• ગુરુવાર, 01 મે, 2025

અવસાન નોંધ

ભુજ : મૂળ શેરડીના મોહનલાલ મૂળજી ટપરિયા (જોષી) (ઉ.વ. 81) તે સ્વ. મણિબેન મૂળજીભાઇ ટપરિયાના પુત્ર, સ્વ. વિજયાબેનના પતિ, નયનાબેન (નખત્રાણા), નૂતનબેન (વિરમગામ), જયેશભાઇ (ભુજ)ના પિતા, ગં.સ્વ. કાન્તાબેન મીઠુ ટપરિયા (શેરડી)ના ભત્રીજા, હરેશભાઇ ભગવાનદાસ ધતુરિયા (નખત્રાણા), નરેશભાઇ (વિરમગામ), શીતલબેન (ભુજ)ના સસરા, ગં.સ્વ. ઝવેરબેન, સ્વ. પ્રેમજીભાઇ, સ્વ. મંગળાબેન, સ્વ. સુશીલાબેન, સ્વ. ભરતભાઇ, વિજયભાઇ (શેરડી), ગં.સ્વ. મંજુલાબેન, રુક્ષ્મણિબેન, ભગવતીબેનના ભાઇ, સ્વ. મૂળશંકર મેઘજી સોનપાર (કોટડા-રોહા)ના જમાઇ, વસંતબેન નરેન્દ્રભાઇ ગાવડિયા (મુલુંડ)ના બનેવી, સ્વ. શંકરલાલ (આદિપુર), સ્વ. ધનસુખભાઇ (ભુજ), સ્વ. શશિકાંતભાઇ (વરસામેડી)ના સાળા, ગં.સ્વ. પુષ્પાબેન, વંદનાબેનના જેઠ, ચંદાબેન, રોહિણીબેન, વિમલભાઇ, દર્શનાબેન, ગોવિંદભાઇ, રવિભાઇના મોટાબાપા, હિતેષભાઇ, ડિમ્પલબેન, તૃપ્તિબેનના મોટા સસરા, સ્વ. દીપ્તિબેન, હેતલબેન, તેજલબેન, બાદલભાઇના માસા, નિમેષભાઇ, નિતેશભાઇ, ભાવેશભાઇ, ઇશિતાબેનના માસા સસરા, હર્ષ, જીત, યશ્વી, મનસ્વીના નાનાબાપા, જાનકીબેનના નાના સસરા, દર્પિતા, જિતેનના દાદા, રક્ષિવના મોટા દાદા તા. 22-3-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 24-3-2025ના સોમવારે સાંજે 4થી 5 બિલેશ્વર મહાદેવ મંદિર, માતાજી ચાગબાઇ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, ભુજ ખાતે.

ભુજ : સાહિદાબેન સદરૂદીન દામાણી (ઉ.વ. 71) તે સદરૂદીન મામદ દામાણીના પત્ની, મ. કુલસમબેન શેરઅલી (સુથરી)ના પુત્રી, શાહ અવીભાઈ અનવરઅલી જાધાણી, મ. સદરૂદીન જાધાણી, રજિયાબાઈ હાજાભાઈ (મુંબઈ), મ. જુબેદાબેન દાળી (મુંદરા)ના બહેન, સલીમા અમીન કેરાવલી (અમરેલી), સુલેમાન, સમસાના માતા, મિજાન, અલીજાના નાની તા. 23/3/2025ના અવસાન પામ્યા છે. અંતિમક્રિયા તા. 24/3/2025ના માધાપર કબ્રસ્તાન મધ્યે. જિયારત ખોજા જમાત ખાના, ભુજ ખાતે. સાદડી તે જ દિવસે સાંજે 4થી પ ખોજા જમાતખાના, ભુજ મધ્યે. 

