• સોમવાર, 06 એપ્રિલ, 2026

અવસાન નોંધ

ભુજ : કુંભાર અદ્રેમાન બુઢા (ઉ.વ. 74) તે મ. બુઢા ઉમરના પુત્ર, હારુન બુઢાના ભાઇ, ગનીભાઇ અમ્પાયર, મામદ, સલીમના પિતા, ઇમરાનના મોટાબાપા તા. 2-4-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 5-4-2026ના રવિવારે સવારે 10થી 11 કુંભાર જમાતખાના, ભીડ નાકા બહાર, ભુજ ખાતે.

ભુજ : નિર્મલાબેન (ઉ.વ. 74) તે વોરા ચંદ્રકાન્ત ખેતસી (જખુભાઇ)ના પત્ની, નિખિલ, મૌસમીના માતા, ભવ્યના દાદી, કવિતા વોરા, ભાવેશ શાહ (પૂર્ણીમા)ના સાસુ, લય, દીપ, વિધિના નાની, વોરા દિવાળીબેન ખેતસીભાઇનુ પુત્રવધૂ, શાહ કસ્તૂરબેન પદમશીભાઇ (મોટા અંગિયા)ના પુત્રી, વોરા વિણાબેન કીર્તિકુમાર, સુરેખા વિનોદચંદ્ર, પ્રીતિ પ્રકાશચંદ્ર, સુશીલાબેન ભદ્રેશકુમાર (મુંબઇ), હંસા સતીષભાઇ, શા. ક્રિષ્ના નરેન્દ્ર (ઘીવાળા), પ્રતીમા દિલીપ ગાંધી (અંજાર)ના મોટા ભાભી, શા. પ્રફુલ પદમશી, સ્વ. દમયંતી મગનલાલ મહેતા, હંસાબેન કાંતિલાલ (મંજલ), સ્વ. ચંદ્રીકાબેન ધીરજલાલ વોરા, (માનકૂવા), વિણાબેન રાજેશ શાહના બહેન, મહેતા પુષ્પાબેન વિનેશભાઇ, શા. પ્રફુલાબેન રસિકલાલના વેવાણ, ભાવિન, મેહુલ, પ્રિયેશ, પ્રતીકના કાકી, મમતા, સિદ્ધાર્થ, પૂર્વી, દીપા, લયના મામી, રક્ષા, અનિલ, મનીષ, મયૂરી, રિંકુ, ટિંકુ, મહેક, મોહિની, વૈશાલી, સેહુલ, તન્વીના માસી તા. 3-4-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા પ્રથમમાળ, ડોસાભાઇ જૈન ધર્મશાળા, પોસ્ટ ઓફિસ સામે, તા. 4-4-26ના શનિવારે સાંજે 4થી 5.

અંજાર : મૂળ બિલારી મુરાદાબાદ (યુ.પી.)ના બલવીન્દ્રસિંહ નાગી (ઉ.વ. 72) તે સંદીપસિંહ સચદેના સસરા, અર્શદીપના નાના, મોહનભાઈ સચદે (નિવૃત્ત પી.જી.વી.સી.એલ.)ના વેવાઈ તા. 3-4-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 5-4-2026ના સાંજે 5થી 6 જાગેશ્વર મહાદેવ મંદિર, રામકૃષ્ણ મહાવીરનગર, અંજાર ખાતે.

અંજાર : કાન્તિલાલ નાનાલાલ જાગરિયા (મકવાણા) (ઉ.વ. 70) તે વસુબેનના પતિ, મનસુખભાઈના મોટા ભાઈ, સ્વ. બાબુલાલ હરિલાલ જાગરિયાના જમાઈ, સંજયભાઈ, સ્વ. સુનીલભાઈ, ગીતાબેન, જોશનાબેન, ભાવનાબેન, શીતલ (માધવીબેન)ના પિતા, રાજાભાઈ, યોગેશભાઈના મોટાબાપુ, સુરેશભાઈ, ભરતભાઈના બનેવી, શોભનાબેન, શીતલબેન, સ્વ. રવિલાલ જાગરિયા, વસંત ઠક્કરના સસરા, રમેશભાઈ મચ્છોયા (વાંકાનેર)ના વેવાઈ, જાનવી, દિયા, રોહિત, મિતેષના દાદા તા. 2-4-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 4-4-2026ના શનિવારે સાંજે 5થી 6 નિવાસસ્થાને જાગરિયા ફળિયું, ટીંબી કોઠા, અંજાર ખાતે.

