ગાંધીધામ, તા. 7 : ગાંધીધામ નજીક મચ્છુનગર બ્રિજ
પાસેથી ગાડીમાં આવી રહેલો 5.99 લાખની કિંમતનો
ભારતીય બનાવટનો વિદેશી શરાબનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. સાંચોરથી શરાબનો જથ્થો
આદિપુર ડિલિવરી થાય તે પહેલાં જ સ્થાનિક ગુનાશોધક શાખાએ કાર્યવાહી કરી હતી અને ત્રણ
આરોપીને ઝડપી પાડયા હતા. બપોરે લગભગ ત્રણ વાગ્યાના
અરસામાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. સ્થાનિક
શરાબ સાથે ત્રણ આરોપી પકડાયા ગુનાશોધક શાખા પેટ્રાલિંગમાં હતી. એમજી હેક્ટર ગાડી નંબર જીજે-08-ડીજી-0993માં શરાબનો જથ્થો ભરાઈને ગાડી
ભચાઉથી ગાંધીધામ તરફ આવી રહ્યો હોવાની બાતમી મળી હતી. મચ્છુનગર ઓવરબ્રિજ પાસે વોચ ગોઠવીને ગાડી રોકાવીને
તપાસ કરાઈ હતી. અંદરથી રૂા. 26,800ની કિંમતની
સિગ્નેચર પ્રીમિયમની 12 બોટલ, 26,400ની કિંમતની
રોયલ ચેલેન્જ પ્રીમિયમ ડિલક્સ વ્હિસ્કીની 48 બોટલ, રૂા.
3,02,400ની બ્લેન્ડેડ પ્રીડ સિલેક્ટ
પ્રીમિયમની 168 બોટલ, રૂા. 10,400ની રોયલ સ્ટેગ ડિલક્સ બ્રાન્ડની
8 બોટલ,
મેક્ડોવેલ્સ બ્રાન્ડની 12 બોટલ ઉપરાંત અલગ-અલગ બ્રાન્ડની 269 બોટલ તેમજ 474 ક્વાર્ટરિયા સહિત કુલ 5,99,480નો શરાબનો જથ્થો મળી આવ્યો
હતો. આરોપી અરાવિંદ તેજાભાઈ ચૌધરી (રહે. લુદરા
તાલુકો દિયોદર), ભગવાનરામ સોનાજી બિશ્નોઈ
(રહે. પરનાઈ જિ. ઝાલોર)ને ઝડપી પાડવામાં આવ્યા હતા. બંને આરોપીની પૂછપરછ દરમિયાન આ
દારૂનો જથ્થો સાંચોરથી ભરત ઉર્ફે ભાણા પાસેથી લઈ આવ્યા હતા અને આદિપુર પંચમુખી હનુમાન
મંદિર પાસે રહેતા દીપેશ સામતભાઈ રબારીને આ દારૂનો જથ્થો આપવાનો છે, તેવી કેફિયત આપી હતી. દીપેશને પણ પકડી
પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમ્યાન ગાડી અને ચાર મોબાઇલ સહિત કુલ રૂા. 16,19,980નો મુદ્દામાલ કબજે કરાયો હતો.