• બુધવાર, 08 એપ્રિલ, 2026

બંગાળમાં 90 લાખ મતદાર યાદીમાંથી બહાર

કોલકાતા, તા. 7 : પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે રાજ્યમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (જઈંછ)ને લગતો વિવાદ વધી રહ્યો છે, ત્યારે આજે ભારતીય ચૂંટણીપંચ (ઊઈઈં)એ એસઆઈઆર હેઠળ પેન્ડિંગ 60 લાખથી વધુ કેસોનો ડેટા જાહેર કર્યો હતો. પહેલી વાર, ચૂંટણીપંચે જિલ્લાવાર નામ ઉમેરવા અને દૂર કરવાની માહિતી પણ શેર કરી છે. પંચના જણાવ્યા અનુસાર, પશ્ચિમ બંગાળમાં આ એસઆઈઆર પ્રક્રિયામાં અત્યાર સુધીમાં કુલ 90.66 લાખ મતદારો દૂર કરવામાં આવ્યા છે. પ્રથમ તબક્કામાં, ડિસેમ્બર 2025માં ડ્રાફ્ટ યાદી દરમિયાન 58.2 લાખ નામ દૂર કરવામાં આવ્યાં હતાં, જ્યારે ફેબ્રુઆરી 2026ની અંતિમ યાદી સુધી વધારાના 5.46 લાખ નામ દૂર કરવામાં આવ્યાં છે. ચૂંટણીપંચના જણાવ્યા અનુસાર, તાર્કિક વિસંગતતાઓ એટલે કે, ડેટામાં ટેકનિકલ ભૂલોના આધારે 60 લાખથી વધુ મતદારની ચકાસણી કરવામાં આવી હતી. આ કેસોને `અંડર એજ્યુડિકેશન' શ્રેણી હેઠળ મૂકવામાં આવ્યા હતા, જેથી અધિકારીઓ તેમની ઊંડાણપૂર્વક તપાસ કરી શકે. કમિશનના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં આશરે 59.84 લાખ કેસોનો ઉકેલ લાવવામાં આવ્યો છે. આ તપાસ બાદ, આશરે 32.68 લાખ પાત્ર મતદારનાં નામ ફરીથી ઉમેરવામાં આવ્યાં છે, જ્યારે અયોગ્ય જણાતાં 27.16 લાખ લોકોનાં નામ કાઢી નાખવામાં આવ્યાં છે. સુપ્રીમ કોર્ટે ચૂંટણીપંચને મંગળવાર સુધીમાં કોઈ પણ સંજોગોમાં પશ્ચિમ બંગાળની મતદારયાદી પ્રકાશિત કરવાનો આદેશ આપ્યો હતો. અદાલતે એ  પણ ફરજિયાત કર્યું હતું કે, જો બધા દસ્તાવેજો ડિજિટલી સહીવાળા ન હોય તો પણ યાદી જાહેર કરવામાં આવે. સર્વોચ્ચ અદાલતે કલકત્તા હાઈકોર્ટને ત્રણ ભૂતપૂર્વ ન્યાયાધીશોની સમિતિ બનાવવાનો પણ આદેશ આપ્યો. મતદારયાદી પ્રકાશિત કરવાની અંતિમ તારીખ સોમવાર હતી, પરંતુ અધૂરી કામગીરીને કારણે તે શક્ય બન્યું નહોતું, તેથી ચૂંટણીપંચે આજે મંગળવારે ડેટા જાહેર કર્યો હતો. 

Panchang

dd