• સોમવાર, 08 જૂન, 2026

પેપરલીક બાદ આખી પરીક્ષા પ્રણાલી બદલાશે

નવી દિલ્હી, તા. 7 : નીટ યુજી પેપરલીક સીબીએસઇ માર્કિંગ ગરબડો બાદ કેન્દ્ર સરકાર દેશની પરીક્ષા વ્યવસ્થામાં મોટા બદલાવની તૈયારી કરી રહી છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) એક નવી સિસ્ટમ બનાવવા પર કામ કરી રહી છે, જેમાં સવાલો તૈયાર કરનાર તજજ્ઞોને પણ ખબર નહીં હોય કે, તેઓ કઇ પરીક્ષાના પ્રશ્નપત્ર તૈયાર કરી રહ્યા છે. નવી યોજના હેઠળ અલગ-અલગ વિષયોના તજજ્ઞો માત્ર સવાલો તૈયાર કરશે. આ સવાલો એક મોટી ડિજિટલ બેન્કમાં રખાશે. અધિકારીઓએ કહ્યું હતું કે, આવી બેન્કમાં 10 હજાર જેટલા સવાલો હોઇ શકે છે. પછી ટેકનિકની મદદથી આ સવાલોમાંથી અંતિમ પ્રશ્નપત્ર બનશે. પેપરલીક મામલામાં ભાષાંતર કરનારાઓની ધરપકડ બાદ એનટીએ અનુવાદ પ્રક્રિયામાં પણ બદલાવની તૈયારી કરી રહી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, એનટીએ નીટ-યુજીની 21 જૂનના લેવાનારી ફેર પરીક્ષાથી જ કેટલાક બદલાવ લાગુ કરશે. પેપર છપાયા બાદ તેનાં પરિવહન અને સ્ટોરેજ સિસ્ટમને સુરક્ષિત બનાવવા માટે પણ કામ ચાલી  રહ્યું છે. દરમ્યાન, કેન્દ્રીય મંત્રી કિરણ રિજ્જુએ જણાવ્યું હતું કે, સરકાર કે શિક્ષણમંત્રી જવાબદારીથી ભાગી રહ્યા નથી. પેપરલીક જેવી ઘટના ફરીવાર નહીં થાય. 

Panchang

dd