• શનિવાર, 18 એપ્રિલ, 2026

ટીમ ડેવિડે સફળતાનું શ્રેય બેટિંગ કોચ દિનેશ કાર્તિકને આપ્યું

બેંગ્લુરુ, તા. 6 : આરસીબીના બિગ હિટર ટિમ ડેવિડે તેની સફળતાનો શ્રેય બેટિંગ કોચ દિનેશ કાર્તિકને આપ્યો છે. ડેવિડે સીએસકે વિરુદ્ધની મેચમાં 2પ દડામાં 8 છગ્ગાથી 7પ રનની વિસ્ફોટક ઇનિંગ્સ રમી હતી. આ મેચમાં આરસીબીનો 43 રને આસાન વિજય થયો હતો. પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયા પછી ડેવિડે તેની સફળતાનો શ્રેય ટીમના મેન્ટોર અને બેટિંગ કોચ દિનેશ કાર્તિકને આપતા કહ્યું કે તેની સાથે કામ કરવું ઘણું કિંમતી છે. તેના જેવા અનુભવી ખેલાડી પાસેથી ઘણું શીખવાનું મળે છે.

Panchang

dd