ભુજ, તા. 7 : બજાર ભાવ કરતાં સસ્તા ભાવે
સોનું આપવાની સોશિયલ મીડિયા પર જાળ બિછાવનારા ભુજના શખ્સને એલસીબીએ ઝડપી લીધો હતો.
એલસીબીએ બાતમીના આધારે ભુજના જીલાનીનગરમાંથી મોહમદ તોફીક જુણસ સોઢાને પકડી તેની પાસેનો
મોબાઈલ ફોન ચકાસતાં તેમાં રાહુલભાઈ નામની ખોટી આઈ.ડી. ફેસબુકમાં બનાવી તેના ઉપર તેમજ
એન્ટરપ્રાઈઝ ઉપર બજાર ભાવ કરતાં સસ્તું સોનું આપવા તથા નકલી ભારતીય ચલણની નોટો આપવાની
લોભામણી જાહેરાતના ફોટો-વીડિયો અપલોડ કરેલા હતા. આમ છેતરવાના પ્રયાસ બદલ તેની અટક કરી
એ-ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરી કાર્યવાહી કરાઈ છે.