ભુજ : મૂળ મોરબીના ભટ્ટ કનોજિયા બ્રાહ્મણ વસંતભાઈ ભટ્ટ (ભગલાણી) (ઉ.વ. 70) તે સ્વ. કાન્તાબેન બાબુલાલ સવજીભાઈ ભટ્ટના પુત્ર, હર્ષાબેનના પતિ, હર્ષદભાઈ ભટ્ટના મોટા ભાઈ, હંસાબેન હરેશકુમાર ભુવડિયા, જશુબેન સુરેશકુમાર ભુવડિયા, ગીતાબેન કિશોરકુમાર ભુવડિયા, પુષ્પાબેન નરેન્દ્રભાઈ ઔંધિયાના ભાઈ, શીતલબેન રાજેશગિરિ (રોકી), હિરેનભાઈ ભટ્ટના પિતા, રાખીબેન હિરેનભાઈ ભટ્ટના સસરા, સમર્થના  દાદા, નૂતન, ઉર્વી, માહી, વિરાના નાના તા. 22-3-2025ના અવસાન  પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 24-3-2025ના સોમવારે સાંજે 5થી 6 મહાલક્ષ્મી ધામ મંદિર, તાલુકા પંચાયત કચેરીની સામે, જાદવજી નગર, ભુજ ખાતે.

ભુજ : પલેજા રૂકિયાબાઇ મામદ (ઉ.વ. 80) તે ફકીર મામદ, અકબરભાઈના માતા, કરીમ પાલેજા, આમદ પલેજા, મામદ પલેજા, હુશેન પલેજાના કાકી તા. 22-3-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 25-3-2025ના મંગળવારે સાંજે અસર બાદ 6થી 7 નિવાસસ્થાન હિન્દુસ્તાન સિટી, ભુજ ખાતે.

ગાંધીધામ : પરમેશ્વરીબેન સુખવાણી (ઉ.વ. 83) તે સ્વ. પરમાનંદ ચંદીરામના પત્ની, ચેતનભાઇ (શિવ ડ્રેસીસ) (નિવૃત્ત એફ.સી.આઇ.), સ્વ. ભગવાનભાઇ, જનકભાઇના ભાભી, પરસોત્તમભાઇ (ભારત ફેન્સી સ્ટોર), મહેશભાઇ (ભારત ગારમેન્ટ), ભરતભાઇ (ભારત હોઝિયરી), આરતીબેન, પૂજાબેન, નિશાબેનના માતા, જ્યોતિબેન, ગૂંજનબેન, બીનાબેન, ભગવાનભાઇ વાંગાણી (જોધપુર), સ્વ. વિજયભાઇ મોતિયાણી, હરેશભાઇ ઇસરાની (ઇસરાની કલોથ-આદિપુર)ના સાસુ, વિજય (શિવ એજન્સી), હરેશ (લાઇફ સ્ટાઇલ ફર્નિચર-આદિપુર), ઘનશ્યામ જે. (ગુજરાત ફર્નિચર મોલ-આદિપુર), સ્વ. ઘનશ્યામ સી.ના કાકી, પૂનમ, કુણાલ, વિશાલ, કાજલ, અમનના દાદી, સીમરન, દીપક, હિના, મનીષા, પવનના નાની તા. 23-3-2025ના અવસાન પામ્યા છે. અંતિમયાત્રા તા. 24-3-2025ના સોમવારે સવારે 10 કલાકે નિવાસસ્થાન પ્લોટ નં. 76, વોર્ડ 12/બી, આદર્શ સ્કૂલની પાછળ, ચારસો કવાર્ટર પાસે, ગાંધીધામ ખાતેથી આદિપુર સ્મશાને જશે.

આદિપુર (શિણાય) : ટ્રેસાબેન કિરીટભાઇ ઉપાધ્યાય (ઉ.વ. 68) તે કિરીટભાઇના પત્ની, સ્વ. રમણીકલાલ, એમેલ્યાબેનના પુત્રવધૂ, સ્વ. આલ્વનભાઇના નાના ભાઇના પત્ની, સ્વ. જયવંતીબેન, કામિનીબેનના નણંદ, વિનયના માતા, એલ્વીનિયાના કાકી, મહેન્દ્રના કાકીસાસુ, પ્રિન્સ, ખુશ્બૂના નાની, જોસબભાઇ, એન્થેનીભાઇ, રોબીનભાઇના બહેન, પિન્કી, અજય, રીના, મલિના, અનિસ, મયૂર, મનીષાના ફઇ, મલેશ, મિતુલ, કલેરેન્સ, રીના, જ્યોતિના ફઇજી સાસુ, એન્જલ, જોય, મહમા, ક્રિના, અલીના, અનુષ્કા, મહિમા, ઇમોન, રોષેલ, બેથની, એમીના દાદી-નાની તા. 20-3-2025ના અવસાન પામ્યા છે.

