નવી દિલ્હી, તા. 7 : અમેરિકી રાષ્ટ્રપતિ
ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટ ખોલવામાં
ન આવે, તો
ઈરાન પર મોટા હુમલાની ચેતવણી આપી છે, ત્યારે ભારત સરકારે
ઈરાનમાં રહેતા ભારતીયો માટે એક એડવાઈઝરી જારી કરી છે. ઈરાનની રાજધાની તેહરાનમાં ભારતીય
દૂતાવાસે ભારતીય નાગરિકોને આગામી 48 કલાક સુધી જ્યાં છે, ત્યાંજ રહેવા કહ્યું છે. એડવાઈઝરીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે,
લોકોએ ઘરની અંદર રહેવું જોઈએ અને તમામ પાવર અને લશ્કરી સ્થાપનો અને બહુમાળી
ઇમારતોના ઉપરના માળથી દૂર રહેવું જોઈએ. ભારત સરકારે ઈરાનમાં રહેતા ભારતીય નાગરિકો માટે
એક એડવાઈઝરી જારી કરી અને નાગરિકોને આગામી 48 કલાક સુધી જ્યાં છે, ત્યાં જ રહેવા વિનંતી કરી છે. સલાહમાં
કહેવામાં આવ્યું છે કે, `ભારતીય દૂતાવાસ
દ્વારા બુક કરાયેલી હોટલોમાં રોકાતા લોકોએ અંદર રહેવું જોઈએ અને ત્યાં દૂતાવાસની હાજર
ટીમો સાથે નિયમિત સંપર્ક જાળવી રાખવો જોઈએ.'