• બુધવાર, 08 એપ્રિલ, 2026

ગાંધીધામ મહાપાલિકાની ચૂંટણી : આપ દ્વારા 40 ઉમેદવાર જાહેર

ગાંધીધામ, તા. 7 :  જાન્યુઆરી-2025માં બનેલી ગાંધીધામ મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી જુસ્સા સાથે મેદાનમાં ઉતરશે અને જનતા આપને જીતાડશે તેવું પક્ષ દ્વારા જણાવાયું છે. આમ આદમી પાર્ટી દ્વારા ગાંધીધામ મહાનગરપાલિકાના 13  વોર્ડના 40 ઉમેદવારની યાદી જાહેર કરવામાં આવી હતી. આજે પત્રકાર પરિષદને સંબોધતા પક્ષના પૂર્વ કચ્છના પ્રમુખ ડો. કાયનાત અંસારીએ જણાવ્યું હતું કે, પાર્ટી દ્વારા તમામ વોર્ડમાં ઉમેદવારો ઊભા રખાશે અને મજબૂતીથી ચૂંટણીનો જંગ જીતશું તેવું વિશ્વાસ સાથે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, પૂર્વ કચ્છના આમ આદમી પાર્ટીના 165 ઉમેદવારની પણ  સત્તાધારી પક્ષ દ્વારા પોલીસનો ઉપયોગ કરીને ધરપકડ કરાશે, તો પણ ડરશું નહીં   આપના ઉમેદવારોનાં ફોર્મ રદ કરાવવા માટેના સત્તા પક્ષ દ્વારા પ્રયાસ કરાશે, તો તેનો સામનો કરવા પણ પાર્ટી સજ્જ હોવાનું ઉમેર્યું હતું. તેમણે ગાંધીધામ મહાનગરપાલિકાની  ચૂંટણીમાં વિસાવદરની માફક  ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. આ વેળાએ પક્ષના મહામંત્રી નીલેશ મહેતા ઉપસ્થિત રહ્યા હતા. 

Panchang

dd