હૃષિકેશ વ્યાસ તરફથી : અમદાવાદ,તા.7 : આગામી ડિસેમ્બર-2027માં ગુજરાત વિધાનસભાની કુલ
182 બેઠકો માટે ચૂંટણી જંગ ખેલાય
તે અગાઉ મીની વિધાનસભાની ચૂંટણી સમાન મનાતી રાજ્યની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા અને
260 તાલુકા મળીને કુલ 396 સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની
કુલ 9992 બેઠકો માટે 26મી, એપ્રિલે સામાન્ય ચૂંટણી યોજાવાની છે. આ વખતે ચૂંટણીમાં 27 ટકા ઓબીસી બેઠકોનો અમલ અને
50 ટકા મહિલા અનામત બેઠકોનો અમલ
થઈ રહ્યો હોવાથી સ્થાનિક સ્વરાજ્યની આ સંસ્થાઓમાં મહિલાઓને મોટાપ્રમાણમાં પ્રતિનિધિત્વ
પ્રાપ્ત થશે. આ તમામ કુલ 396 સ્થાનિક સ્વરાજ્યની
સંસ્થાની કુલ 9992 બેઠકો બેઠકોમાંથી અનુસૂચિત
જાતિ માટે કુલ 348, અનુસૂચિત જનજાતિ માટે કુલ 827, ઘઇઈ-પછાત વર્ગો માટે 1159 અને સ્ત્રીઓ માટેની 2663 મળીને કુલ 4993 બેઠકો મહિલાઓ માટે તથા અનુચિત
જાતિ માટે કુલ 374, અનુસચિત જનજાતિ માટે કુલ 941, પછાત વર્ગો માટે કુલ 1121 સામાન્ય અનામત બેઠકો ઉપરાંત
2254 સામાન્ય બેઠકો મળીને કુલ 4690 બેઠકો સામાન્ય જાહેર કરવામાં
આવી છે. હવે, રાજકીય પક્ષો માટે પડકાર
એ છે કે, મહાનગરો, નગરો, જિલ્લા અને તાલુકા પંચાયતો માટેની અનામત કક્ષાની તથા સામાન્ય કક્ષાની અને અનામત
તથા સામાન્ય કક્ષાની મહિલા બેઠકો મુજબ ઉમેદવારોની પસંદગી કરાશે.રાજ્યની કુલ 396 જેટલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની
9992 બેઠકો માટે ચૂંટણી યોજાવાની
છે. એમાં અનુસૂચિત જાતિ (જઈ)ની કુલ 722 બેઠકો અનામત જાહેર કરાઈ છે. જેમાં 374 બેઠકો સામાન્ય અને 348 બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે.
એવી જ રીતે અનુસૂચિત જનજાતિ-(જઝ)ની કુલ 1768 જાહેર કરાયેલી બેઠકોમાંથી 941 બેઠકો સામાન્ય તથા 827 બેઠકો મહિલાઓ માટે અનામત રખાઈ છે. આ ઉપરાંત પછાત વર્ગો માટેની
કુલ અનામત જાહેર કરાયેલી 2286 અનામત બેઠકોમાંથી
1127 બેઠકો સામાન્ય અને 1159 બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં
આવી છે. જ્યારે 2663 બેઠકો સ્ત્રીઓ
માટે અને 2254 સામાન્ય બેઠકો જાહેર કરવામાં
આવી છે. આ ચૂંટણી માટેનું જાહેરનામું 6ઠ્ઠી, એપ્રિલે
પ્રસિધ્ધ થઈ ગયા બાદ ઉમેદવારી પત્રો ભરાવાની શરુઆત થઈ ગઈ છે અને એમાં 11મી, એપ્રિલ ઉમેદવારી પત્રો ભરવા માટેની છેલ્લી તારીખ જાહેર કરાઈ છે એટલે હજુ ઉમેદવારી
પત્રો ભરવાની આડે 4 દિવસ બાકી
છે. આ બાકી દિવસોમાં તમામ રાજકીય પક્ષો પોત-પોતાના સત્તાવાર ઉમેદવારો જાહેર કરીને તેમના
ઉમેદવારી પત્રો ભરાવી દેશે.