માંડવી : ઔદીચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ હરિપ્રસાદ પંડયા (ભૂપેશ એન્જિનીયરિંગ વર્કસ) (ઉ.વ. 74) તે સ્વ. મણિબેન હરસુખરામ પંડયાના પુત્ર, અ.સૌ. સ્વ. લતાબેનના પતિ, પુનિત, ભૂપેશ, જિજ્ઞા નીરવકુમાર પંડયા, ભકિત હિરેનકુમાર મઢવીના પિતા, ખ્યાતિ, અમી, નીરવકુમાર, હિરેનકુમારના સસરા, ગં.સ્વ. મંજુલાબેન, સ્વ. સુરેશભાઈ, ગં.સ્વ. ઉર્મિલાબેન, સ્વ. સાવિત્રીબેન, નરેશભાઈ, તરૂણભાઈ, હસમુખભાઈ, લક્ષ્મીબેનના ભાઈ, અલ્પા, પલવી, સ્વ. ભાવેશ, પરીક્ષિતના કાકા, જહાન્વી, ભાર્ગવના મોટાબાપા, સ્વ. રૂક્ષ્મણિબેન જેન્તીલાલ પંડયા (અંજાર)ના જમાઈ, મહિમ, ધનવી, દેવાંશી, તનિષ્કાના દાદા, મોહિત, વેનવી, હરમનના નાના, સ્વ. શાંતિલાલ (અંજાર), સ્વ. હરેશકુમાર (મુંબઈ), નવીનકુમાર (અંજાર), બિપિનકુમાર (માધાપર)ના સાળા, દિવ્યાબેન હસમુખભાઈ પંડયા (ગાંધીધામ)ના જેઠ, હેમેન, સચિન, ગુંજન, સંદીપ, હર્ષિવના મામા તા. 2-4-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 4-4-2026ના શનિવારે સાંજે 4થી 5 `િપ્રતમ ગુર્જર ભુવન' નવા નાકા સામે, સ્વામિનારાયણ મંદિર રોડ, માંડવી ખાતે.

કુરબઇ (તા. ભુજ) : હાલે મુંબઇ (મુલુંડ) પુષ્પાબેન કરશન ભાવાણી (ઉ.વ. 73) તે સ્વ. કરશન ભાણજી ભાવાણીના પત્ની, શૈલેષ, વીણા, રમીલાના માતા, શીતલબેન, ઉમેશભાઇ, જિતેન્દ્રભાઇના સાસુ, પાર્થી, વેદાના દાદી, સ્વ. નર્મદાબેન લાલજીભાઇ કરશનભાઇ રૂડાણી (દેશલપર)ના પુત્રી તા. 2-4-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 5-4-2026ના સવારે 9થી 11 મહેશ અમૃતલાલ ભાવાણીના નિવાસસ્થાન, દેશલપર (વાંઢાય) ખાતે.

સામત્રા (તા. ભુજ) : ભીમજી જખુ માંગલિયા (ઉ.વ. 70) તે સ્વ. ગાંગબાઈ અને સ્વ. દેવલબાઈ જખુ રાણાના પુત્ર, સ્વ. ધનબાઈના પતિ, દિનેશ, ગોરીબેન, આશાબેન, પ્રેમિલા, દમંયતીના પિતા, સ્વ. બિજલ રાણાના ભત્રીજા, કારાભાઈ, સ્વ. નાથાભાઈ, સ્વ. કેશરબાઈ ખમુ ફુલિયા, લખમાબાઈ આશાભાઈ ફુલિયા (દરશડી), માનબાઈ વેલજી ધુવા (દહીંસરા)ના ભાઈ, સ્વ. મેઘબાઈ સુમાર કેશા સીજુ (માનકૂવા)ના જમાઈ, હીરજી આશા ફુલિયા, પ્રેમજી આશા ફુલિયા (દરશડી), દીપક ખમુ ધુવા (આદિપુર), પ્રકાશ સુમાર દાફડા (જગજીવન), ધનબાઈના સસરા, પ્રેમજી નાથા, ગોવિંદ કારા, વેરશી કારા, હીરજી નાથાના કાકા, અંકિતા, તમ્મના, ભૂમિ, મુસ્કાન, નિકિતા, જાન્વી, મહેક, ઋત્વિક, વંશના નાના તા. 2-4-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 6-4-2026ના સોમવારે આગરી અને તા. 7-4-2026ના મંગળવારે પાણી.

