• બુધવાર, 15 એપ્રિલ, 2026

પથ્થર અને મલબો ગમે ત્યારે અકસ્માત સર્જવા સક્ષમ

ભુજ, તા. 14 : શહેરના ગૌરવપથમાંથી નવા બની રહેલા આઇકોનિક માર્ગનું કામ ધીમીગતિએ થતું હોવાની લોક ફરિયાદ ઊઠી છે. ભુજના મહત્ત્વના અને ટ્રાફિકથી ધમધમતા ખેંગારબાગથી ગાયત્રી મંદિર થઇ મંગલમ જતા માર્ગનું સુધરાઇ દ્વારા નવીનીકરણ હાથ ધરાયું છે. હાલમાં માર્ગ વચ્ચેના ડિવાઇડરને ખોદી તેનામાં ગ્રિલ ફિટિંગ   તેમજ નવી લાઇટોના પોલ  ઊભા કરવાનું કામ ચાલી રહ્યું   છે. આ કામગીરી અંતર્ગત ખોદકામ દરમ્યાન નીકળતા પથ્થર અને મલબો માર્ગ પર ઠાલવાયો છે. ઉપરાંત સિમેન્ટનાં થયેલા કામ ઉપર નિયમીત પાણીનો છંટકાવ પણ થતો નથી. જેને પગલે કામગીરી નબળી થશે તેવી પણ જાગૃતો ભીતિ વ્યક્ત કરી રહ્યા છે. રાત્રિ સમયે પૂરના ઢગલા અને પથ્થરને કારણે અકસ્માત સર્જાવાની સતત ભીતિ રહે છે. કેમ કે, કામગીરીના સ્થાને રેડિયમવાળી કે, અન્ય કોઇ આડશ રખાતી નથી. ભુજ સુધરાઇના જવાબદારો આ કામ સત્વરે પૂર્ણ કરાવે તેવી  લાગણી  વ્યક્ત  થઇ રહી છે. 

Panchang

dd