• બુધવાર, 08 એપ્રિલ, 2026

અવસાન નોંધ

ભુજ : મૂળ અંજારના જિતેન્દ્ર (રાજાભાઇ) આણંદજી ઠક્કર પરબિયા (ઉ.વ. 84) તે સ્વ. લક્ષ્મીબેન આણંદજીના મોટા પુત્ર, સ્વ. કુમુદબેન મનસુખલાલ આડાસણી (અંજાર)ના જમાઇ, સ્વ. નયનતારાબેનના પતિ, વિપુલભાઇ, દિનાબેન, નિશાબેનના પિતા, છાયાબેન, અશ્વિનકુમાર, પરેશકુમારના સસરા, સ્વ. અશ્વિનભાઇ, સ્વ. સાવિત્રીબેન, સુશીલાબેન (મુંબઇ), હીરામણીબેન, કાંતાબેન (મોટા ભાડિયા)ના મોટા ભાઇ, સ્વ. મુળજીભાઇ (મુંબઇ), સ્વ. વેલજીભાઇ, સ્વ. શંકરલાલ (મોટા ભાડિયા)ના સાળા, સ્વ. હસ્તાબેન અશ્વિનભાઇના જેઠ, સ્વ. જાદવજીભાઇ, સ્વ. પુરુષોત્તમભાઇ, સ્વ. નેણશીભાઇ, સ્વ. કંકુબેન, સ્વ. બચુબેન બધા (અંજાર)ના ભત્રીજા, જયેશ, પૂર્ણિમા, જિજ્ઞા, ભાવનાના મોટાબાપા, મિહિરના દાદા, બિંદિયા, બરખા, રીંકલ, શિવાની, કાજલ, ઓમના નાના, રાજેશકુમાર, દિપેનકુમાર, રામકુમાર, રાજકુમારના નાનાજી અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 8-4-2026ના 4.30થી 5.30 બીએપીએસ સ્વામિનારાયણ મંદિર સત્સંગ હોલ, નિર્મલસિંહની વાડી, ભુજ ખાતે.

ભુજ : સમા કાસમ સાલેમામદ (ઉ.વ. 78) (નિવૃત્ત એસ.ટી. ટ્રાફિક કન્ટ્રોલર) તે અહેમદ (સેન્ટ્રીંગ કોન્ટ્રાક્ટર), નજીર હુસેન, અકબર (વેલ્ડિંગ વર્ક), નઝમા, જુબેદાના પિતા, અફતર (પીજીવીસીએલ), દાઉદના સસરા, ઇબ્રાહીમ (જીએસઆરટીસી), હુસેન (એફસીઆઇ), યાકુબ (પા.પુ. બોર્ડ), ફકીરમામદ (પા.પુ. બોર્ડ)ના ભાઇ, મામદ ઉમરના બનેવી, વારીસના દાદા, અયાઝના નાના તા. 7-4-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 9-4-2026 ગુરુવારે સવારે 8.30 વાગ્યે નિવાસસ્થાન ખાસરાઇ વાડી, જાફરશાપીરની દરગાહ પાસે.

ગાંધીધામ : જોષીલ ચાંપાનેરી (ઉ.વ. 50) તે અરુણાબેન ગિરીશભાઈ ચાંપાનેરીના પુત્ર, બીનાબેન ચાંપાનેરીના પતિ, રૂપાબેન રાજેશભાઈના નાના ભાઈ, ફલક, ત્રીસાના પિતા, માલવના કાકા, જશુમતીબેન પી. સોમાણી, ડો. નીમાબેન ભાવેશભાઈ આચાર્ય (પૂર્વ અધ્યક્ષ-ગુજરાત વિધાનસભા), માલવીકાબેન એસ. શાહના ભત્રીજા, નૈનાબેન પ્રદિપ સોમાણી, નીલાબેન સુનીલભાઈ સોમાણી તથા અનીતાબેન રાજેન્દ્રભાઈ બેલાણીના ભાણેજ તા. 6-4-2026ના  અવસાન પામ્યા   છે. પ્રાર્થનાસભા તા. 9-4-2026ના ગુરુવારે સાંજે 5થી અંબેમા મંદિર હોલ, સેક્ટર-4, ગાંધીધામ ખાતે.

