદી તા. 9-4-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 10, 11 અને 12 (ત્રણ દિવસ) સવારે 8.30થી 11 અને બપોરે 3થી 5 નિવાસસ્થાન નાયાણી ફળિયા ખાતે.

કલ્યાણપર-મંજલ (તા. નખત્રાણા) : રવજીભાઈ દેવજી ગોરાણી (ઉ.વ. 56) તે સ્વ. જીવાબેન દેવજી ગોરાણીના પુત્ર વિમળાબેનના પતિ, રિંકલબેન જયેશ પોકાર (ડોમ્બિવલી), પ્રિયાબેન સાક્ષિત માવાણી (અમીરગઢ), ઉમંગભાઈના પિતા, માનસીબેન ઉમંગના સસરા, ડાયાભાઈ, રમણભાઈ, ગં.સ્વ. પ્રેમિલાબેન નારણ પોકાર (કંજેલી કંપા), હીરાબેન દિનેશ ભગત (આણંદસર), કુંવરબેન અમૃત વેલાણી (કુરબઈ), ગં.સ્વ. કસ્તૂરબેન અમૃત જબુઆણી (મમાયમોરા)ના ભાઈ, પરસોત્તમભાઈ, પ્રકાશભાઈ (નાસિક), શૈલેશભાઈ (નાસિક), નીરવભાઈ, સુરેખાબેન જીતુભાઈ માવાણી (વડાલી), ઉર્મિલાબેન નીતેશ ચૌધરી (ખારઘર), કંચનબેન મનોજ ભીમાણી (રત્નાગિરિ)ના કાકા, સ્વ. નારણ કરશન પ્રેમજિયાણી (દેશલપર વાંઢાય)ના જમાઈ તા. 8-4-2026ના અવસાન પામ્યા છે. સાદડી (પ્રાર્થનાસભા) તા. 10-4-2026ના શુક્રવારે સવારે 8થી 11 અને બપોરે 3થી 5 ડાયાભાઈ દેવજીભાઈ ગોરાણીના નિવાસસ્થાન કલ્યાણપર (મંજલ) ખાતે.

નલિયા (તા. અબડાસા) : ખત્રી રોમતબાઈ મામદ (ભૂધાની) (ઉ.વ. 95) તે ખત્રી હાજી અબ્દુલગની મામદના માતા, ખત્રી અલ્તાફ, અવેશના દાદી, ખત્રી મામદ અબ્દુલા (વાયોર), ખત્રી ઇસ્માઇલ આધમ (અંજાર)ના સાસુ તા. 8-4-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 11-4-2026ના શનિવારે સવારે 10.30 વાગ્યે મસ્જિદે તયબાહ, સપના નગર, નલિયા ખાતે.

ઐડા (તા. અબડાસા) : હમીર થાવર પાતારિયા (ઉ.વ. 60) તે મીઠાબાઇ થાવર પાતારિયાના પુત્ર, કાનબાઇના પતિ, ભીમજી (ઐડા), ડેમાબાઇ મીઠુભાઇ ભરાડિયા (ભાચુંડા)ના ભાઇ, અરવિંદના મામા, મૂલબાઇ શંકર કટુઆ (લાલા)ના જમાઇ, લધુભાઇ (વાંકુ), પ્રેમજીભાઇ (સુંદરપુરી ગાંધીધામ), માલશીભાઇ (સુંદરપુરી ગાંધીધામ), ધનબાઇ વેલજી ભર્યા (ગણેશનગર ગાંધીધામ), લક્ષ્મીબેન વેલજીભાઇ ચંદે (નલિયા), વાલબાઇ દામજી કોચરા (બાયઠ)ના બનેવી, જમણાબાઇ અરવિંદ કોચરા (બાયઠ), દમયંતીબેન પરષોત્તમ કોચરા (બાયઠ), ખીમજી, કેશરબાઇ, ભાવેશના પિતા, દિવ્યા, પરેશના મોટાબાપુ, મેઘબાઇ ગોવિંદ ચના વિંઝોડાના વેવાઇ તા. 8-4-2026ના અવસાન પામ્યા છે. અંતિમ અને ધાર્મિકક્રિયા તા. 9-4-2026ના પૂર્ણ થઇ ગઇ છે. બેસણું નિવાસસ્થાન ઐડા ખાતે. 

Panchang

dd