ગાંધીધામ, તા. 7 : અંજાર પોલીસ દ્વારા ઓપરેશન મિલાપ અંતર્ગત 8 વર્ષ દરમિયાન ગુમ થયેલી વ્યક્તિઓને એક મહિનામાં
શોધી કાઢ્યા છે. અંજાર પોલીસમાંથી મળતી વિગતો
મુજબ વર્ષ 2017માં 1, 2020માં ત્રણ, 2021માં બે, 2022માં બે 2023માં એક, 2024માં બે, 2025માં 13 અને 2026માં 10 લોકો ગુમ થયા હતા. ટેકનિકલ
સર્વેલન્સ અને હ્યુમન સોર્સીસના આધારે અલગ અલગ ટીમો બનાવી હતી. જિલ્લામાં તેમજ રાજ્ય
બહારથી તા. 7/5/2026થી તા. 7/6/26 દરમિયાન એક મહિના સુધી કાર્યવાહી
કરાઈ હતી. ગુમ થયેલા 34 લોકોને શોધી
કાઢવામાં આવ્યા હતા.