આદિપુર : મૂળ મોટા કાંડાગરાના શિવજીભાઇ સિંચ (ઉ.વ. 47) તે ગં.સ્વ. રાજબાઇ તેજાભાઇ સિંચના પુત્ર, સ્વ. ધનબાઇ દેવશીભાઇ સિંચના પૌત્ર, ગીતાબેનના પતિ, લક્ષ્મીબેન, અજય, હિતેનના પિતા, નીતાબેન કિશનભાઇ જંજક, સુરેશભાઇ, ધનજીભાઇ, વાલબાઇ, પ્રેમિલાબેનના ભાઇ, ગં.સ્વ. મુલબાઇ ગોવિંદભાઇના ભત્રીજા, સ્વ. નાનબાઇ રાયસીભાઇ નોરિયા (અંજાર)ના દોહિત્ર, મેઘબાઇ, સ્વ. કાનબાઇ ગોપાલભાઇ નોરિયા (અંજાર)ના જમાઇ, હીરજીભાઇ, પચાણભાઇ, સ્વ. અશોકભાઇ, ભાણજીભાઇ, દેવલબેન મંગલજી (અંજાર), સુનિતાબેન જગદીશભાઇ ફુફલ (બારોઇ)ના ભાણેજ, કિશનભાઇ જખુભાઇ જંજક (આદિપુર)ના સાળા, અમિતભાઇ, ચંદ્રિકાબેન, પ્રેમિલાબેન, વનિતાબેન, સ્વ. નિશાબેન, દિવ્યેશભાઇ, આનંદ, વિજય, જયેશ, પ્રકાશ, સાગર, જગદીશ, દક્ષાબેન, પરેશભાઇના બનેવી, અરવિંદ રતન માતંગ (આદિપુર)ના સસરા તા. 23-3-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિક્રિયા પૂર્ણ થઇ ગઇ છે.

આદિપુર : મૂળ કોઠારાના હરિલાલ કબુભાઇ મકવાણા (લુહાર) (ઉ.વ. 70) તે નિર્મળાબેનના પતિ, સ્વ. વાલજીભાઇ (મુંબઇ), સ્વ. નરસિંહભાઇ (નખત્રાણા), પ્રફુલ્લભાઇ, ધીરુભાઇ (કોઠારા)ના ભાઇ, સ્વ. જેરામભાઇ જેઠાભાઇ હંસોરા (કોઠારા)ના જમાઇ, રાજેશ, સંજય, જાગૃતિના પિતા, રિનાબેન, પ્રજ્ઞાબેન, જિતેન્દ્રભાઇ હંસોરા (રવાપર)ના સસરા, નંદની, હેન્સીના મોટાબાપા, મીનાબેન (નખત્રાણા), સુધીરભાઇ (મુંબઇ), વિનોદભાઇ, અનિલભાઇ, સુનીલભાઇ (નખત્રાણા), દીપકભાઇના કાકા, ગૌરીબેનના જેઠ, મનસ્વી, દક્ષ, પાર્થ, રિવાના દાદા, મયંક, ધારાના નાના તા. 22-3-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 24-3- 2025ના સોમવારે સાંજે 4થી 5 કચ્છી ગુર્જર લોહાર સમાજવાડી, કપિલમુનિ આશ્રમની બાજુમાં, આદિપુર ખાતે.

અંજાર : કચ્છ ગુર્જર ક્ષત્રિય (મિત્રી) જયશ્રીબેન જાદવજીભાઇ પરમાર (ઉ.વ. 85) તે સ્વ. જાદવજીભાઇ હરજીભાઇ પરમારના પત્ની, સ્વ. જિતેન્દ્ર, મંજુબેન, સ્વ. ઉમાબેન, કમલબેન, હર્ષાબેનના માતા, નાનાલાલભાઇ ટાંક, સ્વ. યોગેશભાઇ ચાવડા, જયેશભાઇ રાઠોડ, પ્રકાશભાઇ ચૌહાણના સાસુ, માયાબેન ભવાનભાઇ ખોડિયાર (ગળપાદર)ના નણંદ, દિનેશભાઇ, સંદિપભાઇ, ધર્મેશભાઇ (સોનુ), કુશ, ઉપાસનાના નાની, દીપાબેન, વંદનાબેન, તન્વીબેન, ઉર્વશીબેનના નાનીસાસુ તા. 22-3-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 24-3-2025ના સોમવારે સાંજે 5થી 6 કચ્છ ગુર્જર ક્ષત્રિય મિત્રી સમાજ ભવન ખાતે ભાઇઓ તથા બહેનોની સંયુક્ત.