નાના કપાયા (તા. મુંદરા) : રેણુકાબેન મૂળજી ગઢવી (સાગર) તે સ્વ. મૂળજી નારણ ગઢવી (સાગર)ના પત્ની, દેવેન્દ્ર (દેવ ગઢવી), વિક્રમ, નીલમના માતા તા. 2-4-2026ના  અવસાન પામ્યા છે. સાદડી તા. 3-4-2026થી 5-4-2026ના ચારણ સમાજ, નાના કપાયા ખાતે ભાઈ અને બહેન બંન્ને માટે. ઉત્તરક્રિયા તા. 12-4-2026ના નિવાસસ્થાન નાના કપાયા ખાતે.

મોટી તુંબડી (તા. મુંદરા) : મનુભા સુમરાજી જાડેજા (ઉ.વ. 70) તે ગજુભા સુમરાજી, પ્રાગજી સુમરાજી, ગાભુભા સુમરાજીના નાના ભાઈ, નટુભા, લક્ષ્મણાસિંહ, મહિપતાસિંહ, જીલુભા, જયેન્દ્રાસિંહના કાકા, ભાવસંગજી, નરેન્દ્રાસિંહ, નિકુલાસિંહ, દશરથાસિંહ, વીરેન્દ્રાસિંહ, નરેન્દ્રાસિંહના દાદા તા. 2-4-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 6-4-2026ના સોમવારે અને ધાર્મિકવિધિ તા. 11-4-2026ના શનિવારે ક્ષત્રિય સમાજવાડી, મોટી તુંબડી ખાતે.

નિરોણા (તા. નખત્રાણા) : આયર કાનજી સામતભાઇ (ઉ.વ. 31) તે સામત ભચાભાઇના પુત્ર, સ્વ. ભોજરાજભાઇ, ભીમાભાઇ, દાનાભાઇના ભત્રીજા, કમલેશ, શાંતાબેન (વંગ), રામીબેન (થરાવડા)ના ભાઇ તા. 2-4-2026ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન આહીર જૂનાવાસ, રવેચી માતાજીનાં મંદિરની બાજુમાં, નિરોણા ખાતે.

ગઢવાડા (તા. અબડાસા) : મનજીભાઈ ગોરડિયા (ઉ.વ. 73) તે સ્વ. મુરીબાઈ ગાભાભાઇ મેઘાભાઈ ગોરડિયાના પુત્ર, પુરબાઇના પતિ, હીરજીભાઈ, ભચીબાઈ ખેતાભાઈ બુચિયા (વડવા), હીરાબાઈ લખુભાઈ સિજુ (કંડાય), કેશરબેન દામજીભાઈ જેપાર (કોઠારા)ના ભાઈ, સ્વ. માલાભાઈ કાનાભાઈ બળિયા (વરાડિયા)ના જમાઈ, આચારભાઈ, અરજણભાઇ, હીરબાઈના બનેવી, ધારશી, જિગર, લક્ષ્મીબેન કરસનભાઈ ભદ્રુ (મથલ), લતાબેન કાનજીભાઈ બળિયા (ખીરસરા નેત્રા), રમીલાબેન લાલજીભાઈ પરગડુ (નરેડી), રાધાબેન નારણભાઈ બળિયા (ફુલરા), દિવ્યાબેન દેવજીભાઈ જેપાર (કોટડા જ.), મનીષાબેન જેન્તીભાઈ બળિયા (ખીરસરા નેત્રા), પ્રેમિલાબેન, સ્વ. અંજલિબેનના પિતા, ધરમશી, વિનોદ, નવીન, વર્ષાબેન ગૌતમભાઈ બાંભણિયા (માતાના મઢ), હેમલતાબેન, શોભનાબેનના મોટાબાપા તા. 2-4-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 4-4-2026ના શનિવારે સાંજે આગરી અને ઘડાઢોળ (પાણી) તા. 5-4-2026ના રવિવારે સવારે નિવાસસ્થાને ગઢવાડા ખાતે. 

Panchang

dd