ભુજ : પુષ્કર્ણા બ્રાહ્મણ શંકરલાલ દયારામ જોષી (બોડા) (ઉ.વ.
60) (ભુજ કોર્ટ) તે સ્વ. કલાવંતીબેન
દયારામ બોડા (માંડવી)ના પુત્ર, રાજુ,
ઇલા, ભાવેશ, સ્વ. મનોજના
ભાઇ, સ્વ. નારાયણદાસના ભત્રીજા, મિતેષ,
ધવલના મોટા કાકા, સ્વ. મધુસૂદન, સ્વ. રાજેશ, સ્વ. હેમંત, સ્વ. જિતેન્દ્રના
ભાણેજ તા. 11-4-2026ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 13-4-2026ના સોમવારે સાંજે 5.30થી 6.30 હાટકેશ્વર
મંદિર, ઉપલીપાળ રોડ, ભુજ ખાતે.
ભુજ : મૂળ વરલીના કુસુમબા (ઉ.વ. 75) તે ભરતસિંહ રવુભા જાડેજા (એસ.ટી.
રિટાયર્ડ)ના પત્ની, પરાક્રમસિંહ,
રામદેવસિંહના માતા, સ્વ. હરિસંગજી, શિવભદ્રસિંહ, ચંદ્રસિંહ, કુલદીપસિંહ,
હિતેન્દ્રસિંહના ભાભી, દેવદીપસિંહના દાદી તા. 12-4-2026ના અવસાન પામ્યા છે. બેસણું
તા. 16-4-2026ના સાંજે 5થી 6 રાજપૂત સમાજવાડી, રઘુવંશી નગર, ભુજ ખાતે.
ગાંધીધામ : મૂળ તેરાના વીજેન્દ્ર પરમાર (ઉ.વ. 57) તે સ્વ. ગોપાલજી વિસનજી પરમાર
(કાકુભાઇ)ના પુત્ર, સવિતાબેનના
પતિ, કેવલ, મનવીના પિતા, પ્રવીણભાઇ, નરેન્દ્રભાઇ, બેનાબેન,
નીતાબેન, અરૂણાબેનના ભાઇ તા. 10-4-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 13-4-2026ના સાંજે 4થી 6 સમસ્ત ગુર્જર લુહાર જ્ઞાતિની વાડી, ઓસ્લોની બાજુમાં, ગાંધીધામ
ખાતે.
અંજાર : કરીમાબાઇ અનવરભાઇ ખૈબર (ઉ.વ. 51) તે હુશેન, મ. ઇબ્રાહિમના ભાભી, જુણેજા
ઉમર કાસમ (આધોઇ)ના બહેન તા. 11-4-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 14-4-2026ના મંગળવારે સવારે 10થી 11 કુંભાર જમાતખાના, કુંભાર ચોક, અંજાર ખાતે.
માંડવી : બ્રહ્મક્ષત્રિય અંજના સોદાગર (ઉ.વ. 81) તે સ્વ. જેઠાલાલ જોગીના પુત્રી, નવીનચંદ્ર નારાયણજી સોદાગરના પત્ની,
ભાવના ભાવેશ કારાતેલા, સ્વાતિ હિરેન રાચ્છ,
ક્રિમાલી મેધેશ નિર્મળના માતા, નિર્મળા હરિરામ
સોદાગરના જેઠાણી, સ્વ. ભાનુમતી પ્રાગજી ટાટારિયા, સ્વ. હરિરામ સોદાગર, સ્વ. હરસુખ સોદાગર, કુંદનબેન જયંતીલાલ ખત્રી, મુકતા જિતેન્દ્ર ખત્રીના ભાભી,
મીત, અનન્યા, હિતાર્થ,
મલ્હારના નાની તા. 11-4-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 13-4-2026ના સોમવારે સાંજે 4.30થી 5 રંગચુલી,
માંડવી ખાતે.
માંડવી : ઉઠાર અકબર મામદ (ઉ.વ. 38) તે અલ્તાફ, રાજાના ભાઈ તા. 11-4-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 14-4-2026ના મંગળવારે સવારે 10થી 11 મસ્જિદ-એ-અહેમદશાહ બુખારી,
મસ્કા ચોકડી, માંડવી ખાતે.
મુંદરા : મૂળ જામનગરના રાઠોડ પ્રવીણાસિંહ નારણજી (ઉ.વ. 46) તે ભીખુભા, પ્રતાપાસિંહ, સ્વ. મેઘુબા
માધુભા ચૌહાણ (ધુણઇ), વિજયાબા લાલજીભા દારાડ (નલિયા)ના ભાઈ, રાઠોડ શવજી જેઠુજી (જામનગર હાલે નલિયા)
(ભેળવાળા)ના કાકાઇ ભાઇ તા. 12-4-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 14-4-2026ના મંગળવારે સાંજે 4થી 5 ખારવા સમાજવાડી, મુંદરા ખાતે.
લુડવા (તા. માંડવી) : વિઠ્ઠલદાસ કાનજી પોકાર (ઉ.વ. 63) તે મરઘાબેન કાનજીના પુત્ર, ગં.સ્વ. લીલાબેનના પતિ, મયૂરીબેન, પ્રતીકના પિતા, વૃશાંગ,
ભાવિકાના સસરા, પ્રેમિલાબેન ઈશ્વર માકાણી,
જીવરાજભાઈ કાનજીભાઈના ભાઈ, વિજલ, વિનયના મોટાબાપા, અદ્વૈત, રૂહીના
દાદા, અબજી દેવજી ભગત (જનકપુર)ના જમાઈ તા. 11-4-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 13-4-2026ના સોમવારે સવારે 8થી 11 પાટીદાર સમાજવાડી, લુડવા ખાતે.
