ચેન્નાઇ, તા. 14 : ચેન્નાઈ સુપર કિંગ્સે શાનદાર
બાલિંગ પ્રદર્શનના બળે કોલકાતા નાઈટ રાઈડર્સને ચેપોક ખાતે 32 રનથી હરાવી બીજી જીત નોંધાવી
હતી. ચેન્નાઈએ 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને
192 રન બનાવ્યા હતા. કોલકાતા સંપૂર્ણ
20 ઓવર પછી સાત વિકેટ ગુમાવીને
160 રન જ બનાવી શકી હતી. જીતના
ઈરાદે મેદાને ઉતરેલી કેકેઆરની ટીમ વતી રમનદીપસિંહે 23 દડામાં 4 ચોગ્ગા અને
1 છગ્ગા સાથે 35 રન, અણનમ રહેલા પોવેલે 22 દડામાં 1 ચોગ્ગા-2 છગ્ગા સાથે 31 રન, જ્યારે કેપ્ટન
રહાણે 22 દડામાં 2 છગ્ગા ફટકારી 28 રન કરી પવેલિયન તરફ ફર્યો હતો.
રઘુવંશીએ 27, તો નારાયણે 24 રન ઝૂડયા હતા. સીએસકે વતી નૂર
અહેમદે 4 ઓવરમાં 21 રન આપી 3 વિકેટ ખેરવી
હતી, જ્યારે કમ્બોજે 4 ઓવરમાં 32 રન આપી 2 વિકેટ લીધી
હતી. અહેમદ અને હુસેનને 1-1 વિકેટ સાંપડી
હતી. અગાઉ કેકેઆરની ચુસ્ત સ્પિન બોલિંગ છતાં સીએસકે 20 ઓવરના અંતે પ વિકેટે 192 રનનો મજબૂત સ્કોર બનાવવામાં
સફળ રહી હતી. ચેપોકની સ્લો પિચ પર કેકેઆર સ્પિન ત્રિપુટી સુનિલ નારાયણે 4 ઓવરમાં 21 રનમાં 1, વરૂણ ચક્રવર્તીએ
3 ઓવરમાં 26 અને અનુકલ રોયે 3 ઓવરમાં 21 રનનો ચુસ્ત
સ્પેલ ફેંકીને સીએસકેના બેટધરોને બાંધી રાખ્યા હતા. સીએસકે તરફથી સંજૂ સેમસને 32 દડામાં 4 ચોગ્ગા-3 છગ્ગાથી 48 રનની સર્વાધિક
ઇનિંગ્સ રમી હતી. આ સિવાય આયુષ મ્હાત્રેએ ફકત 17 દડામાં 6 ચોગ્ગા-2 ચોગ્ગાથી ઝડપી 38 રન કર્યાં હતા. ડેવાલ્ડ બ્રેવિસે
29 દડામાં 4 ચોગ્ગા-2 છગ્ગાથી 41, સરફરાઝ ખાને
23 રન કર્યાં હતા, જ્યારે શિવમ દૂબે 13 અને જેમી ઓવરટન 7 રને નોટઆઉટ રહ્યા હતા. આથી સીએસકે 192 રને પહોંચ્યું હતું. કાર્તિક
ત્યાગીને 2 વિકેટ મળી હતી.