અંજાર : ઠા. દિનેશચંદ્ર રણછોડદાસ જેરામણી (શાક માર્કેટવાળા) (ઉ.વ. 80) તે સ્વ. બચુબેન રણછોડદાસ શામજીભાઇના પુત્ર, સ્વ. વિજયાબેનના પતિ, સ્વ. લાલજીભાઇ ખીમજીભાઇ પરબિયાના જમાઇ, નાનાલાલ રણછોડદાસ, સ્વ. સાવિત્રીબેન રતિલાલભાઇ ઉદવાણી, ગં.સ્વ. ઝવેરબેન ગોપાલજીભાઇ ઠક્કર (હિમગિરિ ઓરિસ્સા), સ્વ. શાંતિલાલભાઇના ભાઇ, વસંતબેન નાનાલાલભાઇના દિયર, કુસુમબેન શાંતિલાલભાઇના જેઠ, હરીશ (ડી.આર.ટી. એન્ડ કું.), વિકાસ, ચેતનાબેન રાજેશભાઇ ગંધા, નીતાબેન દિલીપભાઇ કારિયા (સુરત), ગીતાબેન નીતિનભાઇ આઇયા (વિરાણી-નખત્રાણા)ના પિતા, રીનાબેન, ઉષાબેનના સસરા, રુદ્ર, ઓમના દાદા, ઉમંગ, કશ્યપ, પરિન, રિદ્ધિ, શિવાંશના નાના, કૈલાશ, રાજેશ, નીલેશ, તેજસ, સની, ગં.સ્વ. ભાવનાબેન ભરતભાઇ ચંદે (ભુજ), જ્યોતિબેન ભાવેશભાઇ ચંદે (ભુજ), સ્વ. મીતાબેન કલ્પેશભાઇ કોટક (વેરાવળ)ના કાકા તા. 22-3-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 24-3-2025ના સોમવારે સાંજે 5થી 6 કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજવાડી (પીરવાડી), અંજાર ખાતે.

મુંદરા : ગાધ નિયામતબાઇ હાજી નૂરમામદ (ઉ.વ. 88) તે મ. ગાધ હાજી નૂરમામદના પત્ની, મ. ગાધ હાજી સુલેમાન, મ. હાજી આદમના ભાભી, ગાધ યાકુબ, અબ્દુલ, ઇબ્રાહિમ (કારવાંને મુસ્તફા હોસ્પિટલવાળા)ના માતા, ગાધ ઓ.ગની, અલીમામદ, દાઉદ, ફારુક, અબ્બાસ, કાસમના કાકી, ગાધ હાજી, અકબરના દાદી, ગાધ અનવર, જાવેદના નાની તા. 23-3-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 25-3-2025ના મંગળવારે સવારે 9.30થી 10.30 કાંઠાવાળા નાકા જમાતખાના ખાતે.

ભચાઉ : દિવાળીબેન મહાદેવભાઈ વાળંદ (ઉ.વ. 75) તે બાબુભાઈ, કમલેશભાઈ, અમરતભાઈના માતા, પરસોત્તમભાઈ પેથાભાઈ (અંજાર), સામતભાઈ પેથાભાઈ (લાખાપર)ના કાકી, રામજીભાઈ રાઘુભાઈ (ભચાઉ)ના મોટીમા, ભીખાભાઈ કારાભાઈ, મોહનભાઈ કારાભાઈ, ભરતભાઈ કારાભાઈ, સ્વ. કિશોરભાઈ કારાભાઈ (રાજકોટ)ના કાકી, મેઘજીભાઈ પૂંજાભાઈ, કરશનભાઈ પૂંજાભાઈ, સ્વ. લખુભાઈ પૂંજાભાઈ, રણછોડભાઈ પૂંજાભાઈ, બધીબેન, પુરીબેન, પાલુબેનના મોટા બહેન, મીનાબેન, સાવેત્રીબેન, જીવીબેન, મધુબેન, ગીતાબેનના સાસુ, સ્વ. વિનોદભાઈ, મહેશભાઈ, સુનીલભાઈ, મયૂરભાઈ, મેહુલભાઈ, વિવેકભાઈ, આનંદભાઈના દાદી તા. 23-3-2025ના અવસાન પામ્યા છે. લોકાઈક્રિયા તા. 27-3-2025ના ગુરુવારે નિવાસસ્થાન હિંમતપુરા, ભચાઉ ખાતે.