વાડા (તા. માંડવી)
: સમેજા મામદ સાલેમામદ (ઉ.વ. 67) તે અબ્દુલ લતીફ, સિદ્ધિકના ભાઇ, રફીક (ફકીરો)ના પિતા, આરીફ, આશિફના મોટાબાપા, ફરહાનના
દાદા, કુરેશી અલીમામદ, પઠાણ જુસબના સાળા,
સમેજા, હમીદ, કુરેશી હમજાના
સસરા તા. 11-4-2026ના
અવસાન પામ્યા છે. જિયારત તા. 15-4-2026ના
બુધવારે સવારે 10.30થી 11.30 મસ્જિદે રબ્બાની, વાડા ખાતે.
મોટી ભાડઈ (તા. માંડવી) : ભટ્ટી ફકીરમામદ મામદ (ઉ.વ. 71) તે સુલેમાન, અબ્દુલ, જાકબ,
મ. અલીમામદના ભાઈ, કાસમ, રફીક, મ. અબ્દુલ, મેરાદ્દીનના પિતા,
મોખરા હુશેન, ભટ્ટી ઇમરાનના સસરા તા. 12-4-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 14-4-2026ના મંગળવારે સવારે 10.30થી 11.30 નિવાસસ્થાન મફતનગર, મોટી ભાડઈ ખાતે.
રત્નાપર (તા. માંડવી) : લીલાબેન પરસોત્તમ ઠાકરાણી (ઉ.વ. 67) તે સ્વ. જશુબેન રામજી અરજણ
ઠાકરાણીના પુત્રવધૂ, પરસોત્તમભાઈના
પત્ની, નીલેશભાઈ, પંકજભાઈ, સ્વ. કપિલભાઈના માતા, જુલીબેનના સાસુ, સ્વ. નારણ પ્રેમજી સેંઘાણી (રાજપર)ના પુત્રી, સ્વ. લાલજીભાઈ,
સ્વ. નથુભાઈ, નારણભાઈના નાના ભાઈના પુત્રવધૂ, સ્વ. જીવાબેન,
કસ્તૂરબેન, મણિબેનના દેરાણી, રવિલાલભાઈ (થાણા), કાંતિભાઈ (મુલુંડ), શાંતાબેન લીંબાણી (દહાણુ), રસીલાબેન માવાણી (નખત્રાણા)ના
બહેન, મોંઘીબેન છાભૈયા (ગઢશીશા), રતનબેન
રંગાણી (ગઢશીશા), કાંતાબેન પોકાર (વડવા), શાંતાબેન પરવાડિયા (ગઢશીશા), પ્રભાબેન ચૌહાણ (લુડવા)ના
ભાભી, નરોત્તમભાઈ, સ્વ. ઈશ્વરભાઈ,
જયંતીભાઈ, પ્રવીણભાઈ, હરિભાઈ,
અરાવિંદભાઈ, હિતેષભાઈના કાકી તા. 11-4-2026ના અવસાન પામ્યા છે. સાદડી
તા. 13-4-2026ના સોમવારે સવારે 8.30થી 11.30 પાટીદાર સમાજવાડી, રત્નાપર ખાતે.
સાડાઉ (તા. મુંદરા) : ખલીફા અદ્રેમાન મામદ (ઉ.વ. 65) તે ઇસ્માઇલ, આશિફના પિતા, ખલીફા હાસમ,
જુમાના કાકા, સદામ, અલીમામદ,
સાહિલ, સરફરાઝ, અલફાઝના દાદા,
રજાક, મજીદ (તુંબડી), અનવર,
ઇસ્માઇલના સસરા, આમદ ઓસમાણ (ખેડોઇ)ના જમાઇ,
આદમ આમદના બનેવી, ઇબ્રાહિમ, સાહિલ, અમશીદ, અયાન, હૈદર, સાહિલ, ફેઝાનના નાના તા.
12-4-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 15-4-2026ના બુધવારે સવારે 10થી 11 સાંધ સમાજવાડી, સાડાઉ ખાતે.
માધાપર-મંજલ (તા. નખત્રાણા) : માતંગ સુરેશ (હરેશ) માલશીંભાઇ
મતિયા (ઉ.વ. 29) તે નેણબાઇ માલશીં ગોવિંદના
પુત્ર, રવિલાલ, મીનાબેન અશોક
મારાજ (કિડાણા-ગાંધીધામ)ના ભાઇ, ભાવનાબેનના દિયર, પરમ, નિર્વાના કાકા, મહેક,
દિશાંતના મામા, આસમલ ખીમજી કન્નર (આદિપુર)ના દોહિત્ર
તા. 9-4-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા
પૂર્ણ થઇ ગઇ છે. બેસણું નિવાસસ્થાન માધાપર-મંજલ ખાતે.
તેરા (તા. અબડાસા) : જાગરિયા ગાંગજી દેસર તે નવીન લધાના કાકા, દયારામ, કિશોર,
પ્રફુલ્લના પિતા તા. 10-4-2026ના અવસાન પામ્યા છે. આગરી તા. 20-4-2026ના, પાણીની વિધિ તા. 21-4-2026ના નિવાસસ્થાન તેરા ખાતે.
વાડાપદ્ધર (તા. અબડાસા) : સોરા જુમા ભચુ (ઉ.વ. 62) તે મુબારકના ભાઇ, રમજાન, અબ્દુલના પિતા
તા. 12-4-2026ના અવસાન પામ્યા છે. જિયારત
તા. 15-4-2026ના બુધવારે સવારે 10થી 11 જામા મસ્જિદ, વાડાપદ્ધર ખાતે.