અંજાર : નોડે કાસમ જુમા (ઉ.વ. 55) (કે.પી.ટી.વાળા) તે અબ્બાસ (અંજાર નગરપાલિકા), જુસબ, સલીમ, મ. મુસ્તાકના મોટાભાઈ, મોહસીનના પિતા, નોડે નૂરમામદ તુગાજીના જમાઇ, નોડે હનીફ મીસરી, નોડે હનીફ રમજુ (એસ.ટી. પાર્સલ, અંજાર)ના સસરા તા. 7-4-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 9-4-2026ના ગુરુવારે સવારે 10થી 11 હાજીપીર મસ્જિદ, દેવળિયા નાકા, અંજાર મધ્યે તેમજ બહેનો માટે નિવાસસ્થાને.

મુંદરા : સુમરા અબ્બાસ ઇસ્માઇલ (ઉ.વ. 56) તે રસીદ, સાફીનના પિતા, હાજી (ઇસ્માઇલ) (બાગ-માંડવી)ના સસરા, ઈબ્રાહીમ અધાભા, સિકંદર અધાભાના કાકાઈ ભાઇ, રમજાન તથા આસિફ નુરમામદના કાકા, કાસમ, લતીફ, સિધિક (માંડવી)ના બનેવી, કાદર સિધિક (માંડવી)ના સાળા, ભાલો (માંડવી) તથા નોમાન અબ્દુલ (ગાંધીધામ)ના મામા, ગની, હમિદ, આમદ, બાબુ, કાદર (માંડવી)ના મામા સસરા, સિરાજ ગુલામ (ધ્રબ)ના કાકા તા. 7-4-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 9-4-2026ના ગુરુવારે સવારે 10થી 11 નિવાસસ્થાન, લશ્કરી માતમ ચોક, જત જમાતખાનાની બાજુમાં, મુંદરા ખાતે.

માધાપર (તા. ભુજ) : મૂળ રેહાના રતનશી રામજી સોલગામા (ઉ.વ. 82) તે સ્વ. પ્રેમુબાઈ રામજીભાઈ સોલગામાના પુત્ર, સરલાબેનના પતિ, સ્વ. ગોપાલભાઈ, સ્વ. રણછોડભાઈ, સ્વ. નર્મદાબેનના ભાઈ, કમલેશભાઈ, હિતેશભાઇ, સંજયભાઈના પિતાદિપ્તીબેન, દિપાબેન, વિણાબેનના સસરા, દિવ્યા સાગર પંડયા, પંક્તિ પ્રતીક જોલાપરા, કૃષ્ણા, ઝીલ, ધ્રુવ, નંદિનીના દાદા તા. 6-4-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 9-4-2026ના ગુરુવારે સાંજે 4થી 5, સેવક સમાજવાડી, નવાવાસ, માધાપર ખાતે.

મેઘપર બોરીચી (તા. ગાંધીધામ) : મૂળ ડોણ (માંડવી)ના પ્રવીણપુરી લાલપુરી ગોસ્વામી તે સ્વ. માનબાઇ લાલપુરીના પુત્રહેમલતાબેનના પતિશૈલેષપુરી, પ્રભાબેન અને સ્વ. મંજુલાબેનના ભાઇ, મનિષપુરી, આસુબેન અને સ્વ. કાજલબેનના પિતા, સ્વ. વેલાબેન બુધપુરી (કાદિયા)ના જમાઇ તા. 6-4-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 9-4-2026ના ગુરુવારે સાંજે 4થી 5 જલારામ બાપાના મંદિર, મેઘપર બોરીચી ખાતે.