માધાપર (તા. ભુજ) : હીરબાઇ જીવણ આયડી (મહેશ્વરી) (ઉ.વ. 71) તે સ્વ. જીવણ કારા આયડી (ભૂતપૂર્વ એમ.ઇ.એસ. કર્મચારી)ના પત્ની, સુરેશ, રણછોડના માતા, ગંગા સુરેશ, ભાવના રણછોડના સાસુ, અમન, ભૂમિ, ભાવિકા, હિમાંશુ, ચિરાગ, માહીના દાદી તા. 23-3-2025ના અવસાન પામ્યા છે. આગરી તા. 24-3-2025ના તથા ઘડાઢોળ (પાણી) તા. 25-3-2025ના નિવાસસ્થાને રામમંદિર પાસે, જૂનાવાસ, માધાપર ખાતે.

ઝુરા (તા. ભુજ) : જાડેજા રૂપકોરબા ભાણજી (ઉ.વ. 55) તે જાડેજા ભાણજી સુજાજીના પત્ની, સ્વ. હભેરાજજી સુજાજી (પૂર્વ સરપંચ), હરાસિંહ સુજાજી (પૂર્વ સરપંચ)ના નાના ભાઈના પત્ની, દશરથાસિંહ, અજિતાસિંહના માતા, વેલુભા, સરૂપાજી, ખેતાજી, પૃથ્વીરાજજીના ભાભી, મહોબતાસિંહ, કરણાસિંહ, સોઢા રાણુભાના કાકી તા. 22-3-2025ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન ઝુરા ખાતે. ધાર્મિક વિધિ આગરી તા. 31-3-2025ના સોમવારે રાત્રે તેમજ બારસ (ઘડાઢોળ)  તા. 1-4-2025ના મંગળવારે સવારે.

બિદડા (તા. માંડવી) : વિમળાબેન મોહનલાલ હળપાણી (ઉ.વ. 58) તે મોહનલાલ વાલજી હળપાણીના પત્ની, ગં.સ્વ. જશુબેન વાલજી હળપાણીના પુત્રવધૂ, રસીલાબેન રતનશીભાઈના દેરાણી, જયંતીલાલ, દેવચંદભાઈ, શૈલેષભાઇ, સુરેશભાઇના ભાભી, શારદાબેન, મંજુલાબેન, મંજુલાબેન, વનીતાબેનના જેઠાણી, નર્મદાબેન જેન્તીલાલ વાસાણી (રાયણ), લક્ષ્મીબેન શિવજીભાઈ પોકાર (ગઢશીશા)ના ભાભી, સુનીલભાઈ, દીપેશભાઈના માતા, સપનાબેન, રૂચિતાબેનના સાસુ, નંદાબેન રમેશભાઈ સેંઘાણી (પદમપુર-પૂના), જયશ્રીબેન ભાવેશભાઈ માકાણી (લુડવા-અંજાર), ભાવેશભાઈના કાકી, દીપિકાબેન અનિલભાઈ ભગત (નવી મંજલ-ગાંધીધામ), કપિલભાઈ, જિજ્ઞેશ, હર્ષદ, ધર્મિલ, કેવલ, સાજના મોટામા, કોમલબેન, સ્વાતીબેન, અવનીબેનના કાકીસાસુ, હેત, આરવિ, ઈવા, વેદ, છાયાંશ, દૈવિક, રિશ્વાના દાદી, સ્વ. રામજીભાઈ હંસરાજ વાસાણી (મદનપુરા)ના પુત્રી તા. 23-3-2025ના અવસાન પામ્યા છે. બેસણુ તા. 24-3-2025ના સવારે 8થી 11 તેમજ બપોરે 3થી 5 નિવાસસ્થાન હૈતલવાડી, માનવ મંદિરની સામે, બિદડા ખાતે.

