• બુધવાર, 08 એપ્રિલ, 2026

ભુજની માધવનગર સોસાયટીમાં વિવિધ પ્રશ્નો નહીં ઉકેલાતા રોષ

ભુજ, તા.7 : રાવલવાડી રિલોકેશન એરપોર્ટ રિંગ રોડ પર આવેલા માધવનગર સોસાયટી કારીતાસ-1ના રહેવાસીઓ દ્વારા નગરપાલિકા તેમજ કલેકટર સમક્ષ અનેક વખત રજૂઆતો છતાં રસ્તા, પાણી, ગટર સહિતની સમસ્યાનું નિવારણ ન આવતા રોષ વ્યક્ત કરાયો હતો. સોસાયટીના આગળના ભાગમાં આવેલા કોમ્પ્લેક્ષ દ્વારા પાછળના ભાગમાં બિનઅધિકૃત બાંધકામ કરાયું હોવાની ફરિયાદ કરાઈ હતી. ગટર સમસ્યાને કારણે રોગચાળો ફેલાતો હોવાની સફાઈ કામગીરીનો અભાવ, ટ્રાન્સફોર્મરમાં અવારનવાર સોર્ટસર્કિટ થતાં હોવાનું તેમજ અધુરા રસ્તાકામ સહિતના મુદે અનેક વખત રજૂઆત કરાઈ હોવા છતાં કોઈ નિરાકરણ નહીં આવતા 40 જેટલા રહેવાસીઓની સહી સાથે એક યાદીમાં આકરા પગલા ભરવાની ચીમકી આપવામાં આવી હતી. 

Panchang

dd