મોટી ખેડોઇ (તા. અંજાર) : પ્રદીપસિંહ ભરતસિંહ જાડેજા (ઉ.વ. 38) તે ભરતાસિંહ દાજીરાજના પુત્ર, સ્વ. ભાવુભા, સ્વ. દિલુભા, બળવંતાસિંહ સજુભા, જયેન્દ્રાસિંહ (કાઉન્સિલર અંજાર નગરપાલિકા)ના ભત્રીજા, હરપાલાસિંહસ્વ. પ્રતિપાલાસિંહ, સ્વ. ઇન્દ્રજીતાસિંહ રૂતુરાજસિંહ, સ્વ. વિજયાસિંહ, રવિરાજાસિંહ, ભાગ્યરાજાસિંહ, વીરભદ્રાસિંહ, વીરપાલાસિંહ તેમજ મિતરાજાસિંહના ભાઈ  તા. 7-4-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 7-4-2026થી 18-4-2026ના સવારે 9થી 12 તથા બપોરે 3થી 6 પંચાયત કોમ્યુનિટી હોલ મધ્યે.

નાની વિરાણી (ગઢશીશા) (તા. માંડવી) : હાલે ઘાટકોપર નાનબાઇ જીવરાજ રામાણી (ઉ.વ. 85) તે સ્વ. જીવરાજ દેવસી રામાણીના પત્ની, કુંવરબેન સામજી રામાણીના દેરાણી, શારદાબેન, મહેન્દ્રભાઈ, નવીનભાઈ, જયંતીભાઈના માતા, જયશ્રીબેન, કંચનબેન, ભાવનાબેન, નરોત્તમ મોહન રામજીયાણીના સાસુ, સ્વ. રવજી વિશ્રામ વસાણી (વડવા કાંયા)ના પુત્રી, ભૂમિ, મયંક, હિરલ, નીત, ધવલ અને રાહિલના દાદી, તેજસ અને ચિંતનના નાની, નિયતિ, દૃષ્ટિ  અને ક્રીણલના દાદી સાસુ તા. 6-4-2026ના  અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 8-4-2026ના સવારે 8.30થી 12 લક્ષ્મીનારાયણ સનાતન સમાજવાડી, નાની વિરાણી ખાતે.  

દેવપર (ગઢ) (તા. માંડવી) : ચોથીબાઇ રોશિયા તે સ્વ. રણશી સાંગા રોશિયાના પત્ની, સ્વ. રાણબાઇ નારણ હાજા વિંજોડા (કોટડી)ના પુત્રી, સ્વ. દેવજી નારણ વિંજોડા, કરસન મીઠુ વિંજોડા (કોટડી)ના બહેન, પદમાબાઈ થાવર ચંદે (ડુમરા), દામજી, પરમાબાઈ ગાંગજી જંજક (કોટડા રોહા), નરશીભાઈના માતા, વનિતાબેન અરાવિંદ આયડી (બેરાજા), સ્વ. વાલજી, વાલબાઈ પ્રવીણ જંજક (કોટડા રોહા), કાનજી, કિશોરના દાદી, દિપક વાલજી રોશિયાના પરદાદી, હીરબાઇ દામજી, લખમાબાઈ નરશી રોશિયાના સાસુ તા. 6-4-2026ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસ સ્થાન, દેવપર ગઢ ખાતે.

જનકપુર (તા. માંડવી) : ખીમજી ધનજી પોકાર (ઉ.વ. 84) તે વેલબાઈના પતિ, કાંતિલાલ નાનાલાલ તથા દમયંતીબેન સેંઘાણી (નવાવાસ)ના પિતા, વનીતાબેન, જયાબેન પરસોત્તમ સેંઘાણી (નવાવાસ-ડોમ્બીવલી)ના સસરા, વિશાલ, જીગર, ઈશિતા, હિરેન, દર્શિલના દાદા, ચેતના, ઈશિતાના દાદા સસરા, સ્વ. નારણભાઈ, સ્વ. હરજીભાઈ, સ્વ. ડાયાભાઈ, સ્વ. કુંવરબેન (આણંદસર), ગં.સ્વ. કાંતાબેન (વડવા કાંયા)ના ભાઈસ્વ. વિશ્રામ લાલજી દડગા (બિદડા)ના જમાઈ તા. 7-4-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 8-4-2026ના સવારે 8.30થી 11.30 બપોરે 3થી 5 જનકપુર પાટીદાર સમાજવાડી ખાતે.