તલવાણા (તા. માંડવી) : ગાંગજી બિજલ મહેશ્વરી (નોરિયા) (ઉ.વ. 82) તે સ્વ. ગાંગબાઈ બિજલ મુરા નોરિયાના પુત્ર, પુરબાઈના પતિ, કેસરબાઈ સુમાર કન્નડ (મેરાઉ), નાનબાઈ બીજા લાંભરખિયા (નાના આસંબિયા), સ્વ. સેજબાઈ નથુ મુછડિયા (માંડવી)ના ભાઈ, જગદીશ, દેવજી, દામજી, લક્ષ્મીબેનના પિતા, જિતેન્દ્ર, હરેશ, કમલેશ, ચેતન, દિનેશ, પ્રેમીલા, હેમલતા, પ્રવીણા, ગીતા, છાયાના દાદા તા. 23-3-2025ના અવસાન પામ્ય છે. ધાર્મિકવિધિ દિયાડો તા. 24-3-2025ના સોમવારે કોઠ અને તા. 25-3-2025ના ઘડાઢોળ પાણીની વિધિ નિવાસસ્થાન મહેશ્વરી દખણાદો ફળિયા, તલવાણા ખાતે.

ખીરસરા-નેત્રા (તા. નખત્રાણા) : વાઘેલા દિલીપ (ઉ.વ. 32) તે લક્ષ્મીબેન, ભોજાભાઇ કાનજીના પુત્ર, નાનુબેન, સ્વ. કાનજીભાઇના પૌત્ર, શૌર્યના પિતા, ભચીબેન તથા સ્વ. ગોવિંદ કાનજી ગોહિલ (ઉખેડા)ના દોહિત્ર, વસંતભાઇ, મીનાબેન ભરત આંઠુ (ગઢશીશા), દમયંતીબેન પ્રકાશ લોંચા (કોટડા-જ.)ના ભાઇ, ખેતશીભાઇ, ડાયાભાઇ, કરશનભાઇ, તેજાભાઇના ભત્રીજા, રામજી, વિશ્રામ, પ્રતાપ, ગોવિંદ, જગદીશ, કમલેશ, ચંદુલાલ, રમેશ, પ્રવીણના પિતરાઇ ભાઇ, રામજીભાઇ, ભીમજીભાઇ (ઉખેડા)ના ભાણેજ તા. 23-3-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 25-3-2025ના રાત્રે સત્સંગ તથા તા. 26-3-2025ના બુધવારે સવારે 10.30 વાગ્યે પાણી, બેસણું નિવાસસ્થાને.

મોટા અંગિયા (તા. નખત્રાણા) : લુહાર અબ્દુલગફુર અલીમામદ (ઉ.વ. 68) તે  મ. આમદ અલીમામદ, અકબર અલીમામદ, અનવર અલીમામદના મોટા ભાઈ, ઉમરફારૂકના પિતા, હાજી વલીમામદ સુલેમાનના જમાઈ, હાજી કાસમ હાજી વલીમામદ (ઝુરા)ના બનેવી તા. 23-3-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 25-3-2025ના મંગળવારે સાંજે અસર નમાજ બાદ જામા મસ્જિદ, મોટા અંગિયા ખાતે.

પેથાપર (તા. અબડાસા) : સોઢા પ્રતાપાસિંહ (પટેલ) (ઉ.વ. 76) તે સ્વ. ગુલાબાસિંહ નરાસિંહજીના પુત્ર, જયપાલાસિંહ, સતુભા, દિલુભાના પિતા, રવુભા ગુલાબાસિંહના મોટા ભાઈ, ભીખુભા નોંઘણજી, ઇન્દ્રાસિંહ, ચતુરાસિંહ, બળવંતાસિંહ ખેતાસિંહ, ભૂરુભા કુંપજી, કિશોરાસિંહ, હિંમતાસિંહ ચિમજી, કરસનજી ચેનાજી, શંકરાસિંહ, ભુરુભા પિરદાનાસિંહ, સજુભા રાણાજી, સવાઇસિંહ, ભમરાસિંહ, શંકરાસિંહ ચિમજી, મંગળાસિંહ, સવાઈસિંહ જુવારાસિંહ, શંકરાસિંહ, ભૂરુભા સવાઇસિંહના ભાઈ, નરાસિંહ, ચતુરાસિંહ નગજીના ભત્રીજા, મહેશાસિંહ, મનદીપાસિંહ રવુભાગનુભા, વનરાજાસિંહ ભીખુભા, દર્શનાસિંહ, ચેતનાસિંહ ઇન્દ્રાસિંહ, મનદીપાસિંહ  ચતુરાસિંહ, રઘુવીરાસિંહ, દેવેન્દ્રાસિંહ બલવંતાસિંહ, મહાવીરાસિંહ, કુલદીપાસિંહ ભૂરૂભા, નિર્મલાસિંહ સવાઇસિંહ, સરૂપાસિંહ મંગલાસિંહ, ભૂપતાસિંહ સવાઇસિંહના મોટાબાપુ, સતુભા લક્ષ્મણાસિંહના કાકાજી, અનિરુદ્ધાસિંહ, મયુરાસિંહ જયપાલાસિંહ, રાજેન્દ્રાસિંહ સતુભા, કુલદીપાસિંહ દિલુભા, દિગ્વિજયાસિંહ સતુભા, અનિરુદ્ધાસિંહ દીપાસિંહના દાદા તા. 22-3-2025ના અવસાન પામ્યા છે. ઘડાઢોળ તા. 3-4-2025ના ગુરુવારે પેથાપર સમાજવાડી ખાતે.

ડુમરા : ભરત પ્રેમજી કારાણી (ઉ.વ. 59) તે સોનબાઇ મુલજી માણેકના પૌત્ર, મણિબેન પ્રેમજી કારાણીના પુત્ર, ઇશાના પિતા, ધ્રુવિન વિજય ગોસર (ડુમરા)ના સસરા, ઉદય, પ્રકાશ, પ્રજ્ઞાના ભાઇ, નયનાબેનના દિયર, શિલ્પાબેનના જેઠ, નવીન પ્રેમજી નાગડા (નરેડી)ના સાળા, હીરજી મુલજી કારાણી (ડુમરા હાલે માંડવી), શાંતાબેન નેમચંદ મેઘજી ગાલા (રાયણ)ના ભત્રીજા, ભક્તિ, વિધિ, સ્તુતિ, કેદાર, માનસીના કાકા, મેઘન, સોનિયા, નિકેનના મામા, નિહારના મામાઇ સસરા, પાનબાઇ નેણશી નરશી (સાભરાઇ)ના દોહિત્ર, લક્ષ્મીચંદ નેણશી, કસ્તૂરબેન બુદ્ધિચંદ (કોટડી-મહા.), વિમળાબેન મણિલાલ (વિંઢ), નિર્મળા શરદ મારૂ (ચિયાસર)ના ભાણેજ, ઉષાબેન વિજય ભાઇલાલ ગોસર (ડુમરા)ના વેવાઇ તા. 21-3-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા રાખી નથી. સંપર્ક : ઉદય કારાણી-98253 32078, પ્રકાશ કારાણી-98707 05269, ઇશા-82828 88787.

ખેડબ્રહ્મા : પશ્ચિમ કચ્છ દરજી નરેન્દ્ર કાંતિભાઈ પરમાર (ઉ.વ. 40) તે સ્વ. શારદાબેન અને સવિતાબેન કાંતિભાઈ પરમારના પુત્ર, ઈલાબેનના પતિ, જયના પિતા, દિલીપભાઈ, હિનાબેન (અંજાર)ના ભાઈ, કમળાબેનના દિયર, મહેન્દ્રકુમારના સાળા, અમૃતબેન વિઠ્ઠલદાસ, કાન્તાબેન ધીરજલાલ, વનીતાબેન હરિલાલ, વિમળાબેન ગંગારામ (ઈડર)ના ભત્રીજા, પ્રવીણ, મનોજ, પ્રદીપ, મયૂર, હર્ષદ, નીતાબેન, શર્મિલાબેન, કોમલબેન, રિંકલબેન, શિવાનીબેનના કાકાઈ ભાઈ, નિશાબેન, તરલાબેન, નેહાબેન, પ્રેમિલાબેનના કાકાઈ દિયર, રિધિ, નંદનીના કાકા, સંજના, વિધિના મામા, ગં.સ્વ. કૈલાશબેન રસિકભાઈ (ભિલોડા)ના જમાઈ, અભિષેક અને જયાબેનના બનેવી, સ્વ. પાનબાઈ શંભુભાઈ (કાદિયા)ના દોહિત્ર, ગં.સ્વ. રંજનબેન ધીરજલાલ (નખત્રાણા), ગં.સ્વ. દુર્ગાબેન ધનજીભાઈ (ગાંધીધામ), સ્વ. નિર્મળાબેન હંસરાજ (દહીંસરા)ના ભાણેજ તા. 22-3-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 25-3-2025ના મંગળવારે બપોરે 3થી 4 કાશી વિશ્વનાથ મંદિર, ખેડબ્રહ્મા ખાતે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd