કોટડા (ચકાર), તા. 7 : ભુજ તાલુકાના
પદ્ધરથી કાળી તળાવડી માર્ગ પર લાંબા સમય બાદ નવું નિર્માણ કાર્ય શરૂ થતાં સ્થાનિક લોકોમાં
ખુશીની લાગણી જોવા મળી હતી. વર્ષોથી બિસમાર હાલતમાં રહેલા રસ્તાને કારણે લોકો મુશ્કેલી
અનુભવી રહ્યા હતા, ત્યારે માર્ગનું
શરૂ થયેલું કાર્ય રાહતરૂપ માનવામાં આવી રહ્યું છે. હાલમાં સ્થળ પર પથ્થર પાથરવાની અને
માર્ગને સમતલ બનાવવાની કામગીરી ચાલી રહી છે.
કામ દરમિયાન રસ્તાની પહોળાઈ ઓછી હોવા અને ડાયવર્ઝન પૂરતું મજબૂત ન હોવાથી દ્વિચક્રી
તથા નાના વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી હોતાં રસ્તાનું કામ કરતી વખતે પૂરતી
પહોળાઈ જાળવવામાં તથા ડાયવર્ઝન મજબૂત બનાવવામાં આવે તેવી સ્થાનિક લોકોએ માંગ કરી હતી. મેકણદાદા, હબાય, લોડાઈ, લાખેંદ, ચંદ્રુવાધામ જેવાં ધાર્મિક સ્થળોએ જતા યાત્રાળુઓ
માટે પણ આ માર્ગ ઉપયોગી હોતા માર્ગ સારો અને
સુરક્ષિત બનાવવાની, માર્ગનું કામ ગુણવત્તાપૂર્વક કરવા તથા પૂરતો પહોળો રોડ બનાવવામાં આવે, જેથી ભવિષ્યમાં અવરજવર સરળ બને અને
અકસ્માતની શક્યતાઓ ઘટે. તેમ સ્થાનિકોએ જણાવ્યું
હતું.