દુર્ગાપુર (તા. માંડવી) : પ્રિયલબેન મીત સેંઘાણી (ઉ.વ. 25) તે મીતકુમારના પત્ની, વિજયાબેન શાંતિભાઈના પુત્રવધૂ, કસ્તુરબેન શિવજીના પૌત્રવધૂ, ઉર્મિલાબેન સુરેશભાઈના પુત્રવધૂ, જુગલ, સ્મિતના નાના ભાઈના પત્ની, રીંકલ, ટિવંકલના દેરાણી, મૈત્રી જૈમીન પરવાડિયાના ભાભી, વિવાન, આર્વી, હિરના કાકી, નયનાબેન મોહનલાલ, રશ્મિબેન અરવિંદના ભત્રીજાવહુ, કલ્પનાબેન સુરેશ પ્રેમજીભાઈ રૂડાણી (નાની ખાખર-હાલે બિદડા)ના પુત્રી, ભવ્ય, પાર્થના બહેન, મયૂરીબેનના નણંદ તા. 6-4-206ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 8-4-06ના સવારે 8.30થી 11.30 તથા બપોરે 3.30થી 6 કડવા પાટીદાર ભવન દુર્ગાપુર ખાતે.

નાગલપર (તા. નખત્રાણા) : હાલે નાસિક કાનજીભાઇ મનજીભાઇ ધોળુ (ઉ.વ. 80) તે સ્વ. રમીલાબેનના પતિ, જયંતીભાઇ, શારદાબેન, નિર્મળાબેન, પ્રકાશભાઇના પિતા, હાર્દિક, ડિમ્પલ, શાન, આયુષના દાદા તા.  6-4-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 9-4-2026ના ગુરુવારે સવારે 9થી 10:30 પાટીદાર સમાજવાડી, નાગલપર ખાતે.

રાજકોટ : કિરીટભાઇ માંડલિયા (ઉ.વ. 68) તે સ્વ. ગીરધરલાલ નરસીભાઇ માંડલિયાના પુત્ર, હિરેન, અજયના પિતા, સ્વ. કરસનદાસ, સ્વ. કિશોરભાઇ, શશીભાઇના ભાઇ, સ્વ. સોની નંદલાલ મોહનલાલ પાટડિયાના જમાઇ, બળવંતભાઇ, દિનેશભાઇ, પરેશભાઇના બનેવી તા. 6-4-2026ના અવસાન પામ્યા છે. બંન્ને પક્ષનું બેસણું તા. 9-4-2026ના ગુરુવારે બપોરે 3થી સાંજે 5 કોઠારિયા નાકા, ખીજડાવાડી-1 ખાતે.

નાલાસોપારા (મહારાષ્ટ્ર) : મૂળ ફરાદીના વિશનજી હરિરામ પેથાણી (ઉ.વ. 73) તે સ્વ. નિર્મળાબેનના પતિ, કસ્તુરબેન હરિરામ શામજી પેથાણીના પુત્ર, રશ્મિ, અનીશ, હિતેશ, શિલ્પાના પિતા, ધીરજલાલ દામોદર વ્યાસ, હિતેશ રાણા, નીતાબેન, પૂનમબેનના સસરા, સ્વ. જેન્તીલાલ, રમેશ, દિનેશ, સ્વ. જયેશ, રજનીકાંત, વિપુલ તથા પ્રભાબેનના મોટા ભાઈ, દયારામ મુરજી મોતા (મસ્કા)ના જમાઈ તા. 7-4-2026ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 8-4-2026ના નિવાસસ્થાન, એફ/04, સનરાઈઝ એપાર્ટમેન્ટ, મધર મેરી સ્કૂલની પાસે, બીજો રોડ, શ્રી પ્રસ્થ, નાલાસોપારા પશ્ચિમથી સવારે 8 કલાકે નીકળશે.  

